ભ્રષ્ટાચાર દિવસ ગયો..!
બપોરે ફોન આવ્યો હતો ટોક શો માટે અને આપણો ફેવરીટ ટોપિક બોલવા માટે નો, વીસ પચ્ચીસ મિનીટ તો ક્યાંય ખેંચી નાખું ,પણ ઘોડે ચડેલા વરરાજા ને મનાવવાનો હતો તે ત્યાં પોહચી ગયા..!!
એટલે થયું લાવ આઠસો હજાર શબ્દો લખી પાડું..!
પેહલા તો હું ભ્રષ્ટાચાર ની સંધિ જ છૂટી પાડું ..
ભ્રષ્ટ + આચાર = ભ્રષ્ટાચાર..!!
હવે બોલો આપણો આચાર
કેટલો ભ્રષ્ટ
છે ? કેટલો કરપ્ટ છે ?
જીવનના તમામ લેવલે આપણે લગભગ કરપ્ટ છીએ , ધક્કો મારી ને ધરમ ના કરાવે ત્યાં સુધી ધરમ પણ ના કરીએ , લુચ્ચાઈ રગ રગ માં ભરી છે ,
બીજા કરતા હું કઈ રીતે સારો , સાચો અને જેન્યુઈન એ બતાડવા માટે સાપેક્ષ પદ્ધતિ ની ઉપયોગ કર્યો છે અને જીવનના માપદંડ જ એવા ગોઠવ્યા છે કે કરપ્ટ થયા વિના છૂટકો જ નથી..!!
બહુ સામાન્ય વાત કરું તો બાળપણમાં મને ગાળ બોલતો રોકવામાં આવતો હતો , ડોક્ટર દંપતીના સંતાનથી ગાળ ના બોલાય સંસ્કારી મારે રેહવાનું ,
પણ પછી જે મારી ખેંચવામાં આવતી ટોળાશાહી દ્વારા કે મારે મારો આચાર
બદલાવો પડ્યો અને ધાણીફૂટ ગાળો આપું પછી તો ..
મારા “આચાર” ને “ભ્રષ્ટ” મેં કર્યો ત્યારે જીવનની બહુ નાની પણ સમસ્યા ખરી જેનો અંત આવ્યો..!!!!
એક એટલો બધો હાઈપોથેટીક્લ ઢાંચો ઉભો કર્યો છે કે જેમાં આચાર ને ભ્રષ્ટ ઉર્ફે કર્યા ભ્રષ્ટાચાર સિવાય જીવવું અઘરું થઇ ગયું છે..!! કદાચ શક્ય જ નથી..!!
હવે પેલું ગીત .. રિશ્વત દેના તો ખુદ પાપા ને હી સિખાયા..!!!
આ ગીત ગવાય છે ત્યારે ગળામાં ખરેડી પાડી ને ગવાય છે ,
બહુ લાગણી કે વજન ઉમેરવું હોય ગીતમાં ત્યારે આખા ગીતમાં એકાદ બે વાર ગળામાં ખરેડી પાડી દેવાની ,આવું અમને અમારા સંગીત ગુરુજી કેહતા , અને પછી એ જગ્યા પબ્લિક મરી પડે ..આ..હા.. શું ગાયું છે ..!! શું શબ્દો છે..!! વાહ વાહ થઇ જાય .. મર્મસ્થાન ઉપર ઘાત થાય..!!!
રિશ્વત દેના પાપા ને સિખાયા .. ગાતા ગાતા ગળામાં ખરેડી પાડી દીધી .. અને લાઈન અમર કરી મૂકી , હવે શું ?
પાપા એ કેમ શીખવાડ્યું ? પાપા ને રિશ્વત આપતા શીખવાડવા નો આનંદ લેવો હતો ? પોતાના છોકરા ને ભ્રષ્ટ કેમ કર્યો ? પાપા એ કાયદો તોડતા કેમ શીખવાડ્યું ? સીસ્ટમ ની સામે થતા પાપા એ કેમ શીખવાડ્યું ? જેમણે નથી શીખવાડ્યું એના છોકરા કેવા રહી ગયા છે ?
