ગુજરાત સરકારે કૈક જાહેર કર્યું છે કે હવે પાટિયા ગુજરાતીમાં “પણ” હશે ..!!
લે બહુ કરી.. છેક હવે જાગ્યા ? સારું અને સાચું ગુજરાતી લખજો બાપલીયા..!
વારે વારે સવાલ આવે છે કે ગુજરાતી ભાષાનું શું થશે ?
શું થશે ?
કઈ નહિ થાય, ભાષા ધીમે ધીમે એનો વૈભવ ગુમાવતી જશે અને દુનિયાની અનેક ભાષાઓનું થયું તેમ ફક્ત લોકબોલી બની અને રહી જશે, જો આમ ને આમ ચાલ્યું તો..!!
નવા જન્મેલા વાચકો ગુજરાતી વાંચતા જ નથી અને જુના ટેકનોલોજીને પકડી નથી શકતા ,એટલે ભાષાનો સરવાળે ભાગાકાર જ થવાનો..!
અત્યારે જે રીતે ગુજરાતીમાં જાહેરાતોના પાટિયામાં લખાઈ
અને એફ એમ રેડિયો ઉપર બોલાઈ
રહેલું ગુજરાતી ????…!!!!!!
બીજા શબ્દોમાં કહું તો પેલા અને પેલી બન્ને રેડિયો જોકીઓ ગુજરાતીની જે રીતે પથારી ફેરવે
છે , ત્યારે ક્યારેક તો ખરેખર એમ થાય કે જઈને ગળું દબાવી દઈએ ટણપાનું..!!
હવે અહિયાં કોઈ નવા જન્મેલા ને “પથારી ફેરવવી” શબ્દ સમૂહ નો અર્થ ખબર ના હોય તો જણાવી દઉં,
અર્થ એવો છે કે ભારત દેશમાં ઉત્તર દિશામાં માથું મૂકી ને ઊંઘવાની મનાઈ છે ,ફક્ત માણસનું મૃત્યુ થાય ત્યાર પછી જ માથું ઉત્તર દિશામાં મુકવામાં આવે છે, અને આ ઉત્તર દિશામાં માથું મુકવાની રીત ને પથારી ફેરવવી કેહવાય .. સમજી ગયા હવે મારા પ્રફ્ફુલ અને હંસા ..કે પથારી ક્યારે ફરે ..???
ગુજરાતી ભાષાની પથારી ફેરવવામાં એક જગ્યાએથી પણ સારી આવી મેહનત થઇ રહી હોય એવું લાગે છે, અમુક અમુક છાપાવાળા એમના મથાળા (હેડલાઈન)એવા ખતરનાક મારે કે આપણને વાગે , અને મારા જેવો તો એમ જ કહે અલ્યા શું પણ ??? કેમ ??? અને શુદ્ધ અમદાવાદી ભાષામાં બોલે ..”અલ્યા એઈ રમણલાલ રાજમલ... અટક
બેલ્યા..!!” પત્તરવેલીયાની પાંપણે પોખાયા પારેવાં ..!! શું ? ના સમજણ પડી ને ..!! મને પણ આવું જ થાય છે ચિત્રવિચિત્ર મથાળા જોઈએ ત્યારે.!! હવે બીજી કઈ કઈ જગ્યાએ ગુજરાતી ભાષાની
પથારી ફરેલીલાગે ? ગુજરાતી ગીતોમાં .. હવે પેલું જુનું અને જાણીતું ગીત સાંવરિયો રે મારો સાંવરિયો ગુજરાતી સુગમ સંગીત ગાતી વગાડતી પ્રજાનું પ્રાણપ્રિય, દરેક મેહફીલમાં વાગે અને એમાં કેટલીય વાર તમને કાનમાં ખીલ્લા પણ વાગે ... જાણે અત્તર
ઢોળાયુંરૂમાલમાં એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં .. ત્યાં આવે જાણે અત્તર
ઢોડાયુરૂમાલમાં ... અલી બોન મારી..!! શું કરવા નખ્ખોદ વાળે છે ? પાછી ત્યાં ના અટકે , આગળ જાય .. છબીલો મારો સાવ
ભોળોને સાવ .. ત્યાં કરે ..છબીલો મારો સાવ
ભોડોને સાવ ... કઈ ભીંતે માથા પછાડવા ?
ભોડો...?? અમારે ખાનપુર દરવાજા બાહરની પ્રજા એક જમાનામાં બોલતી.. એક ઢેખારો મારે ને તો “ભોડું” ફોડી નાખે ..!! ભોડો અને ભોડું બધું સરખું જ લાગે ..!!
ળઅને
ડવચ્ચે કોઈ ફર્ક જ નહિ રાખવાનો..! લોકગીત અને લોકબોલીમાં ગમ્મે તે શબ્દ માટે કદાચ
ળનો
ડથાય તો ચાલે પણ જયારે ભાષાની વાત આવે અને સાહિત્યની વાત આવે ત્યારે
ણનો
નકે પછી
ઢનો
ઠલખેલો દેખાય ત્યારે આંખમાં ખીલ્લા વાગે ..! જોડણીઓ અને વ્યાકરણની વાત તો એના પછીની આવે, પણ મૂળ અક્ષરોમાં જ જ્યાં રમઝટ બોલતી હોય ત્યારે શું કરવું ? હવે આ બધા અક્ષરોમાં આવી ગડબડ થવાનું કારણ શું ? તો કહે કુવે હોય તો હવાડે આવે ને ? પેહલો વાંક માંબાપ નો, બીજો વાંક માસ્તરોનો અને ત્રીજો વાંક મિત્રોનો ..!! મારે તો બે ચાર નગર મિત્રો ખરા એટલે જેવું કૈક આડુંઅવળું બોલ્યા એ ભેગા કાનપટિયાં પકડાવે, અને ઘરમાંથી મમ્મી પપ્પા શબ્દોના ઉચ્ચાર બાબતે સ્પષ્ટતાના આગ્રહી ખરા એટલે બોલવાની ટેવ પેહલેથી જ ચોખ્ખી..!! હા સાયન્સના જે કોઈ શબ્દો છે કે જેને અંગ્રેજીમાં ટર્મિનોલોજી કહીએ એમાં પછી ડહાપણ નહિ ડોહળવાનું, ઓક્સીજનને ઓક્સીજન જ રાખવાનો એમાં પછી પ્રાણવાયુ અને નાઈટ્રોજ્ન ને નત્રલવાયુ કરીને નહિ બોલવાનું ,મિથેન ને મિથેન જ રાખવો પડે ..! અત્યારે આ લખવા બેઠો છું ત્યારે દિકરી એનું ભણી રહી છે, સેહજ પૂછ્યું કે શેનું પેપર છે બેટા આવતીકાલે ? જવાબ આવ્યો સર્જરીનું છે એટલે મેં જરાક ડહાપણ ડોહળ્યું .. બેટા એને શલ્યપ્રક્રિયા કેહવાય તરત જવાબ આવ્યો એ બધું ચાર દિવસ પછી હોં અત્યારે તમારી જોડે માથાકૂટ કરવાનો સમય નથી ..!! બિલકુલ ટાળી દેવાની વાત..!! સર્જરીને શલ્યક્રિયા કે શલ્યપ્રક્રિયા તરીકે સ્વીકારવા કોઈ તૈયાર નથી..!! પથ્થરયુગ નો શબ્દ હોય એવું લાગે છે..!! ડાહપણ કરવાનો મતલબ નથી..!! અમારા સ્કુલના પ્રિન્સીપાલ સ્વર્ગીય શ્રી રમણભાઈ એચ.કાપડિયા હંમેશા કેહતા કે ભાષા એ વેહતી નદી છે, નવું પાણી ઉમેરાય અને જુનું પાણી ઉડી જાય ,આજે એ સાર્થક લાગે છે , અનેકો અનેક અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષાએ અપનાવી લીધા છે પોતાની લીપીમાં ઢાળી દીધા છે અને એ જ રીતે અનેક શબ્દો ભાષામાંથી બાહર થઇ ગયા છે , ભગવદ્ગોમંડળ ખોલી અને બેસીએ તો એવા એવા શબ્દો દેખાય કે જેનો ક્યારેય ઉપયોગ સાંભળ્યો પણ નાં હોય, અને કોઈ નવા શબ્દો એમાં ઉમેરાયેલા ના હોય એવું પણ બને..! હમણાં ઉપર જ એક શબ્દ ગાળ રૂપે વાપર્યો “ટણપો” , મળે ભગવદ્ગોમંડળમાં ? કદાચ ના.. !! અને છેલ્લે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની વાત પણ કરી લઉં , તો અમને અફસોસ ખરો કે હું અંગ્રેજી માધ્યમમાં ના ભણ્યો , કારણ એક જ કે ગુજરાતીમાં જે વાંચવા નો
ફલોમેન્ટેઈનથાય છે એવો અંગ્રેજીમાં નથી થતો, અને કમબખ્તી એ છે કે છેલ્લા ચારસો પાંચસો વર્ષનું સાયન્સ ઉર્ફે વિજ્ઞાનની ભાષા અંગ્રેજી છે, દુનિયાની ઘણી બધી ભાષાઓ એ વિજ્ઞાનને પોતાની ભાષામાં પોતાની રીતે ફેરવવાની કોશિશ કરી છે પણ છેવટે થાકી જાય છે ,હાંફી જાય છે, કદાચ લીપી પોતાની કરી નાખે છે પણ પેહલા ઉદાહરણ આપ્યું તેમ મીથેન એ મીથેન જ રહે અને સર્જરીને સર્જરી જ રાખે ..! દેશી ભાષામાં કહીએ તો અંગ્રેજી-ગુજરાતી ના મગ-ચોખા હવે ભળી ચુક્યા છે, ખીચડી સમયની આંચ ઉપર બફાઈ ચુકી છે હવે મગ ચોખા જુદા પાડવા અઘરા છે હા ઉપરથી મીઠું ,હળદર કે પછી ખીચડીનો વઘાર (
વઘારછે
વધારનહિ હો
ઘઅને
ધનો ફર્ક )જેટલું ઉમેરવાનું છે એ બધું ગુજરાતીમાં ઉમેરીએ તો ગુજરાતીપણું જળવાશે..!! બાકી તો અડબંગો ને “વેચવું” અને “વેહંચવું” નો ફર્ક પણ નથી સમજતા હોતા ..!
બળાપાકરવાના અને
બખાળા` કાઢવાના ,બાકી તો આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળમાં …!!
ઊંટ ના સહુ ને જય શ્રીકૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)