ધ કાશ્મીર ફાઈલ્સ ..
લોકજુવાળ જાગ્યો છે, લાગણીઓના વેહણ વહી રહ્યા છે, જેમણે કશ્મીરમાં પગ નથી મુક્યો એ પણ ધ્રુજી ગયા છે ..!
પણ મારા જેવા જે જીવનમાં ફક્ત બે જ વાર કશ્મીર ગયા છે અને નરી કડવાશ લઈને પાછા આવ્યા છે એના મોઢામાંથી તો ગાળો જ નીકળે..!
પેહલો અનુભવ કાશ્મીરનો શૈશવ બાળકમાંથી કિશોર અવસ્થા તરફ હજી ગતિ કરી રહ્યો હતો , ટોટલ વીસ જણાનો સંઘ અમારો કાશ્મીર ગયો હતો ,કોઈક ટ્રાવેલ્સની કન્ડકરી ટ્રીપ હતી ,
આખો ટ્રેઈનનો ડબ્બો ભરીને ગુજરાતી હતા અને અમદાવાદથી ઉપડેલી ટ્રેઈન પઠાણકોટ પોહચી ત્યાં સુધીમાં બધા જ એકબીજાને ઓળખતા થઇ ગયા હતા..!
બીજું આગળ વર્ણન નથી કરતો , પણ ગુલમર્ગથી ઘોડા ઉપર બેસીને સોનમર્ગ જવાનું હતું, અમારા વીસ જણના વીસ ઘોડા હતા ,અને સાથે ત્રણ ચાર ઘોડાવાળા ,
નીચેથી મિલેટ્રીની કડક સુચના હતી કે રૂટથી ઘોડો ભટકે તો જમ્પ મારીને ઉતરી જવાનું, અને કમનસીબે મારા જ ઘોડાએ પેહલા જોરદાર સ્પીડ પકડી અને પછી અચનાક કેડી છોડીને જંગલ તરફ પ્રયાણ કર્યું, પપ્પાએ પણ પેહલેથી શીખવાડી દીધું હતું કે આવું કૈક થાય તો કુદકો મારીને ઘોડા ઉપરથી ઉતારી જવાનું ..!
ભયંકર બ્હિક લાગી ,ગયા કામથી .. હિંમત ભેગી કરીને કુદકો મારીને હું ઉતરી ગયો, વાગ્યું છોલાયું પણ મુઠ્ઠીઓવાળી અને દોડવાનું ચાલુ કર્યું કેડીએ કેડીએ..આખા જંગલમાં હું સાવ એકલો મમ્મી મમ્મી પપ્પા પપ્પાની બુમો પાડું પણ કોઈ નાં દેખાય..!!
દોડતો દોડતો હાંફતો હું ..ત્યાં આગળ કોઈક ગ્રુપના બીજા ગુજરાતીએ જોઈ લીધો કે દાકતરનો છોકરો દોડે છે ,એટલે એમણે પણ જમ્પ મારીને એમનો ઘોડો છોડી દીધો અને મારી પાછળ દોડ્યા .. બાળક એવા મને આંબી લીધોને હું બીકનો માર્યો ધ્રુજું ,એમણે જબરજસ્ત બુમાબુમ કરી મૂકી, ધીમે ધીમે આજુબાજુથી ગુજરાતીઓ ભેગા થઇ ગયા, બધા જ પોતાના ઘોડા ઉપરથી ઉતરી ચુક્યા હતા , અવાજો અને કોલાહલ પુષ્કળ વધ્યા એટલે નીચેથી કદાચ મિલેટ્રી કે બીએસએફ હતી એ જવાનો ઉપર આવી ગયા ,
મમ્મી પપ્પા પણ આવી ચડ્યા… મમ્મી મળી એટલે હિબકે ચડી ગયો બાળક શૈશવ , પાણી આપ્યું શું થયું બોલ ..
મેં કીધું પેહલા મારો ઘોડો જોરદાર ભાગ્યો મને મજા પડી ,પણ પછી ખબર પડી કે આગળ પાછળ કોઈ નથી અને કેડી છોડીને જંગલમાં જતો હતો એટલે હું કુદી પડ્યો ..
સેનાના જવાનો એ ઘોડાના માલિક શોધખોળ આદરી ,લાઈન લગાવી બધા ઘોડાવાળાની અને પછી સટાકા બોલાવવાના ચાલુ થયા ,મમ્મી પપ્પા ને દયા આવી ઘોડો દોડી ગયો એમાં શું વાંક એમનો રેહવા દો એમને ..
સાબ બીચ મેં મત બોલો આપકા બચ્ચા કિડનેપ કરને કી સાઝીશ થી આપ લોગ નીચે ઉતર જાવ .. ફટાફટ બસ ભરાઈ ને હોટેલ ઉપર ત્યાં સમાચાર મળ્યા કે ત્રણ દિવસ પેહલા આવી રીતે આટલી શૈશવની ઉંમરનું છોકરું ઉપડી ગયું હતું અને પછી રૂપિયાનો તોડ થયો