નિર્ભયાકાંડ માં થયેલા ઈન્ટરવ્યુ પર બબાલ ચાલી છે ….દુનિયા આખી માં જેને બીભત્સ ,ભયાનક ,જંગલી કયો શબ્દ સેટ થાય ..??? રાક્ષસ ..ના રાક્ષસો તો આવું નોહતા કરતા …રાવણે સીતા નું અપહરણ કર્યું પણ ક્યારેય આંગળી અડાડવાની ભૂલ નોહતી કરી …રાક્ષસ પણ આવા કૃત્યો નોહતા કરતા … જે રીતે નિર્ભયા ની હત્યા થઇ એ બહુ જ ખતરનાક હતું ….વિચારીએ તો કદાચ મહિનો ઊંઘ નાં આવે …
મેં શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલુ કર્યું ત્યારે પેહલો રાગ મને ભૂપાલી શીખવાડવા માં આવ્યો હતો , અને બીજું ગીત હતું….રાગ ભૂપાલી માં જ
લાજ બચાવો ક્રિષણ મુરારી..
બીચ ભંવર મેં આં ફંસી અબ…
નૈયા મોરી ડગમગ ડોલે …
પાર લગાઓ શરન તિહારી .. અને કૃષ્ણ આવ્યો અને ચીર પૂરી ગયો ….પણ નિર્ભયા ..!!!!..?????
મહાભારત નું દ્રૌપદી નું વસ્ત્રાહરણ ….લાખો વર્ષો થી વર્ણન થાય છે … આ વસ્ત્રાહરણ ના કિસ્સા ની ..દ્રૌપદી ની પ્રતિજ્ઞા અને દુ:શાસન ની છાતી ચીરી ને ભીમે લોહી કાઢ્યું અને એ દુ:શાસન ના લોહીથી દ્રૌપદી એ પોતાના વાળ ધોયા ,પછી દ્રૌપદી એ પોતાના કેશ બાંધ્યા …ન્યાય થયો ..!!
ન્યાયતંત્ર કે કુરુસભા આજ ની સંસદ નિષ્ફળ જાય છે જયારે સજા આપવા માં ત્યારે કાયદો હાથ માં લેવો પડે છે આજે સંસદ થી સડક સુધી નિર્ભયા નો બળાત્કારી ની કસ્ટડી લેવા માટે હિન્દુસ્તાન ની તમામ સ્ત્રીઓ તૈયાર છે અને પોતે જાતે એને ફાંસી આપવા તૈયાર છે …. પણ નિંભર ,જડ, આંધળું ન્યાયતંત્ર આજે ત્રણ વર્ષ થયા અને નિર્ભયાકાંડ ને પણ એના આરોપી ને ફાંસી ની સજા ની સુનાવણી થઇ, પણ ફાંસી આપી નથી ..!!. અને એ નરાધમ જીવતો છે અને બીબીસી ને ઈન્ટરવ્યું આપે છે … અને પાછો એમ કહે છે કે નિર્ભયા એ ચુપચાપ અમને અમારું કામ કરવા દીધું હોત તો અમે એને મારી ના નાખી હોત …..બધી જ ભયાનકતા ની હદ પાર થઇ ગઈ …આ માણસ જેલ માં છે કે મેહલ માં ..?? ત્રણ વર્ષ જેલ માં રહી ને પણ આ માણસ ના તેવર બિલકુલ બદલાયો નથી..?
સવાલ ઉઠે છે ન્યાયતંત્ર પર પેહલા તો ફાંસી ની સજા થયા પછી આ માણસ જીવતો કેમ છે ..? અને જેલ માં શું ગુનેગારો ની આળપંપાળ કરવા માં આવે છે ..??શું સંસદ ના બને સદનો નું એક જોઈન્ટ સત્ર બોલાવી અને સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટીસ અને બીજા ન્યાયાધીશો ને તલબ કરી અને સવાલ પુછવા નો સમય નથી પાક્યો ..? આ વિલંબ થી થતા ન્યાય માટે ..?શ્રી નરેન્દ્ર મોદી પાસે થી આ અપેક્ષા રાખીએ તો શું ખોટું છે ..?? રાજ્યસભા અને લોકસભા નું એક જોઈન્ટ સેશન બોલાવી અને આપણા ચૂંટેલા પ્રતિનિધિ નીમાયેલા ન્યાયાધીશો ને સવાલ ના કરે કે આ બધું શું છે હજી એ બળત્કાર કરનારો જીવે છે કેમ …???? અત્યારે આપણે કોને યાદ કરીએ ગાંધી ને ..?? રામ ને કૃષણ ને ..? જીસસ ને અલ્લાહ ને ..??
અત્યારે તો જયારે આવું બધું સાંભળીયે ત્યારે એમ થાય કે પેલો યદા યદા હી ધર્મસ્ય … વાળો વાયદો કરીને એ પણ ભૂલી ગયો છે….!!!! ઈશ્વર અલ્લાહ કે કોઈ પણ સંસ્થા માંથી વિશ્વાસ ઉઠી જાય જો તમે નિર્ભય ની જગ્યા એ તમારી જાત ને મુકો તો …
પુરુષો ને નિર્ભયા ની જગ્યા એ પોતાની જાત ને મુકતા કષ્ટ થતું હોય તો એક સિચ્યુએશન આપુ, ચલુ બસમાં તમને બાંધી અને તમારી ઉપર ચાર પાંચ ગે
તૂટી પડે અને છેવટે તમારા અંગો માં સળીયો ભરાવે અને તમારા આંતરડા ફાડી અને બહાર કાઢે…હજી પત્યું નથી ભઈલા મારા … અને ચાલુ બસ માંથી તમને બહાર ફેંકવા માં આવે …હજી બાકી છે દોસ્તો ….તમને મદદ કરવા માટે ભરી દુનિયા માંથી કોઈ ના આવે અને લોહીલુહાણ તમે અડધો કલાક રોડ પર તડપતા પડી રહો અને તમારા હાથ થી તમારા આંતરડા તમારા પેટ માં ગોઠવો ……. બોલો હવે નિર્ભયા ના બળાત્કારી નું શું કરશો …??? જાગો અને ઉઠો બિન્દાસ્ત કમસે કમ કહો … લખો સરકાર ઉપર દબાણ કરો ન્યાયતંત્ર ને જગાડો અને ન્યાય અપાવો…..
શૈશવ વોરા