આ લે લે લે … અ તો બહુ કરી ભાઈ ફેસબુકે તો …
ધ ટેલીગ્રાફ નો એક આર્ટીકલ વાંચ્યો … અમેરિકા ના એક રાયનભાઈ એ ફેસબુક પર પોતાના બોસ માટે કોમેન્ટ કરી અને એમને અબુધાબી માં જેલ માં ઘાલી દીધા ….
વાત જાણે એમ છે કે રાયનભાઈ ઉમર વર્ષ ૩૦ ,નોકરી કરે અબુધાબી માં હેલિકોપ્ટર મિકેનિક તરીકે ,એ ..હા ..હો હેલિકોપ્ટર રીપેર કરે ને એ …. (અબુધાબી ,દુબઈ ,શારજહાં , ત્યાં બધે ખાલી મજુરીયા જ ના જાય .. સારા સારા મોટું અને વધુ ભણેલા લોકો પણ ત્યાં કામે જાય હો …..) અને અમેરિકા ફ્લોરીડા ફરવા આવ્યા એમની બેહનપણી ને મળવા અને પ્રપોઝ કરવા ..અને કમર નો દુખાવા ની દવા કરવા ..હવે રાયન ભાઈ એ પ્રપોઝ કર્યું મજા કરી , કમર ના દુખાવા ની દવા પણ થઇ અને તાજામાજા થયા…
હવે મૂળે રાયનભાઈ અમેરિકા ના જ , કમર માં કૈક દુખાવો વધુ થયો એને બોસ પાસે રજા માંગી અને એમાં કઈ કકળાટ થયો …અમેરિકા માં બેઠા બેઠા ફેસબુક પર થી કઈ કોમેન્ટ ઠોકી બોસ ઉપર …અને પાછા બેક ટુ વર્ક અબુધાબી આવ્યા અને પોલીસ સ્ટેશન થી તેડું આવ્યું કે મળી જાવ … એટલે રાયન ભાઈ દોડ્યા પોલીસ સ્ટેશન … અને ત્યાં એમને સીધા ઘાલી દીધા દસ દિવસ માટે અંદર જેલ માં અબુધાબી માં ….પછી જામીન આપ્યા દસ દિવસે અને હવે સતરમી માર્ચ ની મુદત છે …
રાયનભાઈ ને તો બિચારા ને યાદ પણ નથી કે એમણે શું કોમેન્ટ કરી હતી એમના બોસ માટે … માંડ માંડ યાદ કર્યું તો યાદ આવ્યું કે એમણે એમના બોસ ને “બેકસ્ટેબર” એટલે કે પાછળ થી બોલનારા કે પીઠ પાછળ થી હુમલો કરનારા કીધા હતા … અને આટલી વાત માં તો બિચારા રાયન ભાઈ અંદર થઇ ગયા … એમણે એમની બેહનપણી ઉર્ફે ગર્લફ્રેન્ડ ને કીધું કે …ડાર્લિંગ હું તો અહિયાં જેલ માં ભરાયો છું ત્યારે ખબર પડી …અને અમેરિકા ની સરકારે કઈ હિલચાલ કરી ..
વાત જાણે એમ છે કે આપણી જેમ લોકશાહી માં મોટા થયેલા આપણે લોકો રાયનભાઈ ની જેમ ગમે તેને ,ગમે તે ગાળો આપીએ કે ફેસબુક પર કોમેન્ટ કરીએ ,કે કોઈ ને ગમે તે કહીએ એ બહુ સામાન્ય વાત છે… ભારત કે અમેરિકા માટે , તમે નરેન્દ્ર મોદી કે બરાક ઓબામાં ને પણ ખેંચી શકો પણ અબુધાબી માં લોકશાહી નથી બધું માપી માપી ને કરવું પડે … નહિ તો સલવાઈ જાવ રાયન ભાઈ ની જેમ ..
અત્યારે તો ટેકનીકલ પોઈન્ટ અમેરિકા ની સરકારે મુક્યો છે કે રાયન ભાઈ અમેરિકા ના નાગરિક છે અને એમણે અમેરિકા ની ધરતી પર થી કોમેન્ટ કરેલી છે એટલે એમને અમેરિકા ના કાયદા લાગુ પડે નહિ કે યુએઈ ના … રાયન ભાઈ ના કોંગ્રેસી સેનેટરે મામલો હાથ પર લીધો છે …કદાચ ફટાફટ રાયન ભાઈ ને ઘર ભેગા કરી દેવાશે …
આપણે પેલી બીબીસી ની પત્રકાર નિર્ભયા ના હત્યારા નો તિહાર માં થી ઈન્ટરવ્યું લીધો ને ,એને કેવી લંડન જવા દીધી … અને પછી પાછળ થી શોધખોળ કરી બસ એમ જ…….મારું બેટું અમેરિકન કે બ્રિટીશ પાસપોર્ટ હોય તો તમારી સેફટી તો દુનિયા માં વધી જાય .. ગમે તે દેશ ની સરકારો અંડાગંડા કરીને તમને ઘર ભેગા કરી દે … પછી જોયું જાય … પેલા ભોપાલ ગેસ કાંડ વાળા એન્ડરસન ને પણ કેવો મસ્ત ફૂરરર થવા દીધો હતો …
જવાદો હવે એ બધી ખાટી વાતો … પણ રાયન ભાઈ ને હવે સતરમી માર્ચ ની રાહ જોવા ની છે જાણકારો એ એવું કીધું છે જો રાયન ભાઈ નિર્દોષ ના છૂટે તો એમને પાંચ વર્ષ ની કૈદે બા મુશક્ત પડશે….
ટૂંક માં અત્યારે ત્રીસ વર્ષના રાયનભાઈ છે અને પાંત્રીસ ના થાય ત્યારે ઘેર પાછા ફરે … હવે પ્રોબ્લેમ બીજો પણ થાય ..આ તો ભાઈ અમેરિકા છે … બેહનપણી પાંચ વર્ષ સુધી રાહ …???
ફેશબુકે તો ભૈશાબ બાપા બહુ ઘર બગાડ્યા … અને આ ફેશબુક તો મારું હાહરું છેક જેલ હુધી લઇ જોય….એટલે હવ છે ને આ દે દે આખો દા`ડો મેસેજો ને કોમેન્ટો ઠોકતા જરા ધ્યોન રાખો … નહી તો તહને ક્યોક કોઈ એરપોર્ટ પરથી દિયોરનો ઝાલી જશી ને તો ,દેશ મો તમારાં બૈરાં છોકરા રાખડી જયે …..
Wishing you Happy evening
શૈશવ વોરા