અલ્યા આ અમદાવાદની અક્કલને શું થયું છે ???
બેહર મારી ગઈ છે ????
સવારથી ઓછામાં ઓછા 40 જણાએ ચણાચોર ગરમ વાળાના વિડીયો મોકલ્યા છે, બધાને ગ્રેટ ગ્રેટ વર્ક થઈ ગયું છે..!!
મૂર્ખાઓ આમાં સૌથી પહેલો ડફોળ હું બન્યો હતો, પણ નસીબ સારું હતું કે બચી ગયો…
સચિન ટાવરથી આગળ રોડ ડીવાઈડર ઉપરથી આવી જ રીતે એક જણાએ ચણાચોર ગરમનું એનું કાવડિયું ઊંધું પાડી દીધેલું , અને આપણે ઊભા રહી ગયા , ભેગું કરવા ગયા… એનું બધું ..
ત્યાં ચાર પાંચ સાથે જિમ કરતા છોકરા આવી ગયા ..
અરે ભાઈ આ દાવ કરે છે .. આગળ પ્રેરણાતીર્થથી આવી જ રીતે ભેગું કરીને આવ્યો છે હમણાં જ..
એટલે મારા મોઢામાંથી એક મણની ગાળ નીકળી…
હા પેલી જ ગાળ હો, સુરતમાં બોલાય ને એ જ ..અને એનો કાંઠલો ઝાલ્યો , છોકરાઓએ બે કાન પટ્ટાની સટ્ટાક રસીદ કરી દીધેલી.. એના બધા જ ચણાચોર ગરમ ત્યાનો ત્યાં એની પાસે મુકાવડાઈ અને એને રવાના કરી દીધેલો…
હવે તમારે શું કરવું જોઈએ એ તમે નક્કી કરો…
કેટલા બધા લોકોએ પાછા પોતાની સ્ટોરીમાં પોસ્ટ કર્યું છે રી-શેર કર્યું છે કે આ અમદાવાદ છે અહીંયા ચણાચોર ગરમ વાળાને આમ થાય, તેમ થાય,
હવે છાનીમાની બેસ મૂરખ બની છે દોઢ ડા’ઈ ( ડાહ્યી) …રૂપિયા કાઢી ગયો તમારા..
સાહેબ, નર્મદાના પાણી ઝટ સાબરમતીમાંથી ખાલી કરો , ઓરીજનલ સાબરમતીનું પાણી ધરોઈમાંથી છોડીને અમદાવાદીઓને સાબરમતીનું પાણી ફરી એકવાર પીવડાવવું પડે એવો સમય આવી ગયો છે ..
લોકોની નસોમાંથી સાબરમતીનું પાણી નીકળી ગયું છે ,અમદાવાદ દિમાગની બદલે દિલથી વિચારતું થઈ ગયું છે ,
આ ધંધા અમદાવાદ એ ક્યારે કરવાના શીખ્યા ….??
અહીંયા દિલ દરિયા જેવું કોઈ હોય જ નહીં…!
આ એ ભૂમિ છે જ્યાં કયું સ્ટેશન આવ્યું ? એમ પૂછો તો એમ કહેતા કે ચાર આના આપ તો નામ કહું અને સામેવાળો એમ કહેતો કે ખબર પડી ગઈ અમદાવાદ આવી ગયું …!!!
અહીંના શેઠિયાઓ ભીખ પણ મફત નહોતા આપતા, પહેલા એકદમ ચોખ્ખું ચણાક આંગણું હોય ને તો પણ એક વખત ઝાડું મરાવી દે પછી જ એને પૈસા આપે… ખરા દયાના સાગર ઉમટે છે બાકી અમદાવાદમાં હવે..
ઘણા વખતથી અમુક ટ્રસ્ટ એક વાન લઈને ઊભા રહી જાય છે , એમાં બધું જમવાનું સામગ્રી સામાન ,થાળીઓ સુધ્ધાં લઈને આવે છે અને બધાને જમાડતા હોય છે , મને તો લાગે છે એ પણ ખોટું છે ,શ્રમ વિનાનું ભોજન ના હોય..
એમ કોઈને કામ કર્યા વિના જમાડી દેવા એ સમાજને નિર્માલ્ય બનાવવાની વાત છે, જે સમાજ કામ નથી આપી શકતો પણ મફત ભોજન આપે છે એ સમાજ આવનારા પડકારોનો સામનો નથી કરી શકતો અને એનો અંત બહુ ઝડપથી થાય છે…
દયા ડાકણને ખાય …આ ચણાચોર ગરમવાળામાંથી જો શીખવું હોય તો આખા અમદાવાદ એ શીખવા જેવું છે, ચાર રસ્તા ઉપર ઉભેલા ભિખારીઓ એમને પૈસા આપી અને એવી કઈ તમારા માટે સ્વર્ગની સીડી તમે નીચે ઉતારી લ્યો છો…??
ભાઈઓ અને બહેનો આ મોટું સ્કેમ છે , જેમ પેલા બહારગામથી આવેલા લોકો એમ કહે કે હવે અમારી પાસે પાછા જવા રૂપિયા નથી મદદ કરો , અમે બાધા કરવા આવ્યા હતા .. વગેરે વગેરે આવું બધું એમ આ પણ એક મોટું સ્કેમ છે , તંત્ર ને વિનંતી રીલ ને તાત્કાલિક ઉતારી લેવડાવી અને બીજાને ફસાતા બચાવો …
જય હિન્દ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*