ઐશ્વર્યા રાયે પોતે મિસ વર્લ્ડ બની તેના વીસ વર્ષ ની ઉજવણી અનોખી રીતે કરી …વીસ વર્ષ થઇ ગયા…!!
હજી હમણા તો એ મીસ ઇન્ડિયા માં સેકન્ડ આવી હતી એ ફેમિના મિસ ઇન્ડિયા લાઈવ પ્રોગ્રામ ટીવી પર ચાલતો હતો ,થોડાક પોઈન્ટ થી સુસ્મિતા સેન પેહલા નંબરે આવી અને ઐશ્વર્યા બીજા નંબરે … મને તો થોડું દુખ થયેલું યાર પેલી માંજરી આંખો વાળી છોકરી પેહલી આવવી જોઈતી હતી … પણ દુખ ત્યારે ઓછું નહિ સાવ ગાયબ જ થઇ ગયું જયારે સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની અને ઐશ્વર્યા મિસ વર્લ્ડ …. ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની એ સમાચાર મને બોમ્બે ની ધ રીટ્રીટ હોટેલ માં હતો અને ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હાથ માં પકડ્યું ત્યારે મળ્યા …. સુસ્મિતા સેન ની એ દિવસે બર્થડે હતી અને એને ત્યારે એવું બયાન આપ્યું હતું કે મારા જીવન ની સારા માં સારી બર્થડે ગીફ્ટ ઐશ્વર્યા એ મને આપી છે …..મિસ વર્લ્ડ નો ખિતાબ જીતી ને …
મને તો જાણે મારી ગર્લ ફ્રેન્ડ મિસ વર્લ્ડ બની હોય એવો હરખ હરખ થઇ ગયો હતો …. જોડે બે ચાર મિત્રો હતા એમને કીધું કે યાર આતો જોરદાર થયું જો એક મિસ યુનિવર્સ થઇ અને બીજી ઇન્ડિયન છોકરી મિસ વર્લ્ડ થઇ …આ પેહલા કેટલા વર્ષો થી તો એક થી દસ માં પણ આપણી દેસી સુંદરીઓ નો વારો નોહતો આવતો ..અને જો તો ખરો અલ્યા કેવી ચકાચક લાગે છે … જવાબો મિત્રો એ પણ બહુ મસ્ત આપ્યા હતા , મેં પણ ભેસ આગળ બિન વગાડી હતી ,એણે તો મસ્ત ઠંડુ પાણી મારી વાત પર રેડ્યું … અલ્યા ટોપા એ માંજરી ક્યાં તારા ઘેર એ માટલા ગાળવા આવવા ની છે .. છાનોમાનો એક હારી પકડી ને બેહીજા ને……જોકે મોટે ભાગે એ જમાના માં બધા આવા છાશીયા જ કરતા ….
બ્યુટી અને બ્રેઈન બે વસ્તુ જોડે હોય અને એ અજાયબી કેહવાય એવી સમજણ બહુધા એક ઓછા વર્ગ માં હતી …. એવી કેહવત બહુ જોર માં હતી કે રૂપ ને અને અક્કલ ને બહુ લેવાદેવા ના હોય … અને એવું થતું પણ ખરું …બહુ રૂપાળી હોય પણ ખરેખર લાંબી ના હોય તમને એમ થાય કે યાર આના કરતા તો પેલી કાળી વધારે હોશિયાર છે ….અને મારા જેવો અટવાયા કરે બે ચાર ની વચ્ચે ..પેલા ચશ્માં ના નંબર કઢાવવા જઈએ અને પૂછે ને આ સારું કે પેલું સારું ..?દર ત્રીસ સેકન્ડે કાચ બદલાય અને પૂછે આ સારું કે પેલું સારું ..? બસ મને પણ એવું જ થતું આ સારી કે પેલી સારી ….
બોલીવુડ ઘણી રૂપાળી અક્કલ વિના ની નીકળી ,જેનું છેલ્લું તાજું ઉદાહરણ મમતા કુલકર્ણી નું …એ ક્રિમીનલ માં ભરાઈ અને જેલ માં ગઈ …આવા ઘણા ઉદાહરણો બોલીવુડ માં છે … પણ ઐશ્વર્યા જેટલી અક્કલ વાળી એકે ના નીકળી …..બચ્ચન જેવું ખોરડું પાક્ડ્યું અને ચુપચાપ બેસી ગઈ ….મારા જેવો પકડ્યો હોત તો સવારે પોણા પાંચે ઉઠી ને છોકરાના ટીફીન બનાવી ને ભરવા પડત …. આ તો હેઈ જલસા માં જલસા કરો અને આવડું મોટું નામ … પેલું કહીએ ને હામ ,દામ અને નામ બધુય મળ્યું …. જોકે એમના સાસુમા પણ હોશિયાર ખરા …સમય વર્તે ઘર વાળી લીધું ….વર ને કોઈ પણ વાર રેખા કે લક્ષમણ રેખા પાર ના કરવા દીધી ..
હવે આજ ટોપિક ને થોડું સેન્સ વાળી વાત પર લઇ જાઉં .. બ્યુટી નો એક બીજો મતલબ સુંદરતા….ખાલી તન ની નહિ પણ મન ની સુંદરતા ની વાત … આપણે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ ને શું કહીશું બ્યુટી વિથ બ્રેઈન…. કેહવાય હા ચ્ક્કાસ કેહવાય શારીરિક સુંદરતા ના માપદંડો ને આવી મહાન વિભૂતિઓ ક્યાય પર થઇ ગઈ હોય છે અને દુનિયા ની તમામ સુંદરતા એમની મન ની સુંદરતા ની સામે પાણી ભરે અને બ્રેઈન માટે કઈ પૂછવાનું જ ના રહે …બીજું ઉદાહરણ લતાજી , ત્રીજું એ આર રેહમાન , ચોથું પાંચમું નામ એમ વિચારતા જઈએ તો ફક્ત શારીરિક સુંદરતા ને તો આ બધી સુંદરતાઓ ક્યાય પછાડી ને પાછળ ફેંકીદે …સારા વાણી વર્તન અને મન આ બધું શારીરિક કુરુપતા ને પણ ઢાંકી અને સુંદરતા નું વરદાન બક્ષે …અને ઘણી વાર અત્યંત દેખાવડા લોકો પણ તમને કે મને દીઠા નથી ગમતા …… અને તદ્દન સામાન્ય દેખાવ વાળી વ્યક્તિ ને વારે વારે મળવા નું અને પ્રેમ કરવાનું મન થાય …
ક્યારેક હૃદય અને આધ્યાત્મિક સુંદરતા ની વાત કરશું પણ ખાલી આવી સુંદર વ્યક્તિઓ ના ઉદાહરણ આપી દઉં તો બે નામ કાફી છે …મધર ટેરેસા અને શ્રી અરવિંદ …..
શુભ રાત્રી
– શૈશવ વોરા