જવા-ની
થોડાક દિવસો પેહલા એક આધેડોનું ગ્રુપ ભેગું થયું હતું ..
ટીપીકલ પાલડી-વાસણાનું ગ્રુપ..
આ પાલડી-વાસણાનું ગ્રુપ એટલે જીવનમાં બધું જ જોઈતું હોય ,બધું જ કરવું હોય , પેલી પશ્ચિમની વન લાઈફ થીયરી જ જાણે ..
જેમાં જીવનના તમામ પ્રકારના સુખો જાણી લઇ અને એનો ઉપભોગ કરવો હોય,
પણ તકલીફ ત્યાં પડે કે ઘરમાંથી સંસ્કાર કુટી કુટીને ભર્યા હોય એટલે બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળેલા સ્પાનું પગથીયું ચડી તો જાય ,
પણ ….છેલ્લે …સાવ છેલ્લે………પગથીયે હ્રદય ધબકારો ચુકી જાય ..!!
મારો સાળો કે બનેવી તો આજુબાજુની દુકાનમાં નહિ હોય ને ..??!!
જોઈ જશે તો મારું શું થશે ?
હેઈ મજાનો ગીલ્ટ આવે અને મંદિર -દેરાસર ભેગો થઇ જાય, બે અગિયારસ-આઠમ વધારાની કરી ખાય ..!
આને કેહવાય પાલડી-વાસણા ..!!
હવે મને સ્પેશિઅલ નોતરવામાં આવે ..
“આ” તો બધું લખે છે એટલે એ તો બધે “ જઈ આવ્યો” હશે ..!!
અલ્યા પિત્તળ,
લખવા માટે “જવા-ની” ક્યાં જરૂર છે ??????
“જવાની” સાચવી રાખવાની જરૂર છે..!!
એક જમાનો હતો કે ફૂટણખાના આધેડોથી જ ચાલતા ,હવે તો પેહલા સ્પાનો રવાડો છે, બાર થી લઇને બાણું ,ઉંમરનો કોઈ બાધ જ નહિ ..એકવાર ઘુસ્યો પછી બધું પૂરું કરીને જ માટીડો બાહર આવે છે ,
ખાલી તમારી અંદરના જુવાનીયાને જીવતો રાખો …માહિતીઓનો ભંડાર સામેવાળો જુવાન તમને આપી દેશે, મજાની વાત એ છે કે બેઝીક માનવ સ્વભાવ હજી બદલાયો નથી..
શિમલા-કુલુ-મનાલી ફરવા ગયેલાને ત્યાં ફરવા અને માણવા કરતા આજે પણ ત્યાં ગયા એવું જગતને જણાવવામાં વધારે રસ છે ,,!
બસ, એ રસનો આનંદ જુવાની ઉર્ફે જવાની સાચવી રાખીને લ્યો જવા-ની જરૂર જ નહિ પડે ,ક્યુરીઓસીટી ..
પેલો જે બેંગકોકથી લઈને જગત આખ્ખાની સફર કરીને આવ્યો હતો એ એક સાથે નહિ પણ બધ્ધું સમય સમય પર ઓકશે ,
અને જરાક નિકટતા વધારશો તો એના મોબાઈલની ગેલેરીમાં રહેલા હિડન ફોલ્ડર ખોલી અને એની કામક્રીડા પણ તમારા નસીબમાં હોય તો બતાવશે ..
પછી શું બાકી રહ્યું ?
તો કહે તમારી વર્ણન શક્તિ ,
એમાં તમારી કલ્પના શક્તિનો “વઘાર” કરો,
ગલગલીયા કરતી ચટપટી ( મમ્મી “નીસાળ” ,સીએન વિદ્યાલયમાં ભણતા ત્યારે બનાવી આપતી એ ચટપટી નહિ હોં ..અસલી વાળી ) વાનગી તૈયાર ઓડીયન્સ જોઈને નાખો..!
હવે ઓડીયન્સની પણ ઓકાત જોવાની .. શાહીબાગનો જુનો મિલમાલિક શેઠિયાનું બીજી-ત્રીજી પેઢીનું ફરજંદ હોય હોય તો આખી દુનિયા આખી ફરી ફરીને ફ્રુટચાટ ખાઈને બેઠો હોય ત્યાં બોલવા કરતા સાંભળવું વધુ ,
અને સિંધુભવનનો વિઘાની લે-વેચનું ફરજંદ હોય તો એણે અમદાવાદમાં જ બેંગકોક કે ઉઝબેક કેવું ઉભું કર્યું એ જાણવું..!
હમણાં એક મિત્રને એનો મિત્ર , પરમીટવાળો માલ ફુલ્લ પી ગયો ,
અને પછી અમારા મિત્રને ઉપાડી ગયો કે તું તો બહુ પરદેસ ફર્યો છે ને જો મારા ફલાણા સગાના છોકરા કેવી પાર્ટી કરે છે એ જો ..
અને પેલો મિત્ર કે જેનો પાસપોર્ટ છત્રીસ પત્તાનો.. અને બદ્ધા પાના દુનિયા આખીના વિઝાથી ભરેલા ..
એ બઘવાઈ ગયો .. મને રાતના અઢી-ત્રણ વાગ્યે મેસેજ કરે એ ભઈ તું કાલે સવારે ઉઠે એટલે તરત જ કીટલીએ આવ..
આપણે સવારે કરાગ્રે મોબાઈલ કર્યું અને મેસેજ કર્યો કે… આવ ભાઈ ,
હું સમજી ગયો હતો કે નગરી અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારે વસતું આ પ્રાણી ખોટી જગ્યાએ જઈ ચડ્યું હશે ..
