ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રીટાયર્ડ થતા પેહલા હામીદ અન્સારી “મારી” ગયા.. (ટપલી મારી ગયા હવે.., તમારે બીજું કશું વિચારવું હોય તો છૂટ છે..)
ક્યારેક એમ થાય કે અમુક લોકોને જરાક પણ લાજશરમ જેવું “કઈ જ” નહિ હોય..?
આખા દેશે “પ્રેમથી” એમની માથે માછલા ધોયા છે,એટલે આપણી ઈચ્છા ઓછી, પણ થોડાક “મિત્રો” આપણા પણ છે, એમના મેસેજ આવ્યા કે યાર તમે પણ થોડો સૂર પુરાવોને મજા આવે છે..!
ખરેખર હોં , નેતાઓ તો “હરામી” છે અને જોડે જોડે પ્રજા પણ “નાલાયક” થઇ ગઈ છે..!
હવે આ બધા “મિત્રો” ને ખબર છે કે આ ભઈ એ પણ મણ મણની એમના મનમાં જોખાવી હશે એટલે હવે લખાવો એમની જોડે એ બધી “મણ”,“મણ”ની..!
પણ યારો શું લખું હવે..?
જે બોલીએ એ તો લખાય નહિ ને બકા ડાર્લિંગ..
ઉપરાષ્ટ્રપતિ ને એમ થોડી કેહવાય કે જતા જતા “જાત” પર આવી ગયા……………………કોન્ગ્રેસીયા..!
ના કેહવાય ભઈ ના, એવું ના કેહવાય..!
આપણે ત્યાં ભારતમાં “લઘુમતી” અને વિશ્વમાં “બહુમતી” ધરવતા ધરમ ની ને કોંગ્રેસના પેહલા પરિવારે વર્ષો પેહલા “આણ્યા”,અને આવ્યા ત્યારથી લઈને આજ દિન સુધી ૧૫ ઓગસ્ટે લાલાકીલ્લે બેઠા હોય એ લઘુમતીવાળા..તોય એ બિચારા અને બાપડા..!!!!!
આમ જોવો તો ભારતમાં લઘુમતી માટે અસલામતી તો ખરી,
ભારતમાં આવેલા લઘુમતીવાળા વહુરાણીના સાસુમાં જે ભારતની સૌથી નાની લઘુમતીના સોજ્જા માણસને પરણ્યા,અને એમને પણ એમના જ ઘરમાં વીંધી નાખ્યા પછી એમના દીકરાનો વારો આવ્યો, એમને પણ ફૂંકી માર્યા..બોલો અસલામતી તો ખરી કે નહિ ?
કેવી “અચરજ”ની વાત કેહવાય નહિ ?
જેની માં વડાપ્રધાન,જેના નાનાજી વડાપ્રધાન,જે પોતે વડાપ્રધાન હતા અને “લઘુમતી”માં પણ જે કોમ “લઘુમતી”માં છે, એનો “એ” દીકરો,અને એમના પત્ની પણ લઘુમતી કોમ ના હતા અને છતાં પણ એમને ફૂંકી માર્યા, ખાલી ફૂંકી માર્યા એમાં જ નહિ એનાથી વધારે તો એ છે કે આ દેશમાં,કે લઘુમતીને ન્યાય પણ નથી મળતો..
હજી પણ એમના હત્યારાને ફાંસી નથી અપાઈ..!
બોલો લઘુમતીને થતા “અન્યાય”નો આનાથી મોટો દાખલો કયો બીજો હોય ?
હામીદ અન્સારી સાહેબ સાચા છે, તદ્દન અસલામતી નું વાતાવરણ છે..હવે તમારા ઉપાધ્યક્ષ જેમને ખુદને ખબર નથી કે એ કઈ નાતે કે જાતે હવે રહ્યા છે, એ લઘુમતીમાં આવે કે બહુમતીમાં ?
એમનો વંશ વેલો કાઢો તો એમના દાદી કાશ્મીરી (કે યુપીના ?) દાદાજી પારસી , બાપા…? બા ક્રિશ્ચન ..!
હવે ઉપાધ્યક્ષ ને કઈ નાતે જાતે ગણવા હે અન્સારી સાહેબ ? એ જવા દો પણ જ્યાં આફત હોય ત્યાં “ટુરીઝમ” માટે જવાનો એમનો શોખ પૂરો કરવા ઉપાધ્યક્ષ અમારે ત્યાં ગુજરાતમાં આવ્યા,અને ત્યાં કોઈએ જોરદાર ઢેખારો માર્યો, બોલો ઝેડ પ્લસની સુરક્ષા તો પણ આ પારસી+ક્રિશ્ચન+કાશ્મીરીના મિક્ષચર ને કોઈએ ઢેખારો માર્યો..
આટલી બધી લઘુમતીનું “મિશ્રણ” તો પણ એમના આ હાલ તો પછી બીજાનું થતું હશે ? કેટલી બધી અસલામતી ?
મારું બેટું આ દેશમાં તો તમારે બહુમતી, જનરલ ક્લાસ..આ બધામાં તમારે જનમ જ ના લેવાય, અત્યારે મેડીકલ કોલેજના મેરીટ લીસ્ટ કાઢો તો જૈન માઈનોરીટી, મુસ્લિમ માઈનોરીટી,એસસી ,ઓબીસી એનઆરઆઈ આવા કેટલા કેટલા જુદા જુદા પ્રકારો દેખાય..!
મને એમ થાય કે મેં ક્યા અત્યાચારો કર્યા છે અને બધા ઉપર હું “અત્યાચારો” કર્યા અને કરી રહ્યો છું..!
ખરેખર અન્સારી સાહેબ આ બધું જોઇને મને એમ થાય કે યાર એકવાર તો મારે “અત્યાચાર” કરવો જ છે..! કોઈક ને તો ડરાવવા છે, ભય નો માહોલ મારે સર્જવો છે..
તે હે અન્સારી સાહેબ આ બધું કરવા માટે મારે શું કરવું પડે ?
એ કોણ બોલ્યું આરએસએસ ની શાખામાં જાવ ..!
હવે બોલ્યા છે તો જવાબ આપી દઉં,
પણ સાહેબ એ કામ પણ એક દિવસ કરી આવ્યો હતો, જોવા ગયો હતો કે આ લોકો કેવા કેવા “અત્યાચારો” કરે છે,અને શીખવાડે છે..પણ ત્યાં તો “અત્યાચાર” કરતા કોઈ મળ્યા નહિ અને મને પણ “અત્યાચાર” કરતા શીખવા પણ મળ્યું નહિ તો હવે કોઈ સેવા ના દળમાં જાઉં ?
આ મારું હાળું ખરું છે હું બહુમતી સવર્ણ એટલે મારે કેટલું કેટલું સાચવવાનું..! તમને દસ દસ વર્ષ બેસાડ્યા ત્યારે બધું બરાબર અને હવે તમને ઘેર જતા જતા તમને બીક લાગી..?
એ પાછું કોણ બોલ્યું કે એમના વાઈફને લીધે..!
ફરી જવાબ આપવાનો આવ્યો ,
હવે એકાદો ફોટો બિહામણો હોય એટલે ખરેખર કઈ એવા લાગતા ના હોય અને આ ઉંમરે તો ભલભલાના બૈરા બિહામણા થઇ જતા હોય છે,ઘડપણ આવ્યું હોય અને મેકઅપના થથેડા કરે, ઉંમર છુપાવવા માટે એટલે અચ્છા અચ્છા પછી બિહામણા જ લાગે ..!
અમારા એક પાડોશીના કાકી ઓસ્ટ્રેલીયાથી આવ્યા હતા,પાંસઠ વર્ષે ઓસ્ટ્રેલિયન કાકી મીની સ્કર્ટ પે`રે અને ઉપરથી એમણે એમના વાળ લીલા-પીળા કરાયા હતા, ગળામાં કૈક માળા મોટી મોટી નાખે,ને એમના ડોળા મોટા મોટા શરીરે પણ ખાસા ભારે..એ ઓસ્ટ્રેલીયન કાકી દિવસે ઘરની બહાર નીકળે તે આખા ખાનપુરનો ભીલવાસ, ભરડીયા વાસ (લાલકૃષ્ણ અડવાણી નું ઓફીશીયલ એડ્રેસ) સૈયદવાડો, બધું એમની પાછળ દોડે અને જો કાકી રાતે ઘરની બહાર નીકળે તો દૂર બધા ભાગે..!
એટલે કાકા..એમ ડરવાનું નાં હોય જે છે એ આપણા છે અને હવે રીટાયર્ડ થઇએ બધી સાહેબી જાય હવે તો નાનું ઘર મળે અને નોકર ચાકર પણ ના હોય એટલે એમની જોડે એકલા રેહવાનું આવ્યું તે આવું ડરવાનું નહિ,
જે છે એ આપણું માણસ કેહવાય કાકા..!
હવે તો બહોત ગઈને થોડી રહી..
ઓન સીરીયસ નોટ, ગમે તે વ્યક્તિ ગમે તેટલો મોટો થાય પણ છેવટે અંદરનો “માણસ” તો ક્યારેક બહાર આવી જતો હોય છે,પેહલા પણ લખી ચુક્યો છું દિલ્લીની “ટોળકી” વિષે અને એ ટોળકીની એક ભાગ છે આ બધા કૃત્યો,
અરબસ્તાન તરફ મોઢું કરીને જીવનારા અને મરનારા લોકો જયારે અરબસ્તાનની છોકરીને પરણે કે એમની છોકરીને અરબસ્તાનમાં પરણાવે છતાં પણ અરબસ્તાનનો એક પણ દેશ એમને ત્યાની નાગરિકતા આપતો નથી,
અરબસ્તાન નો એક પણ દેશ એમને ત્યાં તમને મિલકત ખરીદવા દેતો નથી, આખી જિંદગી એ લોકો તમને પારકા ગણે છે, છતાં પણ ત્યાં અરબસ્તાનવાળા પાસે ઉપર પડતા જઈ ને તમને કઈ જ મળતું નથી અને જે તમને ખરેખર પ્રેમ કરે છે એમની તમને કદર નથી થતી, ખોટા ખોટા વિવાદાસ્પદ બયાનો આપી અને એક મોટ્ટા વર્ગને સદીઓથી મૂરખ બનાવ બનાવ કરો છો, અને એ લોકો બિચારા બાપડા લાગણીઓમાં ખેંચાઈ જાય છે,
જે માટી અને માટીના લોકો એ તમારા બાપદાદા લુંટારા તરીકે આ દેશમાં આવ્યા હતા અને છતાં પણ તમને સ્વીકારી લીધા છે અને તમને પોતાના ગણે છે એમને પ્રેમ આપો ને..
દર વખતે અલગ ચોકો પાડી અને જુદારો દેખાડ્યા કરશો તો સમય તમને નહિ છોડે..!
હવે નવા ઉપરાષ્ટ્રપતિને પણ એમ થોડું કેહવાય કે..
આવતા કે જતા તમારી “જાત” ના બતાડશો……ભાજપિયાની..!
ના ભઈ ના હું તો કશું બોયો નઈ ને ચાયો પન નઈ..!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા