ધીમે ધીમે નોર્મલ
તરફ જિંદગી જતી હોય એવું લાગી રહ્યું છે ,
સોશિઅલ મીડિયાની બદલે ધંધા ઉપર ધ્યાન વધારે પ્રજા રાખી રહી છે હવે ,
સવારે ફરી એકવાર “વેહલા” ઊઠવાનું ચાલુ કર્યું છે..!! અહી “વેહલા” એટલે લોકડાઉનના સંદર્ભ ની વાત છે..!
સવારો સવાર જે પ્રજા વેબ સીરીઝ જોતી થઇ ગઈ હતી ને પછી બપોરે બે અને ત્રણ વાગ્યે ઉઠતી હતી એ પ્રજા સવારના સાત આઠ વાગ્યા સુધીમાં હવે પથારીમાંથી બેઠી થઇ જાય છે…!!
કેવી આનંદની વાત લાગે નહિ..? !!!
ટ્રાવેલ એજન્ટ થી લઈને કપડા, કે રમકડા… એકપણ જગ્યાએ ઘરાકી નો માહોલ નથી, ઓન લાઈનવાળા એમની બાજી બંધમાં રમી લ્યે છે એટલે મહિનો પૂરો થાય પછી એમના આંકડા આવે ત્યારે ખબર પડે કે કેવું રહ્યું ..!!?
પણ વેપારીઓના પેટમાં તેલ ઉકળી રહ્યા છે, એકપણ ઘરાક વિના દુકાન ખોલી ને બેસવું એ વેપારી વર્ગ માટે બહુ જ કઠીન હોય છે..!
લાર્જર પિક્ચર સમજણમાં નથી આવતું કોઈની , એટલે બધે ય ફિલોસોફી વધારે અને હકીકત ઓછી દેખાઈ રહી છે..!
ભારત માટે તમામ “આંકડાશાસ્ત્રીઓ” ખોટા પડી રહ્યા છે કોવિડ-૧૯ ના ફેલાઈ જવા માટે, હજી પણ ચારેબાજુથી સરકાર ઉપર દબાણ આવી રહ્યા છે ટેસ્ટ વધારો ટેસ્ટ વધારો..પણ શું કામ ટેસ્ટ કરવાના ? રસ્તે જતા ના પકડી પકડી ને ટેસ્ટ કરવાના અને પછી પેનિક થવાનું ? આ બલા પકડ ગલા ..?
જે રોગની સીમ્ટોમેટીક ટ્રીટમેન્ટ છે એમાં કેસ ભેગા
કરવાની જરૂર ખરી ?
જવાબ ડોક્ટર આપે તો યોગ્ય ,બાકી રાજકારણી કે અધિકારી બોલે એ ખોટું..!!
ભારતમાં અત્યારે એવું કેહવું થોડુક જ વેહલું છે કે આપણે કોવિડ-૧૯ ને મ્હાત આપી પણ અત્યારે જે નાનું અમથું ચિત્ર દેખાઈ રહ્યું છે એ ઉત્સાહ પ્રેરક તો ખરું..!
લોકડાઉનએ લગભગ દુનિયા આખીમાં રહેલા ડાહ્યા ને ગાંડા કરી મુક્યા છે અને ગાંડા સાવ ગાંડા કર્યા છે..!
દુનિયાભરમાંથી ઉન્માદના જ સમાચારો મળી રહ્યા છે, સમાચારોની દુનિયામાં ભારતની વાત કરીએ તો એવું લાગે કે અડધો કલાકની ક્યાં તો વર્લ્ડ વોર ફાટી નીકળશે , ક્યાં તો પાકિસ્તાન જોડે લડાઈ ક્યાં તો ચીન જોડે ,અને એ બંને માંથી કોઈ જોડે કઈ નહિ થાય તો કોવિડ-૧૯માં બધું સાફ થઇ જશે…!
દુનિયા આખી ને એન્કઝાઈટી
દિમાગ ઉપર ચડી ગઈ છે ..!
તોડી નાખું તબલા ને ફોડી નાખું પેટી ..!!
બે વ્યક્તિ ની કે ત્રીજી વ્યક્તિ સાથેની વાતમાંથી સમજણ ગાયબ થતી જાય છે ..!
સમાચારોમાં ઊંડાણ હતા એ ગાયબ થઇ રહ્યા છે.. રાડા રાડી અને બુમ બરાડા , તથ્ય કે કોઈ વિષય જેવી વાત જ નથી રહી ..!
જેને જે ખાવું હોય એ આપે એવી લારીઓ ના ખુમચા થઇ ચુક્યા છે સમાચારો..!
ધીર વીર અત ગંભીર .. !
ખોવાયું..!
ફર્ક આવનારી પેઢી ને પડશે.. અમુક સમયથી વધારે ફક્ત ને ફક્ત એન્કઝાઈટીમાં જીવવાની ટેવ પાડો પછી ડીપ્રેશન નો તબક્કો આવે..!
જો કે આપણે ત્યાં તો દરેક પરિસ્થિતિમાં કશુંક
પણ વેચવાવાળો વર્ગ તૈયાર જ ઉભો હોય છે.. ડીપ્રેશન આવશે એ ભેગો મોટીવેશનલ નો મેહલ બંધાય..!
ઓવર ઓલ પારકા છોકરા જતિ કરવામાં માસ્ટરી..!!
જે મીડિયા અને સોશિઅલ મીડિયાના કીમિયાગરો એન્કઝાઈટી વેચી રહ્યા છે એ એમના સંતાનો ને આટલી એન્કઝાઈટીમાં સતત જીવાડે છે ?
તપાસ કરજો નહી જીવાડતા હોય..!!
આતંકવાદી હંમેશા ગરીબ નો છોકરો હોય..અથવા તો બહુ રૂપિયાવાળો માથા ફરેલ , સામાન્ય મધ્યમવર્ગનો નહિ..!
અત્યારે એક એવો સમય ચાલી રહ્યો છે કે જેમાંથી દરેક ને “બાહર” નીકળવું છે..!
ઝટ આ સમય નીકળી જાય તો સારું એવી તીવ્ર ઈચ્છા દરેક ને અંદર છે અને આવી ઈચ્છા જ ના કરવાના કામ કરાવે..!!
એક મિત્ર સાથે આ બધી ચર્ચા કરી હતી અને એના મુદ્દા જ ઉપર ટપકાવ્યા છે
હવે મિત્ર એ પૂછ્યું સોલ્યુશન શું ? આ બાહર નીકળી ગયા એવું ફિલ ક્યારે થાય ?
ત્યારે અનાયાસે મારા મોઢામાંથી નીકળી ગયું મેંગો ફેસ્ટીવલ..!!
જેમ ભરકોગળિયામાં મેંગો ફેસ્ટીવલ કર્યો હતો એમ ધીમે ધીમે ફેસ્ટીવલ નહિ પણ ખરા તેહવારો ઉજવાય એટલે બધા “બાહર” ..!
પણ હવે આપણે સેક્યુલર
થઇ ચુક્યા છીએ એટલે કોઈ એક ધર્મના તેહવારની વાત નહિ કરવાની અને એમાં પણ હિંદુ તેહવારો ની વાત કરી એ સાવ ગમાર લાગીએ,
મારું કદ હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ઘણું “મોટું” થઇ ગયું છે એનો મારે પણ સ્વીકાર કરવો રહ્યો..! ૩૬ દેશોથી બ્લોગ ઉપર ક્લિક થાય છે..!! યુએન મહાસભામાં સંબોધન કરવા મને બોલાવે એટલી જ વાર છે..!!
એટલે પેલું ટામેટીનો
કે કાર્નિવલ
ની વાત કરવી રહી ..!
જેમ દિવાળી વ્હાઈટ હાઉસમાં કેવી ત્રણ ચાર પાંચ શ્લોક બોલી ને દસ દીવા કરી ને ઉજવાય છે એમ જ ઉજવવાની , ધડાકા ભડાકા ચોથી જુલાઈએ મારે કરી લેવાના..!!
ડીઝની ના કાસલ
ની વાત કરવાની ને જેમ પરદેસમાં બધું બરાબર એવું દેખાડવા માટે ડીઝનીપાર્ક ખુલ્લા મુકાય છે એમ આપણે ત્યાં આપણે વિકસિત
થઇ ગયા અને બહાર
આવી ગયા એવું દેખાડવા એકાદો ડીઝની પાર્ક ઝટ ખોલવો રહ્યો..!
રોજ જુનું નવું થઈને આવે છે અને નવું જુનું થઇ ને જાય છે..!
અષાઢી બીજ પછી આવનારા બીજા તેહવારો કેવી રીતે બદલાય છે અને કોર્ટો શું હુકમ કરે છે એ પ્રમાણે બધું જશે..!
ઘણા વર્ષોથી ભારત ને માથે મેહણું હતું એનઆરઆઈ ઓ નું કે તમારે ત્યાં તો કાયદા જેવું કઈ છે જ નહિ..!
લ્યો ત્યારે હવે કાયદાનું રાજ આવી ગયું..!
ગુરુપૂર્ણિમા એ વોટ્સએપ કોલથી પતાવાનું ને રક્ષા બંધન તમારી જેમ જ કબાટના હેન્ડલ ઉપર કરી લેવી બેહનોએ..!
ના , ના હું મેહણું નથી મારતો.. હમણાં જ કેરીગાળા
નું જમવાનું ક્યાંક કોઈક એ કર્યું હતું અને પંદર સત્તર લોકો ભેગા થઇ ગયા હતા અને એમાંથી અડધોઅડધ લોકો ને “લાગી ગયો” હતો ..!
કેરીગાળો નહિ નહિ તો ય પંદર સત્તર લાખ નો પડ્યો હતો..!!
એટલે રક્ષાબધનને પણ હવે કબાટના હેન્ડલથી જ પતાવો ત્યારે..એમાં ખોટું શું છે ?
સામા પડવાની વૃત્તિ નો ત્યાગ કરવો રહ્યો ,
મારે પણ હવે સુધરવા નો સમય છે..!
ઘેર બેઠા ગોવિંદના ગુણ ગાવાના અને ભક્તિ કરવી..!!
ઈશ્વર આપે ત્યાં સુધી ખાવું ,
ગાતા ભે
ગી ગાવું ને રોતી ભે
ગી રોવું ,
કોર્ટનું સન્માન કરવું કાયદામાં રેહવું ..!!
રક્ષાબંધન કબાટના હેન્ડલ એ..!
શ્રી ગીરીરાજ ધરણ પ્રભુ તમારે શરણ..!!
વિઠ્ઠલ તમારે શરણ..!
જમના તમારે શરણ..!
શૈશવ વોરા

(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)