બે દિવસથી ટીવીની ન્યુઝ ચેનલ ખોલીએ અને બધે એક જ વાત આવે છે मुंबई हादसे के जिम्मेदार कौन ?? कौन कौन कौन कौन .. ઇકો પાડ્યા જ કરે ટીવીવાળા..!
અલ્યા ભઈ આ તો ઓછા મર્યા છે ખાલી બાવીસ જ છે, બાકી તો આ દેશમાં ભીડ જ એવી અને એટલી છે ચારેબાજુ કે આવી જગ્યાએ તો બસ્સો પાંચસો મરે..!
વાત કરીએ જવાબદારી કોની ..? તો ટેકનીકલી રેલ્વે મીનીસ્ટરની અને પછી આખો દેશ..!!
અંગ્રેજ રાણી વિક્ટોરિયા રેલ્વે અને શેહરો બનાવી ગયા એ પછી આપણે જ જાતે એવા નપાણીયા અને નપાવટો ને મત આપી આપીને “રાજા” બનાવી દઈએ છીએ અને પછી રડીએ છીએ..હાય હાય આટલા બધા મરી ગયા..!
આપણો મોટો પ્રોબ્લેમ છે કે આપણે આપણી જાતને રાજા માનવા તૈયાર જ નથી,
આપણે “શાસક” ચૂંટીને મોકલીએ છીએ “સેવક” ની બદલે..! એટલે સૌથી પેહલા તો આપણે જાતે આ આપણા “સેવકો”ના મગજમાંથી રાઈ કાઢવાની જરૂર છે કે તમે “શાસક” નહિ “સેવક” છો…અને એના માટે સૌથી પેહલા હિન્દુસ્તાનમાં રહેલી તમામ તકતીઓ અને પુતળા કાઢી અને ફેંકવાની જરૂર છે,હવે તો જરૂર પડ્યે એમ કે ગાંધીના પણ પુતળા ઉતારી લ્યો ભલે સુકા ભેગું લીલું બળતું..
એમ. કે. ગાંધી પુતળાનો મોહતાજ નથી.!
આમ પણ નવી પેઢીના કોંગ્રેસ મુક્ત કરવા નીકળેલા નેતાઓ આજે નહિ તો કાલે નવા રાષ્ટ્રપિતા લાવશે એ નક્કી..અને એનું નામ પણ તમે કે મેં નહિ સાંભળ્યું હોય, અને એમ કેહવાશે કે આઝાદીના આંદોલનમાં એમની ભૂમિકા મુખ્ય હતી પણ પ્રસિદ્ધિથી દુર રેહવાના એમના પ્રણ ને લીધે એ સંતાયેલા રહ્યા,
એક વોટ્સ એપ ગ્રુપમાં “ગોડસેજી” એવું સંબોધન આવ્યું હતું, હત્યારાની પાછળ “જી” લાગે..!!!
દુર્યોધન”જી”, દુશાસન”જી”,પણ ગાંધી ની પાછળ “જી” લાગ્યું તો મારી પાછળ પણ “જી” લાગવું જોઈએ લગાડો લગાડો અફઝલ ગુરુ”જી”, અજમલ કસાબ “જી” , હમણાં નવા નવા પેદા થયેલા “જી” તમને મોઢે હશે..!
કેમ હજી “દરિદ્ર” માનસિકતામાંથી દેશ બહાર નથી આવતો ?રાહુલ ગાંધી ડાયનેસ્ટી પોલીટીક્સની વાત કરે છે ત્યારે ભવાં ચડે છે, પણ ઘર ની વાણી પોપટ નહી બોલે તો બીજું કોણ બોલશે ?
ભગદડ થી થતા મૃત્યુ ભારતના તમામ રાજ્યોમાં થાય છે..સૌથી વધારે મૃત્યુ મંદિરોમાં ધક્કામુક્કી થી થાય છે…
હમણા ગયા મહીને ચેન્નાઈ હતો, સમય બચ્યો હતો તીરુપત્તિ દર્શન કરવા ગયો, ભીડ નો એક ભાગ બનવા, ભીડને કન્ટ્રોલ કરવા જુદા જુદા રૂમોમાં પૂરી રાખવામાં આવે છે ભીડ ને…!
એક વિચાર ત્યાં તિરુમાલામાં લાઈનમાં ઉભા ઉભા આવ્યો કે સદીઓ પેહલા બનેલા મંદિરમાં એ જમાનાની વસ્તી ને ગણતરીમાં લઈને બનાવાયું હશે પ્લસ પેહલા ના જમાનામાં રોડ રસ્તા ઓછા અને વાહન વ્યહવારનાં ટાંચા સાધનો એ જોતા બહુ જ ઓછા યાત્રિકો આવતા હશે અને ત્યારે કદાચ બધું વગર ભીડ અને હેસલ વિના પ્રોપરલી મેનેજ થતું હશે પણ ખાલી છેલ્લા ચાર દાયકામાં વધેલી વસ્તી અને રોડ,એર અને રેલ કનેકટીવીટી એ ધસારો ખુબ વધારી દીધો છે..
પણ તીરુપત્તીના હાલ તો ઘણા સારા છે, નાથદ્વારાની સરખામણીમાં..!
મોગલોના આક્રમણો પછી ઠાકોરજીને ગિરિરાજજી થી મેવાડ પધરાવામાં આવ્યા ધાર્મિક વાર્તાઓ ને બાજુ પર મૂકી અને પ્રેક્ટીકલ વાત કરું છું, મેવાડ મોગલોના આક્રમણ સામે અજેય રહ્યું હતું, એટલે ઠાકોરજીના મૂર્તિ સ્વરૂપને બચાવવું હોય તો એક જ ઓપ્શન હતું અને એ મેવાડ..ઘણા વર્ષો મહારાણાઓ મેહલમાં ઠાકોરજીની સેવા કર્યા પછી સિક્યોરીટી પોઈન્ટ થી વિચારી અને નાથદ્વારા ઠાકોરજીને શિફ્ટ કર્યા, અને ઠાકોરજીની આજુબાજુ ગામ વસાવ્યું મંદિર પરિસર પણ ઝીગઝેગ બનાવ્યું અને મંદિરની આજુબાજુ સાંકડી ગલીઓનું નિર્માણ થયું જેથી દુશ્મન આવી ચડે તો એને સાંકડી ગલીઓમાંથી નીકળવું પડે અને કોઈ મોટું લશ્કર સીધું મંદિર સુધી ચડી નાં આવે,અને દુશ્મન ને આ સાંકડી ગલીઓમાં વન ટુ વન ફાઈટ જ કરવી પડે અને વન ટુ વન ફાઈટમાં મેવાડી રજપૂતો એક એ હજારા હતા..! સોમનાથની ભૂલ નાથદ્વારામાં સુધારી લેવાઈ હતી..!
પણ હવે વન ટુ વન ફાઈટ નો સવાલ નથી, અને ભક્તો નો ધસારો વધી ગયો છે તો પછી શામળાજી ની જેમ આખું ગામ તોડી અને ફરી વસાવવાનો સમય આવી ગયો છે.. આખું મંદિર પરિસર પણ ફરી બનાવવું પડે તેમ છે..સીસી ટીવી મૂકીને બહારથી એલઇડી સ્ક્રીન પર દર્શન થાય એવું વ્યવસ્થા ગોઠવવી જરૂરી થઇ ગઈ છે અને હા સિક્યુરીટીમાં કોમ્પ્રો કરવાની જરૂર બિલકુલ નથી.. જેમ તિરુપતિ થી તિરુમાલા જઈએ ત્યારે વચ્ચે એરપોર્ટની જેમ જ સીઆઇએસએફ ગાડી ,બસ કે બીજું કોઈપણ વાહનનો ખૂણે ખૂણો ચેક કરે છે તેમ નાથદ્વારામાં પણ થવું જોઈએ, અત્યારે તો એકે એક દુકાનદારની ચોકન્ની નજર દરેક યાત્રી પર હોય છે પણ નવા ડેવલપમેન્ટ પછી હવે આ કામ કેમેરા એ કરવું પડે..
લગભગ ભારતના તમામ મંદિરો અને રેલ્વે જેવી જાહેર જગ્યાઓ જનમેદનીથી ઉભરાઈ રહી છે, હું ઘણા વખતથી કહું છે કે મુંબઈ “ફાટી” ગયું છે..રોડ રેલ અને જગ્યાની દ્રષ્ટીએ મુંબઈ હવે ઓવરફ્લો થઇ રહ્યું છે,
આપણો વસ્તીવિસ્ફોટ જો આમ ને આમ રહ્યો તો શાંતિદૂત એ સામ્રાજ્યવાદ ના શરણે જવું પડે અને એમાં કઈ ખોટું નથી ,બસ તલવાર ઉપાડવા ની તાકાત બચી હોવી જોઈએ ત્યારે ખાલી ખાલી ફાંકા ફોજદારીથી કામ નહિ ચાલે..
ગઈકાલે એક કેનેડિયન ફેસબુક મિત્રનો મને “વિશ” કરવા ફોન હતો અને ત્યારે એમણે કીધું શૈશવ આ તારી ગરબાની ક્લિપ્સમાં અને જે મોટું યુથ નું ટોળું ગરબે રમતું જોઈએ છીએ ત્યારે અમને એમાં બહુ જ મોટું માર્કેટ દેખાય છે, તમારો દેશ આવતા પચાસ વર્ષ સુધી યંગ રેહવા નો છે અને સાથે સાથે એમપણ કહ્યું કે પાકિસ્તાન પણ તમારી જેમ યંગ રેહવાનો છે પણ ત્યાનું યુથ ડીસ્ટ્રેકટ છે જયારે ઇન્ડિયાનું ટ્રેક પર છે.
મને લાગે છે કે અ યુથ ને પ્રોપર ચેનલાઈઝ કરી અને ભીડ બનતી અટકાવવી જરૂરી છે,અને એને માટે પશ્ચિમ માં ચાલતી વન લાઈફની થીયરી અપનાવવી પડશે,
આપડી પુનરપિ જનનમ પુનરપિ મરણમ વાળી થીયરીમાં આ જન્મ બરબાદ થાય તો મુઓ, આવતો સુધરવા નો ટ્રાય કરવામાં આવે છે, જેને લીધે આ જનમ કિમત ઘટી જાય છે અને લગભગ વેડફાઈ જાય છે..
જો કે અત્યારનું નેટ કનેક્ટેડ યુથ વન લાઈફ થીયરી ઉપર જ ચાલતો થઈ ગયો છે, એટલે જ ટીવી ઉપર બાવીસ મૃત્યુ માટે પણ બુમાબુમ થઇ રહી છે..
જયારે આપણે પોતે આપણને મળેલી આ એક જ જિંદગીની કિમત સમજીશું ત્યારે જ આપણે બીજાને પણ એની સાથે રમત કરતા અટકાવી શકીશું..!
પ્રભુ મુંબઈના મૃતઆત્માઓ ને સદ્દગતિ અર્પે…મુંબઈના એ જ બ્રીજ ઉપર એક એક પગથીયે એક ફૂલ ગોઠવી અને મુંબઈ એની દારુણ જિંદગી જીવવા લાગી ગયું છે..
મુંબઈગરાં એ એની જિંદગીની કિંમત જાતે જ નક્કી કરવી રહી..!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા