આયલન .. ક્યારેય ના સાંભળેલું નામ પણ હ્રદય ને હલાવી ગયું ..
ત્રણ વર્ષનો માસુમ બલી ચડી ગયો આતંકવાદની વેદી પર ..!! એનો બાપ એકલો બચી ગયો, આયલનની માં અને મોટો ભાઈ ડૂબી ગયા ..એનો બાપ બચ્યો ખાલી ..પણ શું કરવા ..? ભગવાને એને પણ લઇ લીધો હોત એનું શું જાત …? બિચારો બાપ પોતાના બાળકો ને દોજખ માંથી કાઢવા ગયો અને કુદરત ભરખી ગઈ એનો સંસાર ..
દુનિયાભરના સોસીઅલ મીડિયા પર વાઈરલ થયેલો એ ફોટો જોયો એટલે કમકમાટી આવી ગઈ , દરિયાના કિનારે પડેલા એ માસુમ બાળક આયલનના બેજાન શરીર નો ફોટો..અને ઉપરથી દરિયાની લેહરો …..પ્રભુ એ બાળક ને તારી પાસે સમાવી લેજે ..દરિયાના દિલ માં તો એટલી તાકાત નોહતી કે આવા માસુમ ને પોતાનામાં સમાવે ..અને એ બાળકએ કિનારે લાવી ને મૂકી દીધો ..
સીરીયા નું ગૃહયુધ્ધ કેટલા વર્ષોથી ચાલે છે પણ હવે એ ચરમસીમાએ છે ..પશ્ચિમ એશિયાના ના દેશોમાં ચાલી રહેલા સંગ્રામથી બચવા અને એક સારી જીંદગીની આશામાં આયલનના બાપ જેવા કેટલા બધા લોકો સાદી બોટમાં બેસી દરિયો પાર કરી અને ટર્કી જવાનું રિસ્ક લે છે અને એમાં જીવ ખોવે છે થોડા સમય પેહલા જ એક આખી બોટ ઉંધી વળી ગઈ હતી અને બધા જ લોકો માર્યા ગયા હતા બારસો લોકો હતા એમાં , આ જ વર્ષમાં ૩૬૦૦ લોકો આવી રીતે મ્રત્યુ ને વર્યા છે ….
આયાલનની એક તસવીરે આખા યુરોપને હલાવી નાખ્યું , સંયુક્ત રાષ્ટ્ર એ બે લાખ શરણાર્થીઓ ને સમાવી લેવા યુરોપ ને અપીલ કરી છે ..એસાઈલમ માટે યુરોપના રાજ્નેતાઓ ભેગા થયા છે ..યુરોપ અત્યાર સુધીમાં લગભગ એક કરોડ લોકો ને સમાવી ચુક્યું છે …
એસાઈલમ એ યુરોપની વર્ષીથી સમસ્યા રહી છે , ક્યારેક શરણાર્થી એ આપણી પણ બહુ મોટી સમસ્યા રહી હતી …
ભારત વર્ષ જાહોજલાલીમાં આળોટતું હતું ને વસ્તી હતી નહિ જેવી એટલે ખૈબર ઘાટ વળોટી ને જે આવે તેને સમાવ્યા અને ખાલી સમાવ્યા નહિ પોતનામાં ભેળવ્યા ..
હજી પણ બાંગ્લાદેશી શરણાર્થી એ સમસ્યા તો ખરી..
યુરોપ માટે હમણા હમણા જ્યારથી સીરિયા અને આજુબાજુના પ્રદેશો માં આઈએસ આઈએસ નું જોર વધ્યું છે ત્યારથી શરણાર્થીઓ નો ધસારો વધી ગયો છે ..
શરણાર્થી શબ્દ બોલીએ ત્યારે આપણને સિંધી પેહલા યાદ આવે , ઘરબાર બધું મૂકી ને ભારતમાં ફેલાયા અથવા ફેલાવા મજબુર થયા ..કેવા સંજોગો ઉભા થયા હશે કે લોકો ને પોતાના ઘરબાર દેશ બધું છોડીને પેહરેલા કપડે નીકળવું પડ્યું હશે ..? વાતો ઘણી સાંભળી છે અને વાંચ્યું પણ છે ..
બહુ દર્દનાક પ્રક્રિયા છે …શરણાર્થી બનવાની પણ ભારતવર્ષના રાજપૂત રાજાઓ એ ભૂતકાળમાં એ પીડાને પોતાની ગણી અને અસંખ્ય શરણાર્થીઓ ને સાચવ્યા છે …
અત્યારે જર્મની ફ્રાંસ અને હંગેરી એ પોતાના કાયદાને બાજુ પર મૂકી અને શરણાર્થીઓ ને સમાવી લેવાની પેહલ કરી છે ..સરહદો ખોલી નાખી છે
શરણાર્થી માટે આપણે ત્યાં શરણાગત વત્સલ એવો એક શબ્દ પ્રોગ થતો હતો શરણ માં આવેલાને પોતાના જીવના જોખમે પણ આપડા રાજા રજવાડા સાચવતા અને શરણાર્થી જો રજવાડું છોડી જાય તો એના જેવી નામોશી એક પણ નોહતી કેહવાતી ..
અત્યારે એક સવાલ સોસીઅલ મીડિયા પર પૂછી રહ્યો છે આલિયાન ના મોત નો ગુનેગાર કોણ ..??
હું જવાબ આપું તો પાસપોર્ટ અને વિઝાની વચ્ચે અટવાયેલી અત્યારની રાજ્યવ્યવસ્થા … આચાર્ય રજનીશ કેહતા કે દુનિયામાંથી પાસપોર્ટ વિઝાના ચક્કરો ખતમ કરી દો , આ રત્નગર્ભા વસુંધરા ઉપર સૌનો એક સરખો અધિકાર છે , જે વ્યક્તિ ને જે રાજ્ય વ્યવસ્થા પસંદ આવે ત્યાં જઈ ને વસે , હજી બસ્સો વર્ષ પેહલા પણ આપણે જે દેશ માં જઈને રેહવું હોય તે દેશ માં રહી શકતા હતા , કોઈ પાસપોર્ટ વિઝા કે ગ્રીન કાર્ડનું ચક્કર નોહતું …
માનવ જીવન સભ્યતાના લગભગ દસ હજારથી પાંચ હજાર જૂની રાજ્ય વ્યવસ્થાના ઈતિહાસના સંદર્ભમાં બસ્સો વર્ષ એ કોઈ બહુ મોટો સમય ગાળો નથી .. હજી પણ જો આ પાસપોર્ટ અને વિઝા ના ચક્કરોને હટાવી દઈએ તો દુનિયાના રાજકારણીઓમાં બહુ મોટો ફર્ક આવે એમ છે ..
અત્યારે તો આયલનના મૃત શરીસની તસ્વીર સોસીઅલ મીડિયા પર વાયરલ થઇ અને યુરોપના દેશો અને રાજનેતાઓ ઉપર રીતસર ફિટકાર વરસાવ્યો ત્યાની પ્રજાએ એટલે મજબુર થઇ અને એમણે સરહદો ખોલી નાખી છે ..
પણ કેનેડાની સરકાર હજી નફફટ જ સાબિત થઇ છે , આયલનની ફોઈએ આયલનના પરિવારને કેનેડા બોલાવવા માટે અપીલ અને અરજી કરેલી પણ કેનેડાની સરકાર નામક્કર ગઈ ચોખ્ખી ઘસી ને ના પાડી દીધી ..
અને દુનિયાભરના સોસીઅલ મીડિયા અત્યારે કેનેડાની સરકારને રીતાસર ભાંડે છે … અને કેનેડીયન સરકાર એને જ લાયક પણ છે ..
અમારા કનકકાકાની એક કેહવત યાદ આવે છે “ દઈણા દળીને રાજ રાખવા પડે “…મતલબ એવો થાય કે રાજ કરવું હોય અને દુકાળ હોય તો રાજા એ જાતે ઘંટીએ દઈણા દળવા પડે અને પ્રજા સાચવવી પડે અને જો પ્રજા રહે તો રાજ થાય …
આવા રાજા હોય તો આયલન ઘરમાં જ રહે દરિયા કાંઠે ના મળે ..
શુભ રાત્રી
શૈશવ વોરા