નોરતા પત્યા ખુબ મજા કરી , દોઢીયા ,પોપટિયા ,બે તાલી ,હીંચ બધું કર્યું … જુન નવા બધા ગરબા પર ઝૂમ્યા , જોડે ઘાંટા પાડી પાડીને ગાયા પણ ખરા …લેબુડી ના લીલા પીળા પાન ..
મારી નાની દીકરી મને પૂછે ડેડી કેટલા ગરબા તમને મોઢે છે ?મોટી દીકરીએ એ જવાબ આપ્યો બસ્સો તો ખરા નહિ ડેડી .. વિચારતો કર્યો મને .. વાત તો સાચી જુના પ્રચીન અર્વાચીન લોકગીત .. થોડ્ડું જુદી રીતે કહું તો નરસિંહ મેહતાથી અવિનાશ વ્યાસ ..અને રાસ બિહારી દેસાઈ ,…
કેટ કેટલા નામ આવે સરોજબેન ગુંદાણીના શિખવાડેલા જ ત્રીસ ચાલીસ અને દિવાળીબેન ભીલના સાંભળેલા , પ્રફુલ દવે અને હેમન્તભાઈ …અવિનાશભાઈ વ્યાસના ગીતો અને ગરબા અદ્ભુત …વેણીભાઈ પુરોહિત ..મને ઘણી વાર થાય કે આ ગુજરાતી એફ એમ રેડિયોવાળા શા માટે ક્યારેય કોઈ ગુજરાતી ગીતો કે ગરબા નથી વગાડતા ..?ઓછા માં ઓછા પાંચસો ગુજરાતી ગીતો અને ગરબા છે જે ખરેખર ખુબ કર્ણપ્રિય છે
એક આખી નવી પેઢી ગુજરાતી અત્યારે ગુજરાતી ગીત, સુગમ સંગીત, અને ગઝલોમાં આવી ગઈ છે અને જે ખરેખર ખુબ સરસ ગાય છે, નામ લેવું હો તો ઐશ્વર્યા મઝમુદાર …પણ કોણ જાણે શું આ રેડિયાવાળાઓ ને પેટમાં દુ:ખે છે ..?
દિવસ આખો હનીસિંગ થી લઇ ને રફતાર અને રાત પડે પુરાની જીન્સ ના નામે કિશોરકુમાર અને આશાજી કે લતાજી ના ગીતો ..પેલું ..મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડ હૈ … બસ્સો વખત સાંભળ્યું .. પછી અબખે પડી જાય એક ના એક ગીતો સાંભળીને
રફી સાહેબ ,મુકેશજી અરે રાજકપૂરનો એક આખો જમાનો હતો અને હજી પણ એ ગીતો એટલાજ મેલોડીયસ લાગે છે..પણ રાત્રે નવ વાગ્યા પછી તો બધા એફએમવાળા લગભગ એકના એક ગીતો માથે મારે છે છેવટે વિવિધભારતી નો સહારો લેવો પડે..
બેક ટુ નવરાત્રી .. મજાની રહી આ વખતે નવરાત્રી ,સ્કૂલો અને કોલેજોની પરીક્ષા સપ્ટેમ્બરમાં પૂરી થઇ ગઈ હતી એટલે છોકરાઓ મન મૂકી ને નાચ્યા જોડે અમારા જેવા અતિઉત્સાહી માંબાપ પણ ..
કોઈ નવું નાટક કે ફેક્ટર બહુ જોવા ના મળ્યા ,ખાલી એક ગ્રુપ અડધી રાત્રે ગોગલ્સ પેહરીને ગરબા કરતુ હતું , મારી દીકરીએ એ પૂછ્યું મને ડેડી આ લોકો ને કંજકટીવાઈટીસ થયો છે ..? એટલે ગોગલ્સ પેહર્યા છે ? હું ખડખડાટ હસી પડ્યો ..
ગુલમોહર ગ્રીન્સ અને ગોલ્ફમાં ગરબા રમતા રમતા મારી નજર ચંદ્ર પર પડી ..મસ્ત રીતે એકલો એકલો અમને જોતો હતો પણ તરત જ કોઈ રમણીએ નજર મારી હશે એટલે સંતાઈ ગયો ( 27 નાર ના ભરથાર છે )..પણ મારા એસએલઆરમાં ઝલાઈ ગયો..
મારા હાર્ટ નો ટીએમટી થઇ ગયો ..સળંગ બે કલાક રમ્યા ઝભ્ભો પલળ્યો પરસેવાથી ..પણ શ્વાસના ચડ્યો .. હવે આવતા વર્ષે.. મા`ડી આવી ને આવી રીતે રમાડતી રેજે..
દશેરા પણ પત્યા દિવાળીનું કાઉન્ટડાઉન ચાલુ થઇ ગયું જેમ જેમ બોનસ અપાતા જશે તેમ તેમ બજારોમાં ભીડ વધતી જશે, પેહલી તારીખથી સાતમી નવેમ્બર સુધીમાં ઘણી કંપનીઓ બોનસ આપી દેશે પછી હૈયે હૈયું દળાય એવી ભીડ થશે બજારોમાં
પુષ્ય નક્ષત્રમાં તો સોની ને ત્યાં પણ લાઈન ,અને શેહરમાં તો પગ ના મુકાય …
અત્યારે તો ઓનલાઈનવાળા ગાંડા થયા છે ..દે માર ઓફરો આપ્યા કરે છે ,એમની ખરીદી બધી ક્રેડીટ કાર્ડથી હોય એટલે બોનસ આવે એની રાહ શું કામ જોવે ?બોનસ આવે એ પેહલા જ કાર્ડની લીમીટો પૂરી કરાવે મારા વાલા અને પછી બોનસ આવે એટલે હીરો ઉધારી ચૂકવે , આ ગણતરીએ ઓનલાઈન કંપનીઓ વેહલા વેહલા સેલ જાહેર કરી દીધા છે ..
છાપા ભરાઈ ગયા છે જાહેરાતોથી …
ખિસ્સા ખાલી કરવાનો સમય નજીક આવતો જાય છે ..
પછેડી હોય એટલી સોડ તાણવી પણ અહિયાં તો પછેડી કેટલી એજ ખબર નથી …
બસ બધું દોડ્યે જાય છે લોલમ્ લોલ
કરો મોજ ત્યારે ..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા