મિત્રતા કેટલી મજબૂત અને કેટલી ટકાઉ ???
એક વિશ્વાસ અને લાગણી નો વિષય ….. !!
તેના મૂળ માં જઈએ તો
બે સમય પર થયેલી મિત્રતા જીવનભર ટકે છે પેહલી બાળપણ એટલેકે લગભગ ટીન એજ માં થયેલા મિત્રો અને બીજી પ્રથમ મુલકાત માં જ મન મળી જાય અને મિત્રતા બંધાઈ જાય તે ……
જેમ જેમ સમય પસાર થતો જાય તેમ મિત્રો ના વાત કરવા ના વિષયો બદલાતા જાય……
ક્યાંક સ્પર્ધા, છુપી ઇર્ષ્યા , તો ક્યાંક ચિંતા પ્રેમ લાગણી આ બધા માં વધારો ઘટાડો થતો રહે , પણ જ્યાં સુધી કોમ્યુનીકેશન ચાલુ રહે અને એક બીજા ને સામે બેસી ને આંખ માં આંખ નાખી ને વાત થાય ત્યાં સુધી બધું ચાલી જાય. આજ ના મલ્ટી લેવલ માર્કેટિંગ ફેસબુક , મોબાઈલ, પ્રોફેશનાલિઝમ , સ્માર્ટનેસ અને વૈચારિક દ્વન્દ ના સમય માં પેલી જૂની કેહવતો ……..
મિત્ર એવો રાખીએ જે ઢાલ સરીખો હોય …
ક્યાંક બંધ બેસતી નથી લાગતી. મિત્ર કરતા મિત્રો જેને ગ્રુપ તરીખે ઓળખવા માં આવે છે તે વધારે જોવા મળે છે …..
મિત્રો પાસે થી અપેક્ષા પણ કૈક નવું જાણવા, શીખવા મોજમજા, કરવા ની અને કમાવા ની હોય જ છે ..!!!
સુપ્રભાત
– શૈશવ વોરા 31/03/2014