રશિયાના ના હેકરો એ ૧.૨ બિલિયન પાસવર્ડ હેક કર્યા …
જેમા ઇ મેઇલ એડ્રેસ અને પાસવર્ડ છે.. આટલા બધા પાસવર્ડ અને ઇ મેઇલ એડ્રેસ નુ કરશે શું?? આ હેકરયા ઓ …
કંઇ નહી તમને અને મને એસ એમ એસ કરશે કે તમારા મોબાઇલ પર બે કરોડ નુ ઈનામ લાગ્યુ છે….અને રોજ ના પાંચ દસ મેઇલ કરશે…
અથવા તો તમારા ઇ મેઇલ આઇડી માંથી મને મેઇલ કરશે …
ક્યાં તો વાયગ્રા ની એડ …અને છેલ્લે દત્તક લેવા ની…વાત.. મારો ધણી મરી ગયો છે હુ મુઇ ડોશી એકલી છુ …તને દતક લેવો છે .. ડોસો મારો પાંચસો હજાર કરોડ રુપિયા મુકતો ગયો છે…મેં તારા ઇ મેઇલ આઇ ડી ને મે સિલેકટ કર્યુ … અહી આવી ને મારી બધી પ્રૉપ્રટી લઇ જા …..લો ભાગ ખુલી ગયા મારા તો …!!! સાલા કેવા કેવા મેઇલ મોકલે છે…આ હેકરો…પણ લોભીયા હોય તો ધુતારા ભુખે ના મરે..
મને થોડા વખત પહેલા હાર્લી ડેવિડસન બાઇક લેવા નો કીડો મન માં ઉપડયો હતો… એક મોટી સાઇટ પર મસ્ત એક એચડી બાઇક નો ફોટો જોયો …ખાલી પાંચ લાખ મા નવું નકકોર બાવીસ લાખ નું બાઇક … એક એલીસ ભૈ નો મુંબઇ નો ફોન નંબર …કોઇ કોનસયુલેટ મા નોકરી કરે અને બદલી થઇ એટલે તાત્કાલિક બાઇક વેચવા નુ છે…આપણે તો આંખ બંધ કરી …અને બાઇક પર બેઠો.. મોજ માં આવી ગઇ શૈશવ પાર્ટી તો… સીધો નંબર ડાયલ …સામે થી કોઇ અંગ્રેજ ….સંપુર્ણ અમેરીકન એકસેંટ મા અવાજ માબદોલત એ પણ ચલાયુ…. સામે ધોળીયા નો અવાજ સાંભળી ને હું તો બાઇક પર સવાર….થઇ ગયો ..જૈસી બોલી વૈસા જવાબ…એ એલીસ ભૈ એ તો બીજા એક બેન નો નંબર આપ્યો…એ બેન એમના એજન્ટ …. વાત કરતા એવું લાગ્યુ કે બેન પંજાબી હશે … બેને પેહલા એમનો એકાઉન્ટ નંબર આપ્યો …એમા પચાસ હજાર જમા કરાવા ના …. પછી મુંબઇ એ બોલાવે … પણ મુંબઇ આવો તે પેહલા બીજા પચાસ હજાર જમા કરવા ના …તમારા બેંક એકાઉનટ નો નંબર આપવાનો ..અને તમારો એડ્રેસ પ્રૂફ અને બિજુ બધુ … ટુક માં મારો બધો ડેટા એ પંજાબી બેન ને આપવાનો ….હવે ટોટલ લાખ રૂપિયા ભરો પછી બાઇક ના દર્શન થાય…. મારી આંખો ખુલી ગઇ…..બાઇક પર થી નીચે ઉતરી ગયો ….મારા લોભ ને થોભ આવયો….મોટે ભાગે આવા કેસ મા લોભીયા ફસાતા હોય છે…..
હેકરો નો સૌથી મોટો ખતરો બેંકો ને હોય છે અને ઓનલાઇન થતા transaction મા રેહતા હોય છે….આપણી કોમ્લીકેટેડ બેંકીંગ સિસ્ટમ માં રશિયા ના હેકરો અટવાયી જાય બિચારા.. રશિયા અને પુરવી યુરોપ ના ઘણા બધા ખરેખર હોશીયાર અને જુવાનીયા ઓ આવી સ્પેસીઅલ હેકિંગ ની કંપની ખોલે છે અને હેંકિગ ને એક ધંધા તરીકે સ્વીકારે છે.
હેકિંગ વિશે વધુ જાણવા માટે વીકી ને પુછયુ … વાચવા જેવુ છે … વીકીપિડીયા પર .. બધુ ટોપી થી describe કરયુ છે…આખી હેકર ની જાત ને .white cap black cap, blue cap hecker, સફેદ ટોપી.. કાળી ટોપુ… મજા આવશે વાચી જજો…
શુભ રાત્રી
– શૈશવ વોરા