Page:-64
સિલ્વારાજ બોલ્યા એટલે એનો બદલો લેવા તો નથી લઇ જતાને મારી સીડીઆઈસીની આ ગુજરાત હેડને તમે ? મિલન દવે હસીને બોલ્યો નો સર ડોન્ટ વરી ,અને હા સર બીજી એક વાત કેહવી છે તમને સર, સિલ્વારાજ એ કીધું યા કન્ટીન્યુ મિલન..
જો તમને વાંધો ના હોય સર તો તમારી સીડીઆઈસીની આ ગુજરાત હેડને તમે કાયા અને સીડીઆઈસીની ડીલ ફાઈનલ થાય પછી બંને કંપની વચ્ચે ઓપરેશનલ મેનેજરમાં રાખો તો આપણી ડીલ પછીનું છે જે કામ એમાં મને અને તમને બંને ને સરળતા રેહશે.. સિલ્વારાજ મિલન દવે તરફથી થયેલો બહુ મોટો સંકેત સમજી ગયા અને બોલ્યા મિલન, અલ્ટીમેટમેટલી કસ્ટમર ઈઝ ગોડ અને યુ નો મિલન ગોડ ઈઝ એવરીથિંગ ફોર મી ..એઝ યુ વિશ મિલન મને કોઈ પ્રોબ્લેમ નથી બટ મિલન ડીલ ફાઈનલ છે ?
મિલન દવે બોલ્યો સર આપણા શેઠિયા જે રીતે એક જ એરક્રાફ્ટમાં જોડે ફરે છે એ જોતા તો મને ડીલ ફાઈનલ થવામાં કોઈ બીજો પ્રોબ્લેમ નથી લાગતો..એટલું બોલીને મિલન દવે એ કીધું પ્લીઝ સર એક મિનીટ કોલ હોલ્ડ કરશો સર બીજી લાઈન પર પર્સીનો ફોન આવે છે સિલ્વારાજ સરે કીધું યા શ્યોર મિલન..બે મિનીટ પછી મિલન દવે એસિલ્વારાજ નો ફોન અનહોલ્ડ કર્યો..સોરી સર પર્સી હતો હવે એને પણ મારી સાથે કેસીનો અને ગોવામાં અત્યારે રાત્રે રખડવા આવવું છે.. સિલ્વારાજને શર્વરીને ડેલીગેશનમાં લેવાનો પર્પઝ બિલકુલ પૂરો થતો હોય એવું લાગ્યુ.. મિલને દેખાડેલી શર્વરી સાથેની અસાધારણ નિકટતા સિલ્વારાજ માટે ઘણા બધા સવાલો ઉભા કરતા હતા,અને હવે પર્સી પણ મિલનની સાથે જવાનો છે અને છતાં પણ શર્વરીને એ સાથે લઇ જાય છે..!! સિલ્વારાજ બોલ્યા..કેરી ઓન મિલન.. હજી તમે બધા જુવાન છો, અમારા દિવસો તો હવે ગયા.. ઉપડો તમે બધા છોકરાઓ અને એન્જોય કરો..મિલને એક ઓર ગુગલી બોલ નાખ્યો..
મિલન દવે બોલ્યો અરે સર હા શર્વરીની સાથે પેલો બીજો યંગ છોકરો છે ને, એને પણ હું સાથે લેતો જાઉં છું સર ,પર્સીને પણ કંપની રેહશે અને શર્વરીને પણ ..સિલ્વારાજને મિલને વિચારવાનો પણ સમયના આપ્યો છેવટે સિલ્વારાજે હથિયાર હેઠા મુક્યા અને બોલ્યા ..અરે મિલન તારે જેની સાથે જવું હોય એની સાથે જા,આખી સીડીઆઈસી તારી જ છે, બસ મને ના લઇ જઈશ હું હવે ૬૯ વર્ષનો થયો છું એટલે રાત્રે અગિયાર વાગ્યે મારે તો કમ્પલસરી ઊંઘવું પડે છે, તમારા બૂઝીંગ હવે મારાથી નથી થતા..એટલુ બોલીને સિલ્વારાજ સરે હસતા હસતા ફોન મુક્યો. CONT..65