Page:-27
નેપાળી કાકા બોલ્યા શાબ્જી ઉન ચારો કો તો પશ્મીતા ને વહી ઢેર કર દિયા, સીટીએમ ચાર રસ્તા પે ચારો કો એક ટ્રક નીચે કુચલવા દિયા..લેકિન વો લોગ ભી અભી ભટકતે હી હૈ, મારા રૂંવાડા ઉભા થઇ ગયા મને તરત જ સ્ટ્રાઈક થઇ ખોખરા સ્મશાન નજીક પેલા સફેદ કપડાવાળા નક્કી એ ચાર…બધ્ધી ગુથ્થી સુલઝી હતી..મારી હવે હેતલની ફેક્ટરી છોડીને ક્યાય જવાની હિંમત મરી પરવારી હતી એટલે મેં કીધું હેતલ રાત ફેકટરી જ રહીએ છીએ..કાલે વાત હવે ઠક્કરકાકા ને સવારે મળવું જ પડશે હેતલે કીધું હા એમ જ કરીએ..અમે ફેક્ટરીમાં એક જ પલંગ ઉપર નાનપણમાં જેમ એકબીજાનો હાથ પકડીને સુતા હતા એમ જ ઊંઘી ગયા..
બીજે દિવસે સાત વાગે ઊંઘ ઉડી ગઈ એટલે ઉઠીને સીધા અમે હેતલના ઘરે ગયા, નાહીધોઈ ને તૈયાર થયા અને સીધા ઠક્કરકાકાને ત્યાં પોહ્ચ્યા આખી હકીકત કીધી,ઠક્કરકાકા એ કીધું અમાસીયા તે તારું કામ પૂરું કર્યું છે હવે કુદરત ને એનું કામ કરવા દે, ઠક્કરકાકાની વાત સાંભળીને હું ભડક્યો મેં કીધું એટલે? શું કામ હજી બાકી છે..?પેલી પશ્મીતા હવે પેલા ચારને મારી નાખ્યા એમ રાજ્યા ને મારી નાખે એની રાહ જોવાની..?? ઠક્કરકાકા હસીને બોલ્યા એણે જો રાજુને મારી નાખવાનો હોત ને તો ક્યારનો મારી નાખ્યો હોત,એણે તારા રાજ્યા ને એ દા`ડે રાત્રે જ એને પૂરો કરી નાખ્યો હોત..મેં તરત પૂછ્યું તો કેમ મારી ના નાખ્યો..?પેલા ચાર ને તો એણે મારી નાખ્યા..ઠક્કરકાકા એ કીધું એ તારો રાજ્યો એની છોકરીનો બાપ છે, અને એની છોકરી ને એના બાપ ના ઘેર જવું છે ત્યાં રેહવું છે..અને દરેક માં છે ને પોતાના સંતાનની ઈચ્છા આગળ મજબુર હોય છે..મેં કીધું તો કાકા હવે તો આ ગુડિયા ને કાયમ અહિયાં થોડી રખાય? ઠક્કરકાકા બોલ્યા ના અમાસીયા..દીકરી કાયમ બાપ ને ઘેર ક્યારેય રહે પણ નહિ,પણ બાપે એને એના માન સન્માનથી સ્વીકારવી પડે અને એ બધું આ તારો રાજુ સમજશે નહિ, એટલે હવેનું બધું કુદરત પર છોડી દે, કુદરત ને એનું કામ કરવા દે,તું ડોકટર છે ને હમણા તારું કામ પડશે તારા રાજુ ને,
cont..28
www.shaishavvora.com/Pashmita-28/ શૈશવ વોરા