થોડાક સમય પેહલા એક મિત્રએ મેસેજ મુક્યો હતો મોદી સાહેબના ડીજીટલ ઇન્ડિયા વિશે કઈ ક લખો…
ત્યારે પણ ગભરામણ થતી હતી લખતા પેહલા અને આજે તો ઓર ગભરામણ વધી ગઈ ,સાલું શું હિમત છે ..!! આ માણસની યાર સીધા સીલીકોનવેલી..પોહચી ગયા ..!
હું થોડા આંકડા આપું પછી તમે જ નક્કી કરો કે ડીજીટલ ઇન્ડિયાનું શું થશે અને કેવી રીતે થશે ..આ બધા આંકડાનો સોર્સ BBC છે …
બ્રોડબેન્ડના મામલામાં ભારત ૨૦૧૪ની સાલમાં ૧૩૧માં નંબર પર હતું તે હવે છ (SIX) પોઝીશન પાછળ … રીપીટ પાછળ ગયું છે … !!!
મોબાઈલ બ્રોડબેન્ડમાં ૨૦૧૩માં વિશ્વમાં ભારતનો ૧૧૩મો નંબર હતો એ હવે ૨૦૧૪માં ૧૫૫મો છે …!!! અને શ્રીલંકા ૧૨૬ અને નેપાળ ૧૧૫માં નંબરે છે ..!!
જય હો …જય હો.. આજા.. આજા .. જીન્દડી ..તલે … નીલેનીલે …આસમાં તલે … જય હો.. જય ..હો
લે લઇ લે ટોપા …ડીજીટલ ..!!
હવે આગળ..
૬,૦૦૦ કિલોમીટરના ફાઈબર નેટવર્કના દોરડા નાખવા માટે એક કંપની બનાવાઈ ભારત સરકાર દ્વારા, જે આખા ભારત દેશની ૧૫,૦૦૦ પોસ્ટ ઓફીસને પણ કવર કરી લેશે ..અને ટાર્ગેટ મુક્યું ૨૦૧૬ ડીસેમ્બરનું ,આ મહિના પેહલા આ કામ પૂરું થવું જોઈએ ..કંપની નું નામ National Optical Fibre Network (NOFN) આપ્યું ..અને ખર્ચો કરવાનો કેટલો ૧૮ બિલિયન અમેરિકન ડોલર ગુજરાતીમાં કહું તો ૧,૧૭૦ *૧૦,૦૦,૦૦,૦૦૦ = …..રૂપિયા
જેટલા રૂપિયા થાય તે ગણી લેજો નવરી બજારો …
હવે National Optical Fibre Network (NOFN) માં આજ સુધી કોઈપણ ટેલીકોમ કંપની ફરકી નથી ..ભારત સરકાર બોલાવી બોલાવી ને થાકી ગઈ છે એવું આ કંપની ના ચેરમેન કહે છે ઓન રેકોર્ડ …લો વાંચો અંગ્રેજીમાં હો છે હાર્દિક ..!
Osama Manzar, founder-director of the Digital Empowerment Foundation, in an article on the Mint website laments the lack of investment pledges by telecommunication firms towards building the network.
“It is on record that not a single telecom operator or industry house has signed up to partner the NOFN programme, despite the Department of Telecommunications inviting them several times,” he says.
જય હો …આજા .. આજા .. જય..હો …લે … લઇ લે .. ડીજીટલ ..!
ડીજીટલ ઇન્ડિયામાં ૨,૫૦,૦૦ ગામડા અને એટલી જ સ્કૂલો કવર કરવાની છે , પણ ભાઈ મારા આ તો નર્મદા કેનાલ જેવી વાત થઇ ,કેનાલ બંધાઈ નોહતી અને ખેતરમાં પાક કેટલો થશે એના આંકડા કેટલી બધી સરકારો કેહતી આવતી, દેખાડતી અને આપણને મુર્ખ બનાવતા એ બધા ગુજરાતના મુખ્યમંત્રીઓ ..અલ્યા કેશુબાપા જે કામ કેનાલ કરે એ ટેન્કર કરે ..? ટ્રેનો દોડાઈ પાણી ની …!
તો જ્યાં સુધી કેનાલ ના થાય એટલે કે ઓપ્ટીકલ ફાઈબરના દોરડાના નખાય ત્યાં સુધી પાક થવાનો છે ..? બોલો કેશુબાપા ..? અને દોરડા નાખવા માટે તો કોઈ આવતું નથી, એ હું તો કાગળીયા લખી લખી થાકી એરટેલયા તારા મનમાં નથી ..!
અને એ થનારા પાકના આંકડા ગુગલ અને ઝુકરબર્ગ ને પકડાવી દીધા …!! ખરા હો કેશુબાપા તમે તો ..!!! ગુજરાતના મુખ્યમંત્રી બહુ જબરા હો ભાઈ ..!
હવે ભારત દેશમાં દોરડા છે નહિ એટલે ઈન્ટરનેટ નામના નળમાંથી ટીપે ટીપે પાણી ટપક્યા કરે છે અને દેશ આખો પીધા કરે છે સોરી પાણીના ટીપા ચાટયા કરે છે ,
હવે આ ઈન્ટરનેટ નામનું પાણી કેટલા મારા તમારા જેવા ડફોળો પીવે છે સોરી ચાટે છે ..?આ દેશમાં ..?
પચીસ કરોડ ચાલીસ લાખ ડફોળો આ ભારત દેશના ઈન્ટરનેટ યુઝર છે અને એમાંથી મારી જેવા ગેલસપ્પા જે મોબાઈલ ઉપરથી જ ઈન્ટરનેટ એક્સેસ કરે છે એવા કેટલા ..? ત્રેવીસ કરોડ પચાસ લાખ ગેલ સપ્પા જે ફક્ત મોબાઈલમાંથી ઈન્ટરનેટ એક્સેસ કરે છે ..
હવે બોલો ડફોળ કેમ અને ગેલસપ્પા કેમ કહે છે ભાઈ ?
તો બકા આપણે જેણે આપડે બ્રોડબેન્ડ કહીએ છે ને એ તો નેરો બેન્ડ છે જાપાન અને કોરિયા બ્રોડબેન્ડમાં ૧૪ થી ૧૫ MBPSની સ્પીડ મેળવે છે, જયારે આપણે ૧.૫થી ૨ MBPS માંડ માંડ મળે છે , માટે ડફોળ કીધો તને અને મને ગેલસપ્પો કેમ કીધો તો 3G ના નામે છેતરે છે સ્પીડ જ નથી આપતા આ ઓપરેટરો .. ચોર છે ચોર બધા ..
મારા ફેસબુક મિત્ર દેવાંગ છાયા લખે છે કે એરટેલની પેલી ઘેર ઘેર ફરતી જાહેરાતવાળી છોકરી સિવાય કોઈની પણ પાસે આ દેશમાં 4G છે ખરું ..?
તો જવાબ કહું દેવાંગ છાયા બકા ..ના નથી ગેલસપ્પા નથી ….
જય હો જય હો …આજા .. આજા .. જય..હો …લે … લઇ લે .. ડીજીટલ ..!
કરી નાખ તારો ફોટો ત્રિરંગાથી ત્રણ કલરનો અને આપી દે તારો સપોર્ટ બકા ..
આખી દુનિયા એ સપોર્ટ કર્યો છે અને જો તું રહી ના જતો પાછો પછાત રાહ જઈશ હાર્દિક ..
એ ના ના ના શું પણ મારે તો પછાત થવું છે ,હું તો અનામત માંગુ છું યાર તું પણ શું ક્યારનો મંડ્યો છે …
બરાબર છે આટલી સ્પીડ તો બહુ કેહવાય , અમારે ત્યાં તો ખોટી સ્પીડ વધારી ને કામ હું છે ? અનામત આપો એટલે બાકી બધું થઇ જશે ,સ્પીડમાં પણ અનામત લઇ લઈશું અને ઝુકરબર્ગને પણ એકવાર હું તો કહીશ કે અમે તો … અનામત આપ ચલ ટોપા ડીજીટલ ઇન્ડિયા નહિ અનામત ઇન્ડિયા …
જય હો .. જય હો…
બોલો મારી સાથે ત્રણ વાર ….ભારત માતા કી ..ભારત માતા કી … ભારત માતા કી ..
જય ડીજીટલ ઇન્ડીયા ..
શૈશવ વોરા