મિત્ર પ્રદીપ સાથે ચર્ચા ચાલી ……
દુનિયા આખી માં વિષે લખે છે પણ બાપ નું શું ???
પુરુષ જન્મે ત્યાર થી તેની ઉપર ટેગ લાગી જતા હોય છે …
એક સર્વે આવું કહે છે કે સાત વર્ષ ની ઉમરનો છોકરો થાય ત્યાં સુધી માં તેને વીસ હજાર થી વધુ વખત ‘ના ‘ પાડવા માં આવે છે .. જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ ‘હા ‘ ઓછી અને ‘ના’ વધારે … જેમાં માં બાપ ભાઈ બહેન પત્ની અને છેલ્લે સંતાનો …
ફક્ત ‘ના’ અને ‘ના’ …..
બેટા તારે આ ‘ના’ થાય કે કરાય થી દાદા તમારે હવે આ ‘ના’ કરાય …..
આટલી બધી ‘ના ‘ વચ્ચે જીવન પસાર કરતો પુરુષ …
છતાય …….
નથી લખાતું આગળ યાર …
બધી ના યાદ આવી ગયી ….
પુરુષ નો જીવ અંદરથી ગભરાય છે .. આગળ લખીશ તો .. પછી લખવા ની “ના” આવી જશે ….
સુપ્રભાત
– શૈશવ વોરા