આજે બબાલ ચાલી છે …પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ ફાઈવ સ્ટાર એક્ટીવીસ્ટ શબ્દ વાપર્યો … અને છેલ્લા બે ત્રણ દિવસ થી સરકાર ન્યાય તંત્ર ની સામે સીધા સંઘર્ષ માં ઉતરતી જતી હોય છે એવું લાગે છે….નરેન્દ્ર મોદી એ કોઈ નામ નથી લીધું પણ એક મોટી જમાત ની સામે આંગળી ચીંધી છે … હું મારું સ્ટેન્ડ પેહલા જ કલીયર કરું .. મને પોતાને આ ફાઈવ સ્ટાર એક્ટીવીસ્ટ ની જમાત સામે સખ્ત વિરોધ છે … સાદા કપડા ,ખભે થેલો લટકાવી અને એર કંડીશન ઓફીસ માં બેસી અને લોકો ની લડાઈ લડતા એક્ટીવીસ્ટ સામે મને નફરત છે …
ફાઈવ સ્ટાર એક્ટીવીસ્ટ ની એક જમાતે બહુ લોહી પીધું છે ગુજરાત નું …કોમી તોફાનો થી લઇ ને નર્મદા બચાઓ અંદોલન માં …. આજે કચ્છ અને કાઠીયાવાડ ને નર્મદા નું પાણી પૂરું પાડતી લાઈનો બિછાવાઈ રહી છે આ બધું કામ વર્ષો પેહલા થઈ ગયું હોત …. સાણંદ મુકો અને વિરમગામ અને ત્યાંથી છેક ભુજ સુધી બધો જ ખારોપાટ છે ,એ મોઢા માં ના જાય એવું ભૂંડું ખારું પાણી લોકો ને વર્ષો થી પીવા માટે મજબુર કરવા પાછળ આ જ ગેંગ જવાબદાર છે …. એ વિસ્તારો માં નર્મદા ના મીઠા જળ આ લોકો ના હરામીપણા ના હોત તો ખુબ વેહલા પીવા મળ્યા હોત ,અને ગુજરાત નું ભવિષ્ય જુદું હોત … હજી પણ ક્યાંક લગામ ખેંચવા ની જરૂર છે …
આજે જ એક ધંધાદારી મીટીંગ માં આ એક્ટીવીસ્ટ નો મુદ્દો નીકળ્યો હતો ..બહુ ખતરનાક વાત જાણવા મળી … અમદાવાદ માં ભીડભાડ વાળા વિસ્તાર માં કોઈ પોતાના ઘરનું રીનોવેશન કરે ત્યારે ત્યાં આ એક્ટીવીસ્ટ પોહચી જાય છે અને રીતસર બ્લેકમેઈલ કરે કે આટલા રૂપિયા આપો દા.ત.બે હજાર રૂપિયા આપો નહિ તો તમારી ફરિયાદ મ્યુંનીસીપાલીટી માં કરીશ … અને સ્વભાવિક રીતે ઘર માલિક એને ધક્કો મારી અને કાઢી મુકે …ત્યારબાદ આ એક્ટીવીસ્ટ મ્યુંનીસીપાલીટી માં ફરિયાદ કરે , અને દસ દિવસ પછી એ ફરિયાદ ઉપર આર ટી આઈ કરે .. કે એની કરેલી ફરિયાદ ઉપર શું એક્શન લેવાયા ..?જો મ્યુનિસિપલ અધિકારીએ એકશન ના લીધા હોય તો એની સામે પણ ફરિયાદ નાખે છેવટે ઘરમાલિક નું અધૂરું ઘર તૂટેલું ફૂટેલું રહી જાય અને બે હજાર ની બદલે વીસ હજાર માં તોડ થાય … એક્ટીવીસ્ટ સહીત બધાય કમાયા .
કોઈ ચોક્કસ ઉદાહરણ મારા ધ્યાન માં નથી પણ આ સાંભળેલી વાત છે ,એટલે મારી ઉપર ચડી ને માછલા ના ધોશો કે આવું ના થાય .. ભારત દેશ માં બધું જ થાય છે …ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ને પણ કોર્ટો સમન્સ મોકલે અને પછી ના પાડે કે ના આવશો ચાલશે ….
પાછા મૂળ વાત પર આવીએ ,હજી હમણા તો જજો ની અને મુખ્યમંત્રીઓની એક બેઠક માં પ્રધાનમંત્રીએ ઘણું મભ્ભ્મ માં સમજાવ્યું હતું .. કે ભાઈ જજ સાહેબો લોકો તમને ભગવાન ગણે છે… અમારા થી ભૂલ થાય તો તમે સુધારો છો પણ તમારા થી ભૂલ થશે તો કોણ સુધારશે … સાચી વાત કીધી …
પણ હવે દરવખતે ન્યાયતંત્ર પોતાને મળેલો વિશેષ અધિકાર ની આડ લઇ ને બેસી જાય એ કેમ ચાલે .. આટઆટલા કેસો પેન્ડીંગ હોય છતાં નવા જજો ની નિમણુક ના થાય …વેકેશન પડે કોર્ટો માં અને કેસો માં મુદત પર મુદત આવે , ક્યાં સુધી સહન કરશે જનતા ..?? જો પ્રકોપ જાગ્યો જનતા નો તો જ્યુડીશ્યરી ને બચાવાનારું કોઈ નહિ હોય … પોલીસ તો દિલ થી નફરત કરે છે .. ભલે ઉપર ઉપર થી પ્રેમ અને માન આપતી હોય …જો તમને અને તમારા નિર્ણયો ને માન પોલીસ આપતી હોત તો દેશભર માં આટલા એનકાઉન્ટર થયા જ ના હોત … એન્કાઉન્ટર નો મતલબ એક જ છે ન્યાયતંત્ર માં અવિશ્વાસ ….
હજી પણ સમય બચ્યો છે , સરકાર ની સામે શીંગડા ભરાવા ને બદલે ન્યાયતંત્ર પોતે ન્યાય તોળી અને સમયસર આપે તો કઈ બહુ બાજી નથી બગડી… એક્ટીવીસ્ટ અને આમ જનતા બધાનો ભેદ સમજો , ઈશ્વરે તમારું નિર્માણ દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરવા માટે કર્યું છે .. નહિ કે દૂધ ને ફાડી નાખી ને પનીર બનાવવા …તમારા મોડા આવેલા નિર્ણયો ખાટી છાશ બરાબર છે .. ખાટી છાશ ની એક જ જગ્યા બચે છે ઉકરડો … ખાટી છાશ ફક્ત ઉકરડે જ જાય …
રોજ લોકો બળાપા કાઢે છે કોર્ટ ના પગથીયા ને સમાજ વેશ્યાલય ના પગથીયા ચડવા બરાબર ગણે છે..યાદ કરો કેહવત વૈદ વકીલ અને વેશ્યા …કેહવત તો ઘણા બધા ના અનુભવો ભેગા થાય ને પછી જ બને ….
લોકતંત્ર નો મજબુત પાયો છે સફળ ન્યાયતંત્ર , મને તો હમેશા સુપ્રીમ કોર્ટ જ કામ કરતી હોય એવું લાગે છે , બાકી નીચલી કોર્ટો માં મુદતો જ આપવા નું કામ થતું હોય એવું લાગે છે … ભગવાન ના કરે કે મારે એકપણ કોર્ટો ના પગથીયા ચડવા પડે …બાકી વીસ વર્ષ થાય સાબિત કરતા કે ગાડી હું નહિ મારો ડ્રાઈવર ચલાવતો હતો એવું નક્કી કરવા માં ….
આજે પેલો ડાયલોગ મસ્ત ફીટ બેસે અંગ્રેજ ચાલે ગયે …. છોડ ગયે ….
સુપ્રભાત
શૈશવ વોરા