શૈશાવ્યા ભારતમાં એક રાત માટે ઉઝબેકિસ્તાન ઉભું કર્યું હતું ..
હબક ખાઈ ગયો હતી વાસણીયો …!
પાર્ટી ચાલે એટલે .. આવી પાર્ટી તો પરદેસમાં પણ નહિ .. આખ્ખી ઉઘાડી ફરે બધી રશિયન અને વેઈટરની જેમ બધું સર્વ કરે , લોકો એમના બૈરા લઇ લઇને આવ્યા હતા .. બોલ પેલા પાછળના રૂમોમાં બધા જાય અને આવે ,આટલું પરદેશ ફર્યો પણ મને તો કંઈ સમજાતું નથી આખી પાર્ટીમાં કોણ કોનું હતું ..!
સાલુ આપણા સંતાનોએ તો કેટકેટલું સાચવવું પડશે …
અડધો કલાક ચાલ્યું એનું સ્વગત બબડવાનું ,
ચા અને મસ્કાબન પત્યા એને હાયકારો ,એને હાશકારો થયો કે એ બચી ગયો અને જળકમળવત નીકળી ગયો છે એ પછી શૈશવનો પોડકાસ્ટ ચાલુ થયું ..
અમદાવાદથી કેટલા કિલોમીટર દૂર હતી પાર્ટી ?? કન્ટેનર રૂમો હતા ..? કે પાક્કું બાંધકામ ?સ્વીમીંગ પુલ હતો કે હોજ હતો ? કેટરર્સના માણસો હતા કે પેલી નાગડી-પુગડી જ એ કામ કરતી હતી ? રસોડું ત્યાં હતું કે બહાર ?
આવા અનેકો અનેક સવાલના બધા વિસ્તારે જવાબો મળે પછી શૈશવભાઈને લખવા માટે ક્યાંય જવા-ની જરૂર પડે…???????
સવાલ-જવાબ કરતી વખતે તમારે `જવાની` સાચવી રાખવાની જરૂર પડે, કેમકે ત્યારે જો તમે ડોહલાઓની જેમ દંભનો અંચળો ઓઢી અને સામેવાળાને ગાળો કાઢો તો પેલો બોલતો બંધ થઇ જાય, અને પછી તમારે મનમાં ને મનમાં દુનિયાને ગાળો કાઢવા સિવાય બીજું કશ્શું જ ના વધે ..!
એક ટીપીકલ ટીનેજરની જેમ સવાલો પૂછો પછી જુવો જવાબો ..!!
હવે પેલી પાર્ટીમાં આધેડો બેંગકોકમાં બેચલર પાર્ટી ગોઠવવાની વાર્તાઓ કરે ..
એટલે મેં જઈને ગુગલી નાખી અલ્યા ટણપાઓ બેંગકોકના જવાય એના કરતા ફિલીપાઈન્સ જવાય , બેંગકોકમાં પણ ત્યાંથી “ માલ ” આવે છે , બેંગકોકમાં તો દાવ થઇ જશે તો `હલવાઈ જયે`…!
બધું કન્ફ્યુજીયા ગયું .. આખો મોરો જ ફરી ગયો જહાજનો ..દિશા ફંટાઈ ..!
હવે તમે પૂછો કે તમને ક્યાંથી ખબર ..?
તો ભઈ તારા જેવા મારે આલિયા-માલિયા-જમાલિયા કેટલા બધા ?
આલીયો આમ બાલી-બેંગકોક જાય , માલિયો તેમ લંડન-યુરોપ જાય અને જમાલિયો દુબઈ-કતર જાય ..
મારે તો કીટલીએ બેઠા બેઠા ચા અને મસ્કાબન ખાવાના અને એ પણ તું જ ખવડાવે હડફા ..!!
{ `હડફા ` એ બિનસંસદીય શબ્દ નથી ,એવું ધોરણ નવમાં અમારા એક ગણિતના સાહેબે ધી ન્યુ હાઈ સ્કુલના નવ-એફ ના ક્લાસમાં સાલ ૧૯૮૩ – ૮૪માં પ્રસ્થાપિત કરેલું , જે પોતે સાધર્મિક ભક્તિ કરતા જૈન વાણીયા હતા , જેથી હું તેનો છૂટ શબ્દ પ્રયોગ કરું છું ..નોધ લેશોજી ..}
હવે એમ પૂછો કે કૌંસની બદલે છગડીયો કૌંસ કેમ કર્યો ??
અલ્યા મારી મરજી વળી…!!
તું ડોહો-ડોહી થઇ ગઈ-ગયો …હડફા
બોટમ લાઈન એ આવે કે
तुलसी इस संसार में, भांति भांति के लोग।
सबसे हँस मिल बोलिए, नदी नाव संजोग॥
એક ગીત સંગીત શીખતો ત્યારે શીખ્યો હતો એ યાદ આવે છે ,
“અષાઢ મહિનો આવ્યો ને લાવ્યો નહિ સંદેશ …!”
આવતીકાલે બુધવતી અમાસ અને પરમદિવસે અષાઢસ્ય પ્રથમ દિન ..!
મહાકવિના યક્ષનો દિવસ ..
ઈચ્છા જાગી ફરી એકવાર મેઘદૂત વાંચી લઈએ ..
જય હો
એવું કેહવાય છે કે મહર્ષિ વાત્સાયન આજીવન બ્રહ્મચારી હતા ..!
સાલા …હડફા ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*