આ ફોટો જોઈ ને એક મોટા ધર્માચાર્યે કરેલો દાવો યાદ આવે છે …!
કે એપોલો ક્યારેય ચંદ્ર પર ગયું જ નથી ….!!!!, અમેરિકા વાળા જુઠ્ઠું બોલે છે….!! , એ તો મેરુ પર્વત પર ગયું હતું ….!
સાબિતી માટે દલીલ એવી હતી કે ચંદ્ર પર હવા નથી તો આ આ ફોટા માં અમેરિકા નો રાષ્ટ્રધ્વજ ફરકે છે કેમ ?
પણ બાપજી મારા જે દેશ આટલા બધા સંશોધન કરતો હોય એ શું સારા પ્લાસ્ટિક નો એક ઝંડો ના બનાવી શકે? કે જે ફરકયા કરે વગર હવાએ અને એ પણ ઓછા ગુરુત્વાકર્ષણ માં ….
પણ ના બીજા ને ખોટો હું સાબિત કરી અને હું મોટો થાઉં ……
એ બાપજી ને ખાલી મેરુ પર્વત નું સરનામું પૂછ્યું હોય તો ક્યાં બતાડે? પાંચ સાત ચોપડા માં જે પાછા મારા જેવી નવરી પ્રજા એ લખ્યા હોય તેમાં ……
નક્કર આવી કોઈ જગ્યા આ દુનિયા માં મળે જ નહિ …!!
માનવ જીવન ના ઉત્કર્ષ માટે નું સમાધાન સંશોધન છે.. નહિ કે સમસ્યા ….કે નકારાત્મક વિચારધારા …
– શૈશવ વોરા