ઇન્સેફલાઈટીસ અને સ્વાઈન ફ્લુ..
ઇન્સેફલાઈટીસ આપણે ત્યાં તો બહુ ઓછો છે,પણ જે રીતે આપણે ત્યાં અત્યારે સ્વાઈન ફ્લુ જેને એચ-એન૧ પણ કહીએ છીએ એણે અમદાવાદમાં કેહર મચાવ્યો છે,એ જોતા એમ થાય કે સરકાર કરી શું રહી છે ?
ઇન્સેફલાઈટીસ ને લીધે છોકરા મર્યા કે ઓક્સીજનના સપ્લાઈ બંધ થવાને લીધે મર્યા એ તો તપાસ થશે ત્યારે ખબર પડશે,
પણ આપડા જેવા સમજી જ ગયા હોય કે ઓક્સીજન સપ્લાઈ નોહ્તો એટલે જ મર્યા હશે અને રીપોર્ટ આવશે કે ઇન્સેફલાઈટીસને લીધે મર્યા..
જઘન્ય અપરાધ છે..બીજા કોઈના શાસનમાં આ બધું થયું હોત તો શું નું શું કરી નાખ્યું હોત,પણ મને એમ થાય કે જે ડીઆરડી કોલેજમાં છેલ્લા બે મહિનામાં ચાર ચાર વાર મુખ્યમંત્રી સ્વયમ જઈ આવ્યા હોય ત્યાં આવો “નરસંહાર” થાય તો પછી કઈ બીજા કારણો હોઈ શકે..?
શું સ્વચ્છ ભારત અભિયાનના ચશ્માં પેહરીને મુખ્યમંત્રીજી ત્યાં ગયા હશે ? હોસ્પિટલમાં સ્વચ્છતા જરૂરી છે પણ એ સિવાય પણ બીજું ઘણું બધું જરૂરી છે,
એક નાનકડો કિસ્સો યાદ આવે છે બહુ જ વર્ષો પેહલા પપ્પાના દુરના કાકી ને બ્રેસ્ટ કેન્સર આવ્યું હતું,અને ત્યારે અમારા ઘરે “સભા” બેઠી હતી,જે ઘરડા કાકીને કેન્સર હતું એમનો દીકરો એન્જીનીયર હતો અને વહુ ડોક્ટર,હવે એન્જીનીયર દીકરાને “સારા”માં “સારી” હોસ્પિટલમાં એમની મમ્મીનું ઓપરેશન કરાવવું હતું અને ડોક્ટર વહુને “સારામાં સારા” સર્જન જોડે ઓપરેશન કરાવવું હતું..
એ બંને હસબંડ વાઈફમાં જ ઓપિનિયન ડીફર થતો હતો એટલે ફાઈનલ વર્ડીકટ માટે મારા મમ્મી પપ્પા પાસે આવ્યા હતા,એ સમયે મારી મમ્મી જેઓ પોતે પણ ડોક્ટર છે એમણે ચર્ચા નો દોર હાથમાં લઇ અને બહુ જ ક્લીયર ડીસીશન આપી દીધું હતું કે હોસ્પિટલની સ્વચ્છતા અને સગવડના જોવાય ઓપરેટીવ હેન્ડ જોવાય, પેહલું કામ ત્યાંથી ચાલુ થાય છે માટે RRR સાહેબ ને ત્યાં જ સર્જરી થશે..!
યોગીજી જ્ઞાની પુરુષ હશે,પણ આ મામલામાં થાપ ખાઈ ગયા હોય એવું લાગે છે, ક્યારેક યોગ્ય હાથમાં યોગ્ય નિર્ણય અને સત્તા આપી અને કામ કરવા દેવું પડે આજે માહોલ એવો છે કે રાજનેતાઓ એટલે દરેક ફિલ્ડના જ્ઞાતા,કદાચ એમની બદલે ડો સંવિત પાત્રા ચાર પાંચ વખત હોસ્પિટલમાં ગયા હોત તો કાંડ નીવારી શકાયો હોત..!
આ એક જ ઘટના જબરજસ્ત મોટા મોટા સવાલો મુકતી ગઈ છે,લીક્વીડ ઓક્સીજન સપ્લાયરના ૬૯ લાખ રૂપિયા ચડાવી કેમ દીધા ?
વેન્કૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે ટીવીની એક ચેનલ પોતાની હોશિયારી ઠોકતી હતી કે આપણે ત્યાં “ટ્રાન્સફર ઓફ પાવર” કેટલું “સ્મુધલી” થાય છે..!
રાણીનો હજીરો સ્મુધ્લી..!
શું ખરેખર એવું બને છે? સરકારના તમામ ખાતાઓ જોડે જોડાયેલા સરકારના વેન્ડર્સને પૂછો કે ખરેખર આવું થાય છે ??? જેવી સરકાર બદલાય એટલે તરત જ જૂની સરકારે આપેલા અને પાસ કરેલા ટેન્ડરો ને રીવ્યુ કરવામાં આવે છે અને ત્યાં સુધી વેન્ડર્સના પેમેન્ટ રોકાય છે..
સેટિંગ “તૂટે” અને “જોડાય”,અને આ બે ની વચ્ચેનો સમયગાળો એટલે વેન્ડરના રૂપિયાનું જોખમ,પણ તારે સપ્લાઈ ચાલુ રાખવાનો અને રૂપિયા છૂટે નહિ અને એ રૂપિયા છોડાવવા માટે વેન્ડરે બીજા કેટલા “ઓરવા” પડે એ પણ નક્કી નહિ..!
નવો જનમત લઈને આવેલી સરકાર પોતાનું “ધાર્યું” કરવા કે “ધાક” બેસાડવા બધા જ તિકડમ કે ખેલ કરે,અને સપ્લાયર ની ઘેટી બરાબર ની ફીટ થઇ જાય એમાં,
મોટેભાગે પાછલી સરકારના નિર્ણયો “હાનીકારક” જ હોય,આવા સમયે વેન્ડર સવાલ કરી શકે કે જે સરકારે ઓર્ડર્સ રીલીઝ કર્યા હતા એ સરકાર ચૂંટાયેલી નોહતી ? શું તમે એકલા જ ચુંટાયેલા છો ?પેહલાવાળા એમનેમ આવી ગયા હતા..?
પણ બધું નિરર્થક છે,અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે એકલા યુપીમાં જ મુખ્યમંત્રી છે અને દિલ્લીમાં પ્રધાનમંત્રી, બાકી બધું તો બાંગ્લાદેશનો ભાગ છે, અમદાવાદમાં સ્વાઈન ફ્લુ એ કાળો કેહર મચાવ્યો છે,પણ તંત્રને ધાનેરાની બજારો સાફ કર્યાનો થાક ઉતરતો નથી..
કેટલી હોસ્પિટલોમાં માસ્ક પેહરવા ફરજીયાત કર્યા..? હોસ્પિટલો પોતે જ વાઈરલ ઇન્ફેકશન ફેલાવી રહી છે,આઈસોલેટેડ વોર્ડસ ક્યાં અને કેટલા ઉભા કર્યા..? સાહેબો જાગો .!!.
દર વર્ષે બે વર્ષે બદલાતા મેયરોની સંગીત ખુરશીમાં હવે તો કોણ મેયર છે અમદાવાદનું એની પણ ખબર નથી પડતી..
એચ૧-એન૧ એટલો ખતરનાક નથી સેહજ સાવચેતી રાખો તો તરત જ ડામી દેવાય અને જેવો ઉઘાડ નીકળે એ ભેગા તડકામાં વાઈરસ મરી જશે પણ ત્યાં સુધી તો બધું કંટ્રોલ કરવું જ રહ્યું..
કોઈકે લખ્યું હતું કે ગાયના સાહીઠ વાછરડા મારી નાખ્યા હોત તો જુઓ ખેલ કેવો થાય છે,હવે મારે એમ લખવું પડે કે છોંતેર ગાયો મારી નાખી હોત અમદાવાદમાં તો શું થયું હોત ?
પણ આ તો માણસો મર્યા છે ઠીક મારા ભાઈ..!
મારા મમ્મી જે આજે પણ એમની મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યા છે એમનું કેહવું એમ છે કે લોકો પણ સમજતા નથી, છેક છેલ્લી ઘડીએ હોસ્પિટલ જાય છે, પેહલા બે ત્રણ દિવસ તો કેમિસ્ટ પાસેથી ડાયરેક્ટ દવા લે છે પછી અમારી પાસે આવે ત્યારે માંડ ચોવીસ કલાક બચ્યા હોય,એટલે હોસ્પિટલ ભેગો કરીએ પણ એમાં અમને પ્રેશર કરે કે તમે દવા આપો હોસ્પિટલ નથી જવું, અને અમે સ્ટ્રીકલી કહીએ તો કહે અમને ડરાવે છે,મહાપરાણે ફેમીલીના કોઈ સમજદારને બોલાવીએ અને સમજાવીએ ત્યારે પેશન્ટ હોસ્પિટલ જાય છે..અને એમાં અમારે તો પાઈ પૈસો લેવાનો ના હોય તો ય બધી માથાકૂટ અમારે કરવાની..!
સરકારએ અહિયાં હરકતમાં આવવાની જરૂર છે, આખા ગુજરાતમાં સો બસ્સો દવાની દુકાને રેડો પાડો અને પૂરી દ્યો ચાર પાંચને,અત્યારે લોકો પેહલા બે દિવસ કેમિસ્ટને “ડોક્ટર” સમજીને દવા માંગે છે,અને પેલો ગધેડો આપે પણ છે અને એમાં આ બધી મોકાણ થઇ છે,કેમિસ્ટ કોઈપણ સંજોગોમાં “ડાયગ્નોસિસ” કરી શકતો નથી તો એ દવા કેવી રીતે આપી શકે..?
તાવ એ સામાન્ય તાવ છે..કે ફ્લુ છે ? ટાઈફોડ ?કમળો ? મેલેરિયા ? ફાલ્સીફારમ ?વાય એક્ષ? ઇબોલા ? ન્યુમોનિયા ? શેનો તાવ છે એ નક્કી કરનારો દવાની દુકાનવાળો કેમિસ્ટ કોણ ?
અને એમાં ને એમાં રોગ ના શરુ થવાવાળા શરૂઆતના બે કિમતી દિવસો કે જે સમયમાં માઈનોર ડોઝ ડોક્ટર આપે તો પણ પેશન્ટ સાજો થઇ જાય એ સમય તો પેલો દવાવાળો કેમિસ્ટ ખાઈ જાય છે..!
દરોડા પાડો અને તૂટી પાડો કેમિસ્ટ ઉપર ભૂલથી પણ કેમિસ્ટ ટ્રીટમેન્ટ ના કરી જવો જોઈએ અને જોડે જોડે સ્લમ એરિયામાં ઊંટવૈદોની જમાત છે એનો પણ સફાયો કરો..
પ્રજા વોટ ફક્ત આપવા માટે નથી,ઉપરવાળાને જવાબ આપવાનો છે દરેક જણાએ,પોતાની ફરજમાં જાણતા કે અજાણતા ચુકેલા મુખ્યમંત્રી પણ ઉપરવાળાના દરબારમાં તો ગુન્હેગાર છે જ..
દોસ્તો,સહમત હો તો આ મેસેજ વાઈરલ-શેર કરો એટલીસ્ટ કોઈક સમજે અને સમયસર દવાખાને પોહચે, સ્વાઈન ફ્લુથી કોઈકનું જીવન બચાવશો તો અઠ્ઠાઈ કે શ્રાવણ મહિનો કર્યાથી વધારે પુણ્ય મળશે..
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા