નરેન્દ્ર મોદી બિહારમાં જીતી ગયા , હું ગાંડો નથી થઇ ગયો પણ હકીકત છે ….
ગુજરાતમાં જે રીતે સોનિયા ગાંધી કઈ પણ બોલે ( મોતના સોદાગર ) અને એ વાતને આખા ગુજરાતની વિરુદ્ધમાં મૂકી દેવામાં આવતી , અને દરેક ગુજરાતી પોતે આહત થતો હતો ,અને એવું માનતો કે મને પોતાને સોનિયા ગાંધી મેહણું મારીને ગયા ..
અને એવું જોરદાર કોંગ્રેસ વિરોધી વાતવરણ ઉભું થતું ને જેમ ગુજરાતીઓ એ દરેકે દરેક ચુંટણીમાં કોંગ્રેસને રીજેક્ટ કરી એમ બસ એમ જ નરેન્દ્ર મોદીની આ જ થીયરી ને નીતીશકુમારએ બિહારમાં વાપરી અને નરેન્દ્ર મોદીની ભાજપને હરાવી…ટેકનીકલી જોઈએ તો નરેન્દ્ર મોદીની થીયરી જીતી ગઈ ….
બિહારમાં જઈને બિહારી ને કીધું કે તારા ડીએનએ ખરાબ છે .. બહુ ભારે પડ્યું બંને ગુજરાતીને .. કેવી રીતે ભૂલી ગયા કે કોઈપણ શસ્ત્ર આપણે વાપરીએ એટલે પેહલીવાર જ આપણું પછી તો દુનિયાને ખબર પડી જાય કે આવું પણ શસ્ત્ર છે…!!!
અને એ શસ્ત્ર બહુ જ સરસ રીતે બિહારમાં વપરાયું…અંતે બિહાર બિહારીનું થઇ ને જ રહ્યું …!
નીતીશકુમારે કેટલી બધીવાર ભરી સભામાં કીધું …..ક્યા આપ લોગ ચીફમીનીસ્ટર ગુજરાત સે લાઓગે યા બિહાર સે ?
આ સવાલે જનતાને વિચારતી કરી મૂકી ..!! અને બિહારી જનતાએ લાઉડ અને ક્લીયર મેસેજ આપ્યો …
ના આ આ આ આ … બિહારને બિહારનો જ મુખ્યમંત્રી જોઈએ …!!!!
અમિત શાહ હારી ગયા ,અને લાલુપ્રસાદ જીતી ગયા … બરાબર ચોકઠા સામસામે ગોઠવાયા હતા ત્રીસ સભાઓ કરી નરેન્દ્ર મોદીએ પણ બહુ જ ભારે પડી બધી સભાઓ ,
દરેક સભાની ભીડ વધારે અને વધારે કન્ફયુઝ થતી ગઈ કે અમારે શું કરવું ? અને છેવટે મેલ કરવત મોચી ના મોચી જેવો ઘાટ થયો …અને થપ્પો માર્યો નીતીશકુમારના નામે …
હવે મુદ્દાસર ગોઠવું તો ..
૧) લોકસભાનું ચુંટણી વખતે કરેલી પંદર લાખની વાર્તા બાઉન્સબેક થઇ…
દિલ્લી પછી બિહાર હાથથી ગયું .. બોલવામાં ભાન તો રાખવું જ પડશે જાણતા કે અજાણતા કરેલા એકપણ બફાટને વિરોધીઓ પકડી પકડી ને ધુણાવે છે ..એકે એક જણ ટાંપીને બેઠો છે ,લૂલી કાબુમાં નહિ રાખો તો વાત નું વતેસર થશે એ નક્કી .. કાળું ધન હજી ક્યાયથી પાછું આવ્યું નથી ..!!
૨) બિહારમાં જો મહાગઠબંધન જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે …
આવો એક બહુ ખતરનાક મેસેજ ફેરવાયો બિહારમાં, આખા બિહારની જનતાને એમ લાગ્યું કે યાર અમે પાકિસ્તાની છીએ ? શું પાછલા દસ વર્ષમાં અમે પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે ? ખેલ ખલાસ બાજી બગડી …
૩) કોઈપણ બિહારી મુખ્યમંત્રી પ્રોજેક્ટ ના કર્યો
બહુ ગાળો પડી… મુખ્યમંત્રી કોણ ? વન ટુ વનની લડાઈમાં સૌથી મોટો ખૂણો ખાલી છોડ્યો , દિલ્લીમાં કિરણ બેદીને પ્રોજેક્ટ કરીને માર પડ્યો હતો અને વગર કોઈને પ્રોજેક્ટ કર્યે હરિયાણામાં જીત્યા હતા એટલે બિહારમાં હરિયાણવાળી કરવા ગયા પણ ખાલી ખૂણો ઘણો નડી ગયો આજે …
૪) આખી ચુંટણી ગુજરાતી વિરુદ્ધ બિહારીની થઇ ગઈ
આખી ચુંટણીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી ને “પારકા” સાબિત કરવામાં સંપૂર્ણ સફળ રહ્યા નીતીશકુમાર અને લાલુ યાદવ ..સેહજ ભનક પણ ના પડી અમિત શાહને કે અમને બિહારની જનતા પારકા માને છે ….સખત ટીપાઈ ગયા
૫) નેગેટીવ પ્રોપેગેન્ડાને લોકો એ રીજેક્ટ કર્યો ” જંગલ રાજ “
બિહારની જનતાએ બહુ જોરદાર રીતે દિલમાં ઉતારી લીધું અમે જંગલ રાજમાં રેહતા માણસો અને જંગલી નથી …
૬) લોકલ નેતાઓને સાવ હાંસિયા પર ઉતારી નાખી અને કમાન હાથમાં લીધી , દાખલ તરીકે શત્રુઘ્નસિન્હા ..
બધે જ હું હું હું અને હું નડ્યું …
૭) દાળ ના ભાવ અને મોંઘવારી મારી ગઈ
અચ્છે દિન જનતા શોધી રહી છે અને પ્રધાનમંત્રી પરદેશ ફર્યા કરે છે, બહુજ ખરાબ મેસેજ ગયો ..
આ દેશ વર્ષોથી ચમત્કારોની રાહ જોવા ટેવાયેલો છે ,નરેન્દ્ર મોદી ને પ્રધાનમંત્રી બનાવી દીધા અને કોઈ ચમત્કાર કેમ નથી ? ચમત્કાર નથી એટલે નમસ્કાર ના થાય ..અને હવે તો દોઢ વર્ષ થયું
૮) બિહારના જાતિવાદને સમજવાની નિષ્ફળતા
નવી પેઢી જાતિવાદને નથી માનતી પણ જૂની પેઢીના બધા જ મતદારો એ જાતી ને જ મત આપ્યા અને જાતિવાદના જુના ખેલાડીઓની જીત , ઓવેસીની જબરજસ્ત હાર છે એટલે કોમ્યુનલ પોલારાઈઝેશન ચોક્કસ નથી , પિછડા અને દલિત અને મહાદલિત કોણ જાણે કેટલા ખેલ ખેલ્યા બધું ઊંધું પડ્યું …
૯) માંઝી ને સાથે લીધા એ ભૂલ
કઈ લખાવા જેવું જ નથી
૧૦ ) નીતીશકુમાર ની પોતાની ચોખ્ખી છબી કામ કરી ગઈ
એકપણ કૌભાંડમાં સંડોવાયેલા નથી નીતીશકુમાર , અને નીતીશકુમાર ના પુણ્યે લાલુપ્રસાદ ના પાપ ધોવાઈ ગયા …
૧૧) વડાપ્રધાન થઇ ને મુખ્યમંત્રીની ચુંટણી લડવા ગયા
હવે આમાં પણ ક્યાં કઈ કેહવા જેવું છે ..!! ગજથી હેઠા ઉતરો રાજ …!!
૧૨) પ્રશાંત કુમાર
અમિત શાહ ને છોડીને નીતીશકુમાર સાથે થઇ ગયા
પ્રશાંત કુમાર એ નવું નામ છે દુનિયા માટે , પણ આ એ માણસ છે જેણે આટલા વર્ષો અમિત શાહ ના પ્રચારની કમાન સાંભળી હતી ..જોરદાર માર્કેટિંગના આ માણસ છે અને ચુંટણીના મેનેજમેન્ટનો કાબો માણસ છે ,અને એ જઈને ભળ્યા નીતીશકુમાર જોડે …
અને હજી પણ નરેન્દ્ર મોદી કે અમિત શાહ બહાર આવી અને પોતાની હાર સ્વીકારવાની તૈયારી નથી બતાડતા ,
લોકોને હમેશા સ્પીરીટવાળો માણસ ગમે છે જેનું ઉતમ ઉદાહરણ કેજરીવાલની સફળતા છે , પેહલી સરકાર કુરબાન કરી કેજરીવાલએ અને ખેલદિલીથી પોતાની ભૂલ સ્વીકારી ,અને પરિણામ…ભયાનક બહુમતી મળી ..!!!
ફેસબુક પર બહુ બધા મેસેજ ફરતા થઇ ગયા કે બિહાર હવે વધુ પાછળ જશે , ના એ બધું ખોટું ..હવે પાછળ નહિ જાય પણ આગળ નહી જાય એ પણ નક્કી છે ,
પણ બીજું એક ફેક્ટર હેરાન કરનારું થશે ,જનતા પરિવાર એ ફરી પાછો જોર મારશે , પાછળ બંગાળ અને ઉત્તર પ્રદેશ ડંકા વગાડે છે ..
નવી પેઢી જનતા પરિવારમાં સત્તાના સુત્રો સંભાળશે લાલુપ્રસાદ અને રાબડી દેવીના સંતાનો પેહલીવાર સત્તામાં ક્યાંક દેખાશે …!!
સવારથી ચેનલો એ બહુ જ મોટા બ્લંડર કર્યા બધી ચેનલો એ તો ભાજપના મુખ્યમંત્રી નક્કી કરી નાખ્યા જ હતા ,પણ ઈ ટીવી એ તો પેહલી મિનીટથી મહાગઠબંધનને વિજેતા ઘોષિત કરી નાખ્યું હતું …
સવારે ટીવી જોતા એવું લાગ્યું કે રવીશકુમાર વિરુદ્ધ રજત શર્મા ચાલી રહ્યું છે , ક્યાય ન્યુટ્રલ પત્રકારિત્વ દેખાતું નથી અને સાંજ સુધીમાં તો બરખા દત ફૂલ ફોર્મ માં આવી ગયા ..
આ દેશના પત્રકારો એક બહુ જ ભયંકર રમતો રમી રહ્યા છે દેશની સાથે , ભાજપ અને કોંગ્રેસ કે સામ્યવાદીઓ ના પત્રકાર ચોખ્ખા જુદા દેખાઈ આવતા હતા ..તરી આવતા હતા
એક ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે દેશ માટે .. દેશની ચોથી જાગીર સતા પક્ષ અને વિપક્ષમાં વેહચાવુ એ આપણા લોકતંત્ર માટે એક જાન લેવા બીમારી સાબિત થશે ..
એક બ્લોગર તરીકે આજે મારે પત્રકારોના કાન આમળવા જ પડે મારે …!!
આજે દિવસ દરમ્યાન અર્ણવ ગોસ્વામીને અને બીજા એકાદ બે ને બાદ કરતા લગભગ તમામ પત્રકારો ના કપડા ઉતારી ગયા છે …તદ્દન હરામી સાબિત થયા
એકે એક જણા …જૂઠ અને ફરેબ એમના સાચા અને જુઠા …નામ નથી લખતો કારણ કે મારે ઘેર બૈરી છોકરા છે …!!!
એમના મોઢા ચાડી ખાઈ ગયા હતા નાલાયકોના સવારના રીઝલ્ટ વખતે ,અને પછી જોરદાર પલટી આવી રીઝલ્ટમાં ત્યારે ઉતારેલા મોઢા ખીલી ગયા અને ખીલેલા મોઢા ઉતરી ગયા …
અલ્યા શૈતાનો શું તમે બીજેપી કે વિપક્ષના એજન્ટ છો ? તમને શું ફરક પડે છે ? પેઈડ ન્યુઝના રૂપિયા લઇ લઈને ઈમાન ધર્મ બધું ભૂલી ગયા છો ?
હા સાચી વાત છે .. અમે તો વેચાયેલા અને વેહચાલેયા છીએ , દેશનું જે થવું હોય તે થાય …
ફેસબુક પર બહુ નિરાશાવાદી કોમેન્ટ લોકો મુકે છે ,જેટલા ખરાબ માનીએ છીએ એટલા ખરાબ નીતીશકુમાર નથી , ચોક્કસ પાકિસ્તાનમાં ફટકડા નથી ફૂટ્યા ..દરેક વસ્તુ માપમાં શોભે
હા રાબડી નંદનો હવે કયા ગુલ ખીલવે છે એ જોવાનું રેહશે …
ચાલો બહુ જીવ ના બાળતા દોસ્તો કોઈ લાંબો ફેર નહિ પડે, જે ચાલતું હતું તે જ ચાલશે કોઈ જ આસમાની સુલતાની નથી થઇ …આ દેશ કોઈ એક ના લીધે નથી ચાલતો મોજ કરો અને દિવાળી મનાવો ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા