આજે રાગ બાગેશ્રી યાદ આવ્યો મને ગમતા રાગ માનો એક રાગ બાગેશ્રી …
બાગેશ્રી રાગના શાસ્ત્રીય વર્ણનમાં એવું આવે કે કાફી થાટ નો આ રાગ છે ..
રાગ ની જાતી ઓડવ- સંપૂર્ણ છે અને વાદી મધ્યમ અને સંવાદી ષડજ .. ક્યાંક આનાથી ઊંધું પણ હોય છે વાદી સ્વર ષડજ અને સંવાદી મધ્યમ હોય છે ..પણ મોટેભાગે ષડજ મધ્યમ ની સંગતી ચાલ્યા કરે અને મપધ ગ ગવાય કે વાગે એટલે મારા જેવો સમજી જાય કે આ બાગેશ્રી ..
ગંધાર અને નિષાદ કોમળ લાગે અને
આરોહ માં સા ગ મ ધ ની સાં અને
અવરોહ સાં ની ધ મ પ ધ ગ મ ગ રે સા
રાગની પ્રકૃતિ શૃંગારિક છે અને ગાવા વગાડવાનો સમય રાત્રી નો બીજો પ્રહર …ધીર ગંભીર રીતે ગવાતો રાગ , છોટા અને બડા બંને પ્રકારના ખ્યાલો ગવાય ,તંત વાદ્યો કે સુશિર વાદ્ય દરેક માં વગાડવો આનંદ જ આપે બાગેશ્રી ..અને જો કસાયેલા મંજાયેલા ગળે થી બાગેશ્રી શરુ થાય તો તો આહ .. અને વાહ..
વિદુષી કૌશિકી ચક્રવર્તી ના ગાયનની લીંક ..
Watch “KAUSHIKI CHAKRABORTY: Bageshree” on YouTube – https://youtu.be/9ld0zeBaIJM
સાં ની સાં ધ ની ધ મ પ ધ ગ રે સા ….
ફિલ્મી દુનિયાનો પ્રિય રાગો માનો એક રાગ એટલે બાગેશ્રી , પુરાતન શાસ્ત્રોમાં બાગેશ્રી ના વર્ણન મળતા નથી ..પણ બહુ જ ભાવ પૂર્વક આ રાગ ગવાય છે …
Watch “Raga Bageshri based Songs” on YouTube – Raga Bageshri based Songs: http://www.youtube.com/playlist?list=PLE3B7CA6C29E5DEC3
મારી શીખેલી ચીજ માની એક ચીજ ની લીંક મુકું છું ..
Watch “Jnanendra Prasad Goswami Bageshwari – Kaun Karata Tori Binti” on YouTube – https://youtu.be/5O4VCG1zX5s
કોન કરત તોરી બિનતી પીહરવા
માનો ન માનો હમરી બતિયા
જબ સે ગયે મોરી સુધ હું ન લીની
ચાહે સૌતન કે ઘર જાગે…
સાથે ફિલ્મી ગીતો ની લીંક મુકું છું …
ઈન્ટરનેટ ઉપવાસ ના પારણામાં અપચો ના થાય માટે ..
શુભ રાત્રી
શૈશવ વોરા