રાતના પડખા ફેરવતા ફેરવતા મોબાઈલ મંતરવા નો ચાલુ કર્યો, ફોનની ગેલેરી ખોલી ..
તે જુના ફોટા દેખાયા, થોડાક સમય પેહલાના મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન પતન સ્થળ ઉપર કૈક જહાજ મોડું પડ્યું હતું એટલે જોડે સાથીદાર હતો એણે થોડાક ફોટા પાડી આપ્યા હતા એ બધા ફોટા જોયા અને અમે પાછા એને અપલોડ કરી મુક્યા..!!
વિચારતો થઇ ગયો કે ભારતભરના વિમાન પતન સ્થળની પરિસ્થતિ શું હતી અને શું થઇ ગઈ છે..?
જ્યાં ગ્લેમર નાચતું ત્યાં હોસ્પિટલના આઈસીયુની ફીલિંગ આવે એવી હાલત છે,
એક મિત્ર હમણા અનલોક વન પછી હવાઈ જહાજ પકડી ને હવાઈ યાત્રા કરી ને આવ્યો અને એણે વિમાન પતન સ્થળના ને પછી હવાઈ જહાજની અંદર ના ફોટા મોકલ્યા , ઓ માડી રે .. હવાઈ સુંદરી ઉર્ફે વિમાન પરિચારિકા છે કે પછી આઈસીયુના કર્મચારી એ જ સમજાય નહિ..! મેં મિત્ર પૂછ્યું પેલું સરસ મજા નો રણકાર કાને પડ્યો કે નહિ .. મિસ્ટર વોરા વુડ યુ લાઈક ટુ હેવ વૈજ સેન્ડવીચ...વાળો..અવાજ..?!! મિત્ર હસ્યો મને કહે સેન્ડવીચ ..?!! પાણી પણ નહિ ..!!,
હજજ્ડ બંબબેસવાનું હલવા ચલવાનું પણ નહિ ,એમાં પણ ભૂલથી છીંક આવે તો તો ગયા કામથી આખું જહાજ તમારી સામે એવી રીતે જોવે કે..!! ગઈકાલે રાત્રે એક બીજા મિત્રનો મેસેજ આવ્યો કે કૈક રેપીડ કીટ શોધી કાઢી છે આ કોગળિયા માટે ની, અને એનો અમલ ચાલુ કરવામાં આવ્યો છે ,અડધા કલાકમાં તો રીઝલ્ટ..!! એ મિત્રની સોસાયટીમાં જ એ રેપીડ કીટની મદદથી “પોઝીટીવ” શોધી કાઢવામાં આવ્યા છે..! મને કહે આવતીકાલે ફરી આવવાના છે “પોઝીટીવ” શોધવા, “ફાળો” નોધાવવો છે..? આપણે કીધું ક્ષમા પ્રભુ , ઘરમાં ચારે બાજુ ડોક્ટર છે માબાપ ,બેન અને દીકરી એ બધાય એક જ વાત કરે છે જરૂર વિનાના કોઇપણ જાતના ખોટા ટેસ્ટ કરવાના નહિ , શરીરને અસુખ લાગે તો જ ટેસ્ટ કરવા અને ડોક્ટર લખી આપે તે જ, બાકી દુનિયાના અવેલેબલ હોય એટલા બધા ટેસ્ટ કરાવા દોડ્યા ના જવાય..! દવાખાને ઘણી એવી નોટો આવે કે જે દર મહીને કૈકના કૈક ટેસ્ટ કરાવે ,ઝાડો પેશાબ, લોહી ના રીપોર્ટનો થપ્પો લઈને આવે સાહેબ ,મેડમ જોઈ આપો ને.. અને આવતા પેહલા ગુગલ કરીને બેઠો હોય પાછો .. એવા પેશન્ટ ને પપ્પા મમ્મી પેહલો સવાલ પૂછે કે તકલીફ શું છે ? તો નોટ બોલે આમ તો કઈ નથી..એટલે પપ્પા ફાઈલનું પૂંઠું જ ના ખોલે તો ઘેર જઈને શાંતિથી ખાઈ પી ને ઊંઘી જા..
નોટરીક્વેસ્ટ ફોર્મમાં આવે સાહેબ પણ એક નજર તો મારો .. હવે સાહેબે કે મેડમે એમની ત્રેપન વર્ષની મેડીકલ પ્રેક્ટીસમાં કન્સલ્ટેશન ફી લીધી નથી બાકી રૂપિયા લેતો દાકતર ગરમી ના કરી શકે..! એટલે પપ્પા જરાક ગરમ થઇ ને બોલે તે મને બે કિલો બદામ ખવડાવી છે ? નોટ બળદની જેમ માથું ધુણાવે ..ના સાહેબ..! તો પછી તને કઈ છે નહિ તો આ બધા રીપોર્ટ કેમ કરાવ્યા ? ને મારું માથું શું કામ ખાય છે..? તકલીફ હોય તો રીપોર્ટ હોય, એમનેમ શોખ ના રીપોર્ટ ? ભલા માણસ આવો સ્વસ્થ છે તો રીપોર્ટના રૂપિયા બગાડે છે એના કરતા સારું સારું ફળફળાદી લાવી ને ખાવ અને ઘરના ને ખવડાવો..! જાવ આનંદ કરો .. શરીરે તકલીફ થાય તો આવજો બાકી નહિ ,ચાલો બીજા ને બેસવા દો હવે..! એ જમાના પ્રમાણે પપ્પા મમ્મીની થીયરી બરાબર અને હજી પણ લાગુ પડે પણ કોરોનાનું કોગળિયું ચાલી રહ્યું છે ને એવામાં હવાઈ સફરમાં એકદમ અડી અડી ને બેસવાનું હોય ત્યારે જરાક બીક વધારે લાગે .. બાજુવાળો લગાડી દેશે તો ..? એટલે મને લાગે છે કે રેપીડ કીટ નો ઉપયોગ વિમાન પતન સ્થળ ઉપર કરવામાં આવે તો હવાઈ યાત્રા સરળ થઇ જાય..! જો કે રેપીડ કીટ નો ભરોસો કેટલો કરવો એ તો વાપર્યા પછી ડોક્ટર્સ કહે તે સાચું , પણ કમ સે કમ હવાઈ જહાજમાં ચડતા પેહલા રેપીડ ટેસ્ટ થઇ જાય અને જોડે જોડે સર્ટીફીકેટ અપાઈ જાય કે આ ભાઈ કે બેન ક્લીયર છે ને હવે આવનારા અમુક તમુક દિવસો સુધી એમને જ્યાં ભટકવું હોય ત્યાં ભટકી શકે છે, આવું કૈક ગોઠવાય તો ટ્રાવેલ ઇન્ડસટ્રી ને થોડીક રાહત મળે..!! હોટેલો પણ ભરાય અને ધંધા રોજગાર ખુલે..! યુરોપના અમુક નાનકડા દેશો એ એમના બધા નાગરીકો ના ટેસ્ટ પતાવી દીધા છે અને પેહલાની જેમ હરતા ફરતા થઇ ગયા છે, આપણે ત્યાં ૧૩૦ કરોડની વસ્તીમાં એ શક્ય નથી પણ કમ સે કમ હવાઈ યાત્રાથી શરુ કરીએ અને પછી રેલ અને છેલ્લે રોડ યાત્રામાં ટેસ્ટીંગ થાય તો બધું ઝટ પાટે ચડે..! બાકી તો શાકવાળા ને “પકડ્યા” હતા પણ ભીખારા ને “રખડતા” મૂકી દીધા ..!! રોજ સવાર પડે ને અમદાવાદના દરેક ચાર રસ્તે લેંટ નાકમાંથી લબડતી હોય એવા ટેણીયા ભીખ માંગવા તમારી ગાડીના કાચ ઉપર રૂપિયા નો સિક્કો પછાડે , અને “હક્ક” થી ભીખ માંગે..!! સિક્કાની જોડે તમારી ગાડીના કાચ ઉપર રીતસર હાથ પછાડે એનું શું કરવું ? આ દરેક ચાર રસ્તે હક્કથી ભીખ માંગતા લોકો શું પેલા એશી કરોડ મફત ખાવાનું નવેંમ્બર મહિના સુધી આપવાનું છે એમાં નહિ આવતા હોય ? અને જો આવતા હોય તો શું તંત્રની જવાબદારી નથી એ એમને ઝાલી ને એક જગ્યાએ “ફીટ” કરી દે ? ધાર્મિક સ્થાનો તો હજી બંધ છે અથવા તો આંશિક ખુલ્લા છે મોટાભાગના ,એટલે પુણ્ય કમાવવા નો મોકો પ્રજા ચુકી ગઈ છે પણ તંત્ર એ એ મોકો છોડવા જેવો નથી..! રેપીડ ટેસ્ટ કીટથી દર ચાર રસ્તે રખડતા ભીખારીઓ ના ટેસ્ટ થાય અને એમના રેહવા ખાવાની વ્યવસ્થા ગોઠવાય તો સપેરાના દેશની છાપમાંથી મુક્તિ મળી દેશ ને એમ ભિખારીઓ દેશની છાપમાંથી મુક્તિ મળે..! એકવાર એક પરદેસીને બેંગ્લોર એરપોર્ટ ઉપરથી લઈને ટેક્ષીમાં બેંગ્લોર એરપોર્ટથી નીકળ્યો હતો પરદેસી જોડે ફોન પર ઘણી વાતો થતી અને પરદેસમાં મળ્યા હતા પેહલા પણ એ પેહલી વાર ભારત દેશ આવ્યા હતા..! આ રસ્તા ઉપરના ગાડીના કાચ ઉપર હક્કથી સિક્કા પછાડતા ભીખારા ને જોઈ ને પરદેસી કહે તમે ઘણું બધું કર્યું પણ આ બધા માટે કેમ કઈ નથી કરતા ? ધે આર યોર કન્ટ્રી બ્રધર્સ..! આ લોકો તારા દેશ બાંધવ છે..! શું જવાબ આપવાનો બોલો ? છે તમારી પાસે જવાબ..? સાહેબ એશી કરોડ ભેગા બીજા બે કરોડ વધારે ભોદીયા ભરજો પણ આ ભારતભરમાં
સીસ્ટમેટીકલીફેલાયેલા નાકમાંથી લેંટ ભીખારાનું કૈક કરો ભૈ
શાબ..!
અને હા …હે પુણ્યશાળી આત્માઓ, ગાડી ની બારીઓ ખોલી ને પાંચ નો સિક્કો પકડાવવાનું પુણ્ય લેવા જતા જો એ લેંટાળો “લગાડી” ગયો ને તો લેવાના દેવા પડશે એટલે એનાથી દો ગજ દૂરી જ સારી..!!!
સમજણ રાખજો પુણ્યાત્માઓ..!!
આ અષાઢ ચાલ્યો ને શ્રાવણ માથે આવશે અને પાછળ અધિક મહિનો પણ છે તે હા`લી ના નીકળતા પુણ્ય કમાવા..!!
નહિ તો ભીખરો તો ચોક્કસ લગાડી દેશે..!!
ફરી એકવાર..
દો ગજ કી દૂરી ભિખારીથી ને હવાઈ સફરમાં સાવધાની વત્તા રેપીડ ટેસ્ટ નું ગોઠવો..!!
કરો ફોરવર્ડ ત્યારે ..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)