છેલ્લા અઠવાડિયાથી જે માણસો ખાલી અને ખાલી વોટ્સ એપ જોયા કરે છે અને ફેરવે છે એ બધાએ લગભગ એક ટાઈમ જમવાનું ચાલુ કરી દીધું હશે.. 😉
જનતાએ જે રીતે મંદી ના મેસેજીસ ફેરવ્યા છે એ જોતા ઉપરનું સ્ટેટમેન્ટ લખવાનું મન થયું છે..!
સ્લો ડાઉન છે પણ એવી કઈ ભયાનક મંદી નથી ઘુસી ગઈ..હા સરકાર જાગશે નહિ તો બસ્સો ટકા મંદી ઘુસી જશે..!
ઈકોનોમી ને પાંચ ટ્રીલીઅન સુધી લઇ જવી છે એટલે સરકાર ને જાગી અને દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ આજે દેખાતો નથી..
હા, એવું સરકારમાં બેઠેલા ધારી રહ્યા હોય કે હજી પણ રોકડાની જે કોઈ ઈકોનોમી બજારમાં ફરી રહી છે.. દા.ત દૂધ ,શાકભાજી ,કરિયાણું ,કપડા આ બધું જે જનતા જનાર્દન રોકડ ચૂકવીને ખરીદી રહી છે એને જો કેશલેસ કરી નાખીએ તો ઈકોનોમી કશા એફર્ટ કર્યા વિના જ પાંચ ટ્રીલીઅનની થઇ જશે..!!
અને જો આ માનસિકતા ક્યાંક હશે તો પછી ખરેખર જેમ અત્યારે રામ પણ ઝુંપડીમાં “રામ ભરોસે” બેઠા છે એમ દેશ આખો રામ ભરોસે આવી જશે..!!
છેલ્લા પંદર વર્ષથી એક જ સ્ટોરી ચાલી રહી છે દરેક સરકારોમાં ,
ઈમ્પોર્ટ ઘટાડો ..
અને સરકારી બાબુઓ લીસ્ટ તૈયાર કરી ને બેઠા છે ..
નંબર એક ક્રુડ ઓઈલ ,નંબર બે ગોલ્ડ નંબર ત્રણ ઇલેક્ટ્રોનીક્સ ..
આ ત્રણ નું જો ઈમ્પોર્ટ ઓછુ થાય તો સોનાનો સુરજ ઉગે..!
ક્રુડ ઓઈલ માટે ઇલેક્ટ્રિક વેહિકલ લાવો ..
ક્યાં છે ? ક્યાં છે ?
એકમાત્ર રેવા ને આનંદ મહિન્દ્રા ખરીદી ને બેઠા અને ચાર લાખની મળતી રેવા ને “અપગ્રેડ” કરી ને આઠ લાખની કરી મૂકી..!
લઇ જ લ્યો ભારતીયો , તમે ખરીદી જ લ્યો..!!
બીજી કૈક કોરિયન આવી ..પચ્ચીસ ત્રીસ લાખની..!!
અલ્યા ટકાની ડોશી ને ઢબુ ના મુંડામણ …?????
સાલ્લુ જમીન ઉપર રેહવાની વાત જ નથી..
કુણ લ્યે, મુ પુ`સું સુ ..? મોં`ય તારી ગા`રી મોં ચ્યા મોર ચીતર્યા છ, તે મું લઇ ને ફરે..?
બસ ક્રુડ ઓઈલ નો ઓપ્શન પૂરો…
તાજા સમાચાર પ્રમાણે જીએસટી પાંચ ટકા કર્યો છે ઇલેક્ટ્રિક વેહિકલ ઉપર .. પણ ક્યાં પેટ્રોલ ગાડીઓ અને ક્યાં ઇલેક્ટ્રિક વેહિકલ..
સાત વર્ષ ઇલેક્ટ્રિક વેહિકલ “રેવા” વાપરી છે એટલે આ બધું નીકળે છે હો .. દે દે નથી ઠોકતો ..!!
હવે ગોલ્ડ ઈમ્પોર્ટ ઓછુ કરો ..
યાર, આ નોટબંધી પછી રોકડા મૂકી રાખવા એ બહુ માથાકૂટ હૈ ..હમ સરકારી લોકો કો કરપ્શન નહિ કરના હૈ તો પણ લોકો હજી પણ સામને સે આ કે રૂપિયા ધર જાતે હૈ .. બોલો તો આવતી લક્ષ્મી કો નાં તો નહિ બોલ સકતે .. ફિર ક્યા કરે હમ સોના લેકે લોકર મેં રખ દેતે હૈ ..!!
અરે રે.. સરકાર કો હૈ ના કરપ્શન ઓફિશિઅલ કર દેના ચાહિયે, જો સરકાર કો ગોલ્ડ દેગા ઉસકા ટેન પર્સન્ટ કાટ કે બાકી કા સબ ઓફિશિઅલ ..કુછ રસ્તા કરના ચાહિયે ભૈ`શાબ ..હવે તો સોના વેચવા જાતે વખત પણ બહુ બીક લાગતા હૈ ..ઓર રીટાયર્ડ હોને કે બાદમેં તો બહોત મુસ્કિલ હોતા હૈ બાપા ..
બીજા ઓપ્શનમાં કોઈ જ ફર્ક નહિ પાછલા પંદર વર્ષમાં ગોલ્ડ નું ઈમ્પોર્ટ ચાલુ ને ચાલુ..!
ઇલેક્ટ્રોનીક્સ …
આહે ય આય ..!!
મારી જજાન ..!!
દુનિયા ને મુઠ્ઠીમાં કરી લીધી મેં તો એન્ની માં ને ..!!
અઠવાડિયું ખાવા નહિ મળે તો ચાલશે પણ ઈન્ટરનેટ દસ મિનીટ બંધ થાય તો..?
એક પછી એક નવા નવા રમકડા , કામના કે નક્કામાં , બજારમાં ફેંકાતા જ જાય છે કોઈ ધણીધોરી જ નથી , ધ્યાન રાખવાવાળું પણ કોઈ નથી,
ફરી એકવાર લખું છું ,
કમ સે કમ જે કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ભારત દેશમાં આવી રહી છે ઈમ્પોર્ટ થઇ ને એ વસ્તુ ની સેલ્ફ લાઈફ મીનીમમ સાત વર્ષની તો હોવી જ જોઈએ ,એનાથી એનું ઈમ્પોર્ટ પણ ઘટશે અને ભારત દેશ ઇલેક્ટ્રોનીક્સનો ઉકરડો બનતા અટકશે..
કોઈ સમજવા કે સાંભળવા તૈયાર નથી ..
ઇલેક્ટ્રોનીક્સ ના સાધનો ઈમ્પોર્ટ કરતી કંપનીઓ પાસે બોન્ડ લખાવો ..મોટી મોટી મોબાઈલ કંપની પાસે બોન્ડ લ્યો કે તારા દેશમાંથી ભારત દેશમાં તાણી લાવ્યો છું હું જે માલ ,એ માલ સાત વર્ષ મીનીમમ ચાલશે , નહિ તો તારા દેશમાં પાછો ધકેલી દઈશ ..
વિકાસ કરવો છે પણ આંધળો નહિ ..
કરકસર અને ચોકસાઈ તો ગુજરાતીના લોહીમાં છે તો આટલી ચોકસાઈની અપેક્ષા તો ખરી ..
આજે દેશમાં બનતા રેફ્રીજરેટરની ઉપર પાંચ, વર્ષ સાત વર્ષ અને અમુકમાં તો દસ-દસ વર્ષની વોરંટી ના ટેગ લાગ્યા છે, તો પછી એવી જ રીતે તમામ ઇલેક્ટ્રોનીક્સ ઉપર આવું ટેગ લાગે એવું કેમ નાં કરી શકાય…???
સ્વદેશી, સ્વદેશી કર્યા કરતી પ્રજા ને બહુ મોટો ઝાટકો લાગે એવું થઇ રહ્યું છે .. દેશ નો પોતાનો પા પા પગલી ભરતો ઇલેક્ટ્રોનીક્સ ઉદ્યોગ લગભગ આઈસીયુમાં છે,
જે મોબાઈલ ભારતમાં બને છે એવી વાર્તા થઇ રહી છે એ મોબાઈલના ખાલી સ્ક્રુ જ ભારતમાં ફીટ થાય છે બાકી બધું તો “ત્યાં” થી જ આવે છે..
બધું ફક્ત એસેમ્બલ જ અહિયાં થાય છે ..
*લાગે છે આપણે થાઈલેન્ડ મલેશિયાના મોડેલ તરફ જઈ રહ્યા છીએ..*
*રોકાણ ,ટેકનોલોજી બધું જ વિદેશી અને આપણું તો ફક્ત અને ફક્ત લેબર અને તે પણ સાવ નીચેની.. મેનેજર પણ ત્યાંથી આવે..!!*
જો આ રસ્તો હોય તો ખોટો છે ..
ચીન ના મોડેલ તરફ જવું પડશે.. રોકાણ તમારું, ટેકનોલોજી તમારી ,પણ મેનેજરો અમારા ..ટેકનોલોજી શીખવાડવી પડશે, અને બે પાંચ વર્ષ તમે નફો રળી લ્યો બાકી પછી તો બધું અમારું ..!!
આવું કરીએ તો જ દસ-વીસ વર્ષે નવા દેસી જાયન્ટ ઉભા થાય..
આ સિવાય મેઇક ઇન ઇન્ડિયાના ખાલી પાટીયા જ રહે..અને આપણે હંમેશા માટે થાઈલેન્ડ મલેશિયા બની ને રહી જઈએ ..
ટુરીઝમમાં ડોલર શોધવા પડે..અને ટુરીઝમની કમાણીએ નભતા દેશો એ ક્યારેય કોઈ શક્કરવાર નથી ભાળ્યા..!
સો વાતની એક વાત મેઇક ઇન ઇન્ડિયા ખરા અર્થમાં તો જ થયું ગણાય કે પાંચ ટ્રિલિયન ની ઈકોનોમીમાં અઢી ટ્રિલિયન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી આવે તો સાચું નહિ તો પછી બાકી બધું..
વાર્તા રે વાર્તા .. ભાભા ઢોર ચારતા ..!!
આજે એમએસએમઈ (લઘુ ઉદ્યોગ ) હજી પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ની ધૂરા પકડીને બેઠું છે.. એક ગંદી માનસિકતા લુટીયન્સમાં છે કે એમએસએમઈ ગરીબી ને જ જન્મ આપે છે..
ત્યારે યાદ અપાવવું જરૂરી બને કે આજ નો ભારત નો જાયન્ટ ત્રણ ચાર દસકા પેહલાનો એમએસએમઈ હતો..
ઉદાહરણ ..શ્રી ધીરજલાલ હીરાચંદ અંબાણી થી લઈને નિરમા ..!!!!
એમએસએમઈ એ જાયન્ટનું `બીજ` છે ..
ચોક્કસ દરેક `બીજ`ના નસીબમાં વટવૃક્ષ બનવાનું નથી લખ્યું હોતું ,
અને હું તો સીધી સાદી ગુજરાતી કેહવત કહું..
નાનામાંથી મોટું થવાય, મોટામાંથી મોટું ના થવાય..!!
થોડામાં ઝાઝું ,
ખોટી વ્યક્તિગત ટીકાઓ કરશો નહિ,
પરિસ્થિતિ માટે કોમેન્ટ લખજો વય્ક્તિની નહિ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*