છેલ્લા ચૌદસો વર્ષમાં આ દેશમાં જેને જે જગ્યા મળી કે પોતાની પોઝીશન બનાવી એનો કોઈ ને કોઈ રીતે લાભ લીધો છે અને જેમણે બિલકુલ લાભ
નથી લીધો એમણે પણ “મેં લાભ નથી લીધો” અને હું સિધ્દ્ધાંતવાદી
અમે સાદા સીધા એમ કરી ને સમાજ પાસે ફૂટેજ
માંગ્યું છે અથવા તો પોતાના ઘરના ના લોહી પીધા છે..!!!
સંસારમાં રહી ને સાધુત્વની વાતો કરે .. જંગલ , જંગલ .. બ્રો ..ઉપડો..!!!
છોકરા વહુ અને દીકરી જમાઈ હેરાન હેરાન થઇ જાય..!!
કેમ એવી સીસ્ટમ ડેવલપ કરી કે થઇ કે જેનાથી ભ્રષ્ટ પ્રજા નું નિર્માણ થયું..?
બીજા ભ્રષ્ટ આચાર ને બાજુ ઉપર મૂકી અને ખાલી ને ખાલી રૂપિયા ના ભ્રષ્ટાચાર ની વાત કરીએ તો કેમ આવી સીસ્ટમ આવી ?
મોટું કારણ દેખાય છે પરદેશી શાસન વ્યવસ્થા..!!
છેલ્લા હિંદુ રાજા પૃથવીરાજ ચૌહાણ ના પતન પછી જે કોઈ શાસક આ દેશ ઉપર આવ્યો એ બધાએ હિન્દુસ્તાન ને લુંટી અને ક્યાંક ઘરભેગા થવા ની ખેવના રાખી ,
એ વાત અલગ છે કે મુઘલ શાસકો ની વચ્ચે ની પેઢી ને જવા માટે ઘર જ નોહતા રહ્યા એ જ્યાંથી આવ્યા હતા ત્યાં એટલે અહી ના અહીના અહી રહી ને દમન કર્યા , કન્ટ્રોલમાં રાખવા ધર્મ નું પત્તું ઉતર્યા , વટાળ પ્રવૃત્તિ કરી અને એમાંથી બચવા એક ધારો પ્રજા એ મનમાં પાડી દીધો, જ્યાંથી જે મળે તે લઇ લેવું અને સરકાર ને બીલકુલ બતાડવું નહિ , જમીનમાં દાટી દેવું ,
ત્યાં સુધી જમીનમાં દાટી દેવું એ શીખવાડ્યું કે પાંચીકા રમતા રમતા પોઈન્ટ થાય ને એને પણ સો ભોંયમાં એમ બોલે પછી એ પોઈન્ટ બળી ના જાય..!!!
ટૂંકમાં જીનેટીક્સમાં ઘાલી દીધું કે ભોંયમાં દાટી દેવું ..!!
અને અધિકારી જેની પાસે અધિકાર આવ્યો એને પણ ભોંયમાં દાટતા આવડતું હતું એટલે કર ઉર્ફે ટેક્ષ કે જે કઈ હાથમાં લાગે એમાંથી રાજ ની તિજોરીમાં ઓછું જમા કરાવી ને ભોંયમાં દાટવું ..!!
પછી અંગ્રેજી સલ્તનત આવી .. રાજ્ય વ્યવસ્થા એવી રીતે ગોઠવાઈ કે એકે ય ભારતીય જે અંગ્રેજની કદમબોસી ના કરે એ રૂપિયાવાળો ના થાય, ઉત્પીડન એટલું બધું થયું કે ભોંયમાં દાટેલા ને પણ ખોદી ખોદી ને કાઢી જવામાં આવ્યા સોના ,ચાંદી વગેરે વગેરે..!! અને આજે પણ ચાલુ જ છે એ “ખુલ્લા વૈશ્વિક બજારો” (ગેટ) ના નામે ભારતભૂમી તો છોડો આખે આખી રત્નગર્ભામાં ક્યાંય પણ કોઈ પણ સ્વરૂપમાં નીકળતા રત્નો ઉપર આજે પણ રાણીમાં દીકરાઓ નો જ હક્ક છે..!!!
અમેરિકન ઝંડા ના રંગો યુનિયન જેક ઉપરથી લેવામાં આવ્યા છે , બાકી કેટલા દેશોના ઝંડામાં યુનિયન જેક છે કે પછી કરન્સી ઉપર મહારાણી બેઠા છે એ જરાક ગુગલ કરી લેજો..!!
ભારત વર્ષ ની કેહ્વાતી આઝાદી નો એક પાયો હતો ના-કર આંદોલન , અમે તમને કર નહિ આપીએ , છેક ચૌદસો વર્ષે પરજા ને જગાડવી પડી અને જાગી કે આપણે કર ઉર્ફે જકાત આપીએ છીએ એ નહિ આપીએ તો વિદેશી તાકાતો આપણને છોડી ને જશે..!!
અહિયાં કેહવાતી આઝાદી શબ્દ એટલે વાપરવો પડ્યો છે કેમકે હજી પણ ભારત નહિ કોઇપણ દેશ ને વીટો
ના નામે દબાવી ને જગત જમાદાર તમારી ને મારી ઉપર રાજ કરી રહ્યા છે..!! પરમાણુ ધડાકા પછી કેટલા સેન્કશન દુનિયા એ આપણે માથે માર્યા હતા એ જરાક જોઈ લેજો..!!
ઓવર ઓલ મનસા ,વાચા ,કર્મણા ક્યાંક તો કરપ્ટ થવું જ પડે છે દરેકે,
કોઈ એક એવી આદર્શ વ્યવસ્થા ગોઠવાઈ જ નથી અને એની પાછળ ના ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે ..
ત્રેતામાં રાવણ માનસિક કરપ્ટ થયો , દ્વાપરમાં મનસા અને વાચા કરપ્ટ થઇ અને કલી માં કર્મણા + વાચા +મનસા બધું કરપ્ટ થયું..!!!
ગૌતમ બુદ્ધ ની વાર્તા યાદ આવે છે .. એક લોટો પાણી એવા ઘરમાંથી લઇ આવ કે જ્યાંથી કોઈ નું મૃત્યુ ના થયું હોય..!!
એક અંજલિભર પાણી લઇ આવ વત્સ કે જેના ઘરમાંથી કોઈએ ટ્રાફિક પોલીસ ને કે કોઈ બીજા અધિકારી ને એક રૂપિયા ની લાંચ ના આપી હોય ..!!
સામાજિક સ્વીકૃતિ છે ભ્રષ્ટાચારને , ઋષિ નું ગોત્ર ,નદી નું મૂળ એની સાથે જોડી દીધું દાન માં લેવાતા રૂપિયાનો સ્ત્રોત ના પુછાય..!!
૧૦૦ ટકા ડામી તો નહિ શકાય પણ ઈ-પેમેન્ટ ઘણા બધા અંશે કન્ટ્રોલ કરી આપે રૂપિયાના ભ્રષ્ટાચારને , સરકારી અને તમામ પગારદારો એ ફક્ત ને ફક્ત ઈ-પેમન્ટ જ કરવા ,શાક લેવા માટે પણ આવું ફરમાન બાહર પાડી શકાય પણ પેહલા રાજકીય પક્ષોના “દાન” સો ટકા ચેક નું ગોઠવવું પડે..!!
આટલું થશે તો ધંધા વાળા આપોઆપ ફસાશે..!
બાકી મનસા ,વાચા ,કર્મણા .. ક્યાંક તો ભ્રષ્ટ થવું જ પડે છે..!!!!
આદર્શ સમાજ નું નિર્માણ અશક્ય છે , નજીક ચોક્કસ જઈ શકીએ..!!
પ્રયત્ન કરવો રહ્યો..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)