ઈઝરાઈલ ઉપર જબરજસ્ત રીતે હુમલો થયો..
લગભગ આખી દુનિયાના મીડિયા અને દુનિયા પોત્તે પણ હાલી ગઈ, પણ સૌથી વધારે અમેરિકા અને અમેરિકનો હલ્યા ..
કારણ ?
તો કહે એમની આપેલી કે માથે રહીને ઉભી કરાવેલી મિસાઈલ્સ વિરોધી સીસ્ટમ ફેઈલ ગઈ, નવું ટાર્ગેટ આવ્યું હવે પોતે બનાવેલી ડીફેન્સીવ સીસ્ટમને અપગ્રેડ કરવા માટેનું ..
દુનિયા આખીમાં જ્યાં પણ યુદ્ધ ચાલી રહ્યા છે ત્યાં અમેરિકા ,યુરોપ અને રશિયામાં અથવા એમના દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર થઇ હોય એવા શસ્ત્રો-અસ્ત્રો લડી રહ્યા છે,
લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી જગત આખા ઉપર બર્બરતા આચરીને લુંટી લીધા પછી માનવતાના પાઠ ભણાવતા પશ્ચિમ જગતને એટલી ખબર ચોક્કસ છે કે યુદ્ધ તો લડતા જ રેહવું પડશે પણ પોતાની ભૂમિ ઉપર નહિ એટલે ઠેર ઠેર પલીતા ચાંપ્યા કરે છે..
થોડાક સવાલ એવા ઉભા થાય કે આવું કેવી રીતે થયું ? અને હવે આગળ શું થશે ?
તો જેને આપણે વિશ્વનું સારામાં સારું ગુપ્તચર તંત્ર કહીએ એ તંત્ર ક્યાંક ચરવા જતું રહ્યું એમાં બધું રંધાઈ ગયું અને અનેકો અનેક માસૂમ જિંદગીનો ખો નીકળી ગયો,
તો હવે આગળ શું થશે ?
કદાચ જગતએ ના જોયેલો બદલો લેવાશે, આજ દિન સુધીનો ઈઝરાઈલનો ઈતિહાસ જોતા એ પણ નક્કી, કારણ કે સમયનું હવે ઈઝરાઈલ પાસે કોઈ બંધન છે જ નહિ એટલે પોતાની રીતે પોતાના સમયે ક્યાં કેટલું લોહી રેડવું એ નક્કી કરીને બદલો લેશે..
પણ આમાં આપણે શું કરવાનું ?
ક્રિકેટ રમવાનું, લગ્નોમાં મહાલવાનું, નવરાત્રીના પાસના સેટિંગ કરવાના, દિવાળીના ફરવાના બુકિંગ લેવાના અને દિવાળી પછી લગ્નોમાં કપડા કઈ થીમ ઉપરના છે એ જાણી લઇ અને એ પ્રમાણે કપડા લેવાના અને મોજ કરવાની..!!
ઐયાશ અને આળસુ પ્રજા, જે એમ માનતી હોય કે “સૂતા જેવું સુખ નહિ અને બેઠા જેવું દુઃખ નહિ” એને દારૂબંધી હોય કે ગાંજાબંધી હોય કશો ફર્કના પડે..
કોઈ ને કોઈ `નશો` શોધી જ કાઢે, અને જરૂર પડ્યે નાત,જાત,ધરમ બધું જ બદલી કાઢે પણ ઉભા થવાની વાત …. નહિ કરવાની..!
આમાં લડવા જવાની ક્યાં વાત કરો છો તમે ભાઈ ?
આ પ્રકારના હુમલા આમ જોવા જાવ તો ભારતનો ઈતિહાસ ખોલો (પણ સાચો ઈતિહાસ ખોલવો પડે ) ત્યારે જોઈએ તેટલા ઉદાહરણો મળશે ,
સામ ,દામ ,દંડ,ભેદ ચારેય નીતિ વાપરી અને ભારત એક જમાનામાં સુપર પાવર હતું, ભારતમાં યુદ્ધના પોતાના નિયમો હતા પણ પાછલા ચૌદસો પંદરસો વર્ષમાં યુદ્ધ નિયમ વિહીન થઇ ગયું ..
યુદ્ધ અને પ્રેમમાં બધું જ “જાયઝ” થયું..!!
એટલે પ્રેમ અને હવસ વચ્ચેનો ભેદ પણ ભૂલાયો..!
ઓન સીરીયસ નોટ ..
ભારતએ બે પ્રકારની એબિલીટી ડેવલપ કરવી રહી આવા પ્રકારનો હુમલો કરવાની અને અને આવા પ્રકારનો હુમલો થાય તો પ્રતિકાર કેવી રીતે કરવો ..
આ બે પ્રકારની એબિલીટી ડેવલપ કરી શકીએ તો પછી આગળ હુમલો કર્યા પછી કે હુમલો થયા પછીના લેખાજોખા કરીને જવાબ આવે કે આપવો કેમનો એની એબિલીટીનો પ્રશ્ન ઉભો થાય..
