કન્હૈયા કુમાર..છત્રીસ મિનીટનું એનુ ભાષણ NDTV ની મેહરબાનીથી આખા દેશે સાંભળ્યું..એકદમ સ્પોન્ટેનીયસ ભાષણ ,થોડો ડર લાગી ગયો ક્યાંક આ માણસ મારો નેતા બનશે તો ?
ડર લાગવાનું કારણ એ કે એનામાં નેતા બનવાના તમામ ગુણ દેખાયા .. એકદમ સામાન્ય દેખાવ પણ ભાષણમાં છટા..
મને એમાં લાલુપ્રસાદ અને નીતીશકુમારનું મિશ્રણ દેખાયુ કદાચ એની બિહારી બોલી ને કારણે હોઈ શકે છે ,અને ભાષણની સ્ટાઈલ કેજરીવાલની લાગી પોતાની જાત ને સતત નાની અને નીચી બતાડ્યા જ કરવાની ,
હું તો કાઈ જ નથી બસ એક નાનું ભોળું બાળ છું,હું નિર્દોષ છું છતાં પણ મને જેલમાં નાખ્યો ,એક પોલીસવાળાનું ઉદાહરણ આપ્યું અને આખી વાર્તા બનાવી કાઢી ..છેક હરિયાણાથી લઇને બિહાર સુધી તમામ લોકોને ભાષણમાં વણી લીધા..અને દર પાંચ મીનીટે માસૂમ બને કે હું તો સ્ટુડન્ટ છું ,
કિસાનને બાપ બનાવ્યો અને દેશના આર્મીના જવાનને ભાઈ બનાવી દીધો ,સંપૂર્ણ તાર્કિક ભાષણ ઠોક્યું ..એકવાર તો અચ્છે અચ્છો વિચારમાં પડી જાય કે આની ઉપર દેશદ્રોહ સોરી રાષ્ટ્રદ્રોહનો આરોપ છે..? નરેન્દ્ર મોદી સરકાર એ કોઈ ભૂલ તો નથી કરીને ?
નરેન્દ્ર મોદીની ખુબ જ આદરપૂર્વક ખીલ્લી ઉડાવી અને એક સમયે તો એવું લાગે પણ ખરું કે આ ભાઈની વાત સાચી છે..બાર પંદર વર્ષ પેહલા નરેન્દ્ર મોદી જે રીતે દિલ્લી સલ્તનતને કોસતા હતા એમ જ કન્હૈયાએ નરેન્દ્ર મોદીનો વારો પાડી નાખ્યો ..
નાના નાના મુદ્દાને લીધા ,મારે તો સસ્તું ભણતર જોઈએ છે ભણવાની આઝાદી જોઈએ છે ,અને આવી કૈક નાની નાની આઝાદી માંગી લીધી..
સમાજવાદ માંગ્યો .. લગભગ સમાજના તમામ વર્ગને ટાર્ગેટ કરીને ભાષણ ઠોક્યું..અને સામાન્ય જન સાધારણને ખુબ જ પસંદ પડે એવું ભાષણ હતું ,
આપણા દેશમાં કદાચ કરોડો લોકો એવા છે જેને કાશ્મીર પ્રશ્ન શું છે એની ખબર નથી અને ખબર છે તો એની સાથે બહુ લેવાદેવા નથી ..!!પણ આ બધા વોટર તો છે જ ..એમની પાસે મતદાનન અધિકાર છે ..!!!!!
પણ ભાષણને અંતે જયારે ઉમર ખાલીદ અને ગીલાની ને મુક્ત કરાવવાના પોસ્ટરો દેખાય ત્યારે સમજાઈ જાય કે આ તો કાલો બનીને કલ્લી કઢાવવાની વાત છે ,
આપણા દેશમાં બીજો પણ એક મોટો એવો વર્ગ છે કે જેને એટલી જ ખબર છે કે મારી સાથે અન્યાય થઇ રહ્યો છે ,એને સવાલ પૂછો કે શું ?કયો અન્યાય ?
તો એની ખબર નથી ,બસ ખાલી દિલ્લીમાં શાસક જે કોઈ છે એને દિલથી અને પ્રેમથી કોઈ કોસે એટલે એને માટે બસ બહુ થઇ ગયું ..!
કન્હૈયાએ એ વર્ગને પણ બહુ સરસ અને સહજ રીતે ટાર્ગેટ કર્યો અને પોતાની તરફ કરવાની કોશિશ કરી ,અને આ વર્ગ એવો છે જો એના દિમાગમાં એકવાર પેસી જાય કે આ માણસ સાચો છે અને સારો છે તો પત્યું એનો બેડો પાર..!
તમતમારે ચુંટણી લડો અને ચુંટણીમાં બહુમતી લઈને સત્તા પર હાવી થઇ જાવ..!
આ લોજીક સેટ કરવા પાછળનું મારું કારણ કેજરીવાલની જીત છે ,કદાચ બીજા ઘણા ફેક્ટર હતા દિલ્લીની ચુંટણીમાં ,પણ એક ફેક્ટર એ પણ ખરું કે કેજરીવાલ સામાન્ય માણસ ને એમના દેખાવ વર્તન અને વાણીથી અદ્દલ પોતાના જેવા લાગ્યા..
જો કે આ “સામાન્ય માણસ” કાર્ડ નરેન્દ્ર મોદી એ પણ ભરપુર વાપર્યું ચાય પે ચર્ચા થી લઈને દલિતનો દીકરો સુધી..
પણ આ કન્હૈયાને જે રીતનો JNUમાંથી સપોર્ટ મળી રહ્યો છે અને કોમરેડ જમાત અને ચેનલો એને આગળ કરી રહી છે એ જોતા ખતરો ઘણો મોટો છે ..ખાલી દેશદ્રોહ કે રાષ્ટ્રદ્રોહના ગુન્હા દાખલ કર્યે મેળ નહિ પડે..
કન્હૈયા એ હાર્દિક નથી ,જલ્દી કન્ટ્રોલ નહિ થાય ..પણ બનેમાં થોડીઘણી સમાનતા ખરી , એક તો ઉંમર અને બીજુ એ લોકો જે કોઈ ભાષણ આપે ત્યારે એ દિલથી બોલતો હોય એવું લાગે ,અને એના લીધે સારી એવી પબ્લિક ભેગી કરી શકે છે ,બીજી સૌથી મોટી સમાનતા એ કે બંને જણા તદ્દન સામાન્ય પરિવારમાંથી આવે છે અને ગ્રેજ્યુએશનમાં જનારી પેહલી પેઢી છે ..
બંને જણાને ખુબ નાની ઉમરે જબરજસ્ત પોલીટીકલ માઈલેજ મળી ગયું જેના માટે દેશના કોઈપણ રાજકારણી રીતસરના વલખા મારતા હોય છે અને છેલ્લી સમાનતા એ કે રાષ્ટ્રદ્રોહ કે દેશદ્રોહ ના ગુન્હામાં જેલ ગયા..!
અને આ બંનેની કાટ જેને મેડીકલ ભાષામાં કહીએ તો એન્ટીડોટ હજી પણ ભાજપ કે કોંગ્રેસને મળતો નથી ..
કોંગ્રેસ તો ખેર રાહુલ ગાંધીને પળોટવામાં અને તૈયાર કરવામાં ખુવાર થઇ ગઈ અને ભાજપએ યુવા નેતા તરીકે અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાનીને ઉતાર્યા પણ બંને જણા “સામાન્ય માણસ” ના બની શક્યા
એટલે હાલ પુરતો તો કન્હૈયા અને હાર્દિક બંને નો રસ્તો ખુલ્લો છે ક્યાય કોઈ હર્ડલ નથી ,
અને આ બંને જેટલા આગળ જશે એટલી દેશ પર કમબખ્તી વધશે કદાચ સરદાર પટેલની મેહનત પાણીમાં જાય એવું કહું તો અતિશયોક્તિ નથી..!
હાર્દિક અને કન્હૈયાથી બચવાનો એક જ રસ્તો છે,
જે કીધું છે તે કરી બતાડો સામાન્ય માણસને એમ લાગવું જોઈએ કે મારા બે પૈસા ક્યાંક બચ્યા છે મોટી મોટી વાતો અને ફાંકા ફોજદારી નહિ ચાલે ,
આ દેશના લગભગ એશી ટકા માણસને એવું છે કે વડાપ્રધાન એટલે રાજાધિરાજ અને એ ધારે તે કરી શકે એટલે જરૂર પડે તો ધાર્યું કરવા માટે છ મહિના કે વર્ષ માટે કટોકટી જાહેર કરો અને દેશના સડી ગયેલા તમામ તંત્રોને ઓપરેશન કરીને બહાર ફેંકો સાહીઠ વર્ષની ગંદકી એમ પાંચ વર્ષમાં નહિ સાફ થાય,
ઝુંબેશ ઉપાડવી પડે અને એ કટોકટી નાખ્યા સિવાય નહિ થાય..!
હવે ચુક્યા તો પ્રજા બીજા પાંચ વર્ષ નહિ આપે અને ફરી પાછા એના એ જ છાપેલા કાટલાં ના ખોળામાં દેશ જઈ પડશે..અને કન્હૈયા અને જેવા ચડી વાગશે..!!
છેલ્લે રાગ દેસકાર નું એક ગીત યાદ આવે છે
જા..ગો મોહન પ્યારે જાગો ..જા..ગો ..
મોહન ને તો ઘેર બેસાડ્યા ..
હવે તમારો વારો છે નરેન્દ્ર પ્યારે જાગો ..!!
નહિ તો કંસ કન્હૈયાના રૂપમાં જાગી ગયો છે
શુભ રાત્રી
શૈશવ વોરા