આવતીકાલે ફ્રેન્ડશીપ ડે ….!!!
મિત્રો નો દિવસ … એવુ કેહવાય કે ગુણ મળે તો લગ્ન થાય અને અવગુણ મળે તો દોસ્તી થાય … કોઇ કહે દોસ્તી સરખી હેસિયતવાળા મા થાય .. કયાક એવુ કે સરખા વિચારો વાળા દોસ્તી થાય ..સ્કુલ મા કોલેજ મા …
દોસ્તી ની વાત આવે એટલે કૃષ્ણ સુદામા ની વાત આવે ..એમા થોડી ટેકનીકાલીટી આવે છે… સુદામા જયારે કૃષ્ણ ને મળવા આવ્યા ત્યારે તાદુલ ની પોટલી લાવ્યા હતા .. દોસ્તી મા કૃષ્ણ પાકા હતા .. જોતા જ પામી ગયા કે મારો ભાઇબધ કડકો થઇ ગયો છે… પણ સુદામા પણ ઓછા નો તા … તને સાંભરે રે … મને કેમ વિસરે રે કર્યું … મેહલ માં રહ્યા પણ મન ને મક્કમ રાખ્યું …. માંગતા મર્મ છૂટે રે …..!!!!!
પૂરે પૂરું યાદ રાખ્યું …
એક શબ્દ પોતાની ગરીબી નો મોઢા માં થી ના ઉચ્ચાર્યો .. અને દ્વારકા છોડી …. કૃષણ ના હાથ બંધાયેલા હતા … તાન્દુલ ની પોટલી છીનવી અને ખાધા … જેમ જેમ ખાતા ગયા એમ એમ પોરબંદર માં ઝુપડી મેહલ બનતી ગઈ …
જ્યાં સુધી તાન્દુલ ખાધા નહિ ત્યાં સુધી કઈ ના આપ્યું … ગરીબી માં રેહવા દીધો મિત્ર ને ….
જોકે સુદામા એ મથુરાધીશ કે દ્વારિકા ના નાથ ની દોસ્તી ને ક્યાય જાહેર માં વટાવી હોય તેવો પ્રસંગ નથી …!!!!
અત્યારે તો ફલાણો આપણો ખાસ … ઓછામાં ઓછા દસ હજાર લોકો નરેન્દ્ર મોદી ના મિત્ર અને અંગત સબંધ વાળા ગુજરાત માં છે … વાપરી લો વટાવી લો .. એક એમ એલ એમ ની મીટીગ માં પરાણે એક ભાઈ લઇ ગયા … કઈ સિક્કા વેચવા ના … દસ હજાર નો સિક્કો તમે બે વેચો એટલે ચાર હજાર તમારા …
જે બે જણ ને તમે વેચ્યા … એ બીજા બે જણ વેચે એટલે તમને ચાર હજાર … ચેઈન ચાલે …તમે કરોડપતિ … મેં કીધું મીટીંગ માં આ બે સિક્કા જેની કીમત દસ રૂપિયા નથી … એ દસ હજાર માં લે કોણ ..??? તો એ ભાઈ એ કીધું તમારા મિત્રો … લો કર લો બાત … દસ રૂપિયા ની વસ્તુ મારે મારા દોસ્ત ને દસ હજાર માં વળગાડવા ની અને તું પાછો મને એમાં થી કમીશન આપે … બે હજાર રૂપરડી નું ..
એટલે મારા બે દોસ્ત ના આઠ દુની સોળ હજાર તું ખાઈ જાય .. વાહ …
મને એક જગ્યા એ સરસ વાંચવા મળ્યું હતું …
It is always better to have friends out of business than have business out of friends. ….
ત્યાર થી મેં ધંધા માંથી મિત્રો બનાવ્યા છે પણ મિત્રો માંથી ધંધો ક્યારેય નથી કર્યો
એમ એલ એમ. …એ મિત્રતા નું મોટું દુશ્મન છે એમાં પેહલા તમને નફફટ થતા શીખવાડવા માં આવે છે … માંગી જોવાનું .. બહુ બહુ તો ના પડશે …. અમુક ધીટ મિત્રો સુદામા થી પણ ખરાબ અવસ્થા માં હોય પણ ..
કડકે તો કડકે …
ફિર ભી ઠાકુર કે લડકે ….
એ સુદામા તમને એવી રીતે વાત કરે કે … એક વાર આપણને વિચારતા કરે અને એની ગરીબી માટે આપણે જવાબદાર હોઈએ એવું લાગે ..
શેર બજાર તેજી માં હતું ત્યારે એક મિત્ર વાર તેહવારે … એ લાખ રૂપિયા પડ્યા છે …??? દર બીજા દિવસે ફોન આવે ..એક… બે વાર આપ્યા … પાછા દસ દિવસ નું કહે અને આપે વીસ દિવસ પછી અને એ પણ દસ દસ હજાર કરી ને …ટોટલ શેઇમ લેસ … પછી તપાસ કરતા માલુમ પડ્યું પાર્ટી પેલા શેર બજાર ના ઇસ્યુ ભરતી …. મારા જેવા પચીસ ના હાથ ઉછીના લે અને … પચીસ લાખ ફેરવે અને મહીને દા ‘ડે તીસ ચાલીસ હજાર પાડી લે ….
હવે આ માંગણ ના સંકટ માંથી બહાર કેમનું આવવું ??? બીજા મિત્ર એ સલાહ આપી તું સામે થી એની પાસે રૂપિયા માંગવા નું ચાલુ કર …એ લાખ બે લાખ માંગે તો તું ત્રણ ચાર માંગ …
મેં કીધું આપશે તો ???
મિત્ર બોલ્યો …ગધેડા માંગવા વાળો ક્યારેય આપે નહિ અને આપવા વાળો ક્યારે ય માંગે નહિ ….
પણ ઈલાજ અકસીર રહ્યો …ફોન આવતો બંધ થઈ ગયો ….
જે દોસ્તી માં ખાલી દોસ્ત નજર થી નજર મળે અને દોસ્ત પામી જાય કે આજે મારો ભાઈબંધ શું કરી ને આવ્યો છે અને શું કરવાનો છે … એનું નામ દોસ્તી … અને જો મુસીબત હોય તો રસ્તો કાઢે કે વગર કીધે પાર પાડે … ક્યારે કપરા સંજોગો માં દોસ્ત ની હાજરી એટલું મોટું બળ આપે કે માણસ પોતાની તાકાત થી લડી ના જીતી જાય …બહુ બધી કેહવતો છે .. દોસ્તી ઉપર …પણ દોસ્તી ની પર ની દુનિયા ન્યારી છે ….
દોસ્તો અને દોસ્તી વિના ની દુનિયા …. સોરી બોસ નોટ પોસીબલ …!!!!
With This Note Happy Friendship day to all..
શુભ રાત્રી
– શૈશવ વોરા