દુનિયા આખીમાં આપણે બાખડવા અમેરિકા,યુરોપ કે રશિયાની જેમ આપણે ના જઈએ પણ જેની સાથે પાછલા સૈકામાં યુધ્ધો લડ્યા છીએ એના માટે તો કમ સે કમ તૈયાર રહીએ..
મેઇક ઇન ઇન્ડિયાના શસ્ત્રો-અસ્ત્રો એક્સપોર્ટ કરો જગતની રણભૂમિમાં..
આ નવરાત્રીએ અષ્ટભુજાધારી માની આઠેય ભુજાઓમાં ધારણ કરેલા હથિયારો વિષે તો એટ-લીસ્ટ જાણીએ, અને એ શસ્ત્રો-અસ્ત્રોને આજના યુગમાં અપગ્રેડ કરીને કેવી રીતે વાપરી શકાય એટલું જ્ઞાન તો લઈએ અને આપીએ તો પણ ઘણું..
દશેરાએ જૂની તલવારો ના પૂજન થાય છે, સારી વાત છે, પણ જોડે જોડે લેટેસ્ટ અસ્ત્રો-શસ્ત્રોના પબ્લિક માટે ના પ્રદર્શન તો ગોઠવો , પ્રોપર ડેમો આપતા વિડીઓ સાથે મુકો, પછી લશ્કરી ટ્રેનીંગ આપો તો તાળીઓ પાડીને ગરબા કરતી પ્રજા વખત આવ્યે તાબોટા ના પાડી જાય ને લડી જાણે..
બાકી સ્ત્રી સન્માનની વાતો તો આવે સમયે ચોપડીઓમાં જ રહી જાય છે, ભારતવર્ષની રાજરાણીઓ અને માતાઓ બેહનો પાગલ નોહતી કે સળગતી ચિતાઓ ઉપર ચડીને જૌહર કરી લેતી..
એ સળગતી ચિતાઓની કુખેથી વીરપુરુષોના જન્મ થયા છે, ખાલી નામ પાડી દેવાથી અગ્નિવીર નહિ જન્મે..નહિ મળે દેશને..
સ્વપીડનની વૃત્તિમાંથી ભારતએ બહાર આવવાની જરૂર છે.. એનો મતલબ એવો નથી કે પરપીડન કરીએ, પણ સ્વપીડન કરી અને મોક્ષવાળી થીયરીને હમણાં સો બસ્સો વર્ષ બાજુ ઉપર રાખો..
ભારતને ટાર્ગેટ આપ્યો છે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનો ..
આપણે પેહલી આર્થિક મહાસત્તા હતા અને પછી શું થયું એની સમજણ રાખી અને હવે ત્રીજા તરફ દોટ મુકજો ..
કેટલા ઇઝરાઈલીઓ બંધક છે એની હજી આધિકારિક રીતે કોઈ જ પુષ્ટિ નથી થઇ અને એમનો હવે આગળ જતા કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે એ વિચારે પશ્ચિમ જગત થથરી રહ્યું છે,
આજના છાપા લખે છે કે મિડલઇસ્ટનો નકશો બદલાઈ જશે , ગાઝા પટ્ટીમાંથી પલાયન ચાલુ થયું છે , આગળ વધશે યુદ્ધ એમાં શંકાને સ્થાન નથી , ઝેલેન્સકીને ભૂલીને મીડિયા અત્યારે ઈઝરાઈલ ચલાવશે ,
મેનેજરો ગોઠવાઈ જશે મેનેજ કરવા અને બીજે ક્યા મોરચો ખોલવો એમાં એ લોકો વ્યસ્ત થઇ જશે ..
એક સવાલ હજી પણ રહી જાય કે આટલા બધા રોકેટ્સ વગેરે પુરા કોણે પાડ્યા ?
જવાબમાં હરીફરીને ત્યાં જ આવે છે ..
એક તરફ યુરોપને અમેરિકા અને બીજી તરફ રશિયા..
આપણે ઓમ શાંતિ હો ઓમ શાંતિ હો નું ગીત અત્યારે વગાડતા રેહવું પડે ..
તેલ લેવું પડે છે જગતમાંથી , ત્યારે ખટારા ફરે છે દેશમાં , ઉછ્છશૃંખલ પ્રજા સાથે વિશ્વગુરુ જ થવાય વિશ્વવિજેતા નહિ..
રાજધાની બદલો ઝટ અયોધ્યા લઇ જાવ ,
ખતરો મોટો છે,
કુદરતી અને અકુદરતી..!
હિમાલયન અને તિબેટીયન પ્લેટો અંદર લડી રહી છે, ભૂકંપના નાના નાના આંચકા તો આવતા જ રહે છે આંખ આડા કાન કર્યે નિયતિ નહિ બદલાય..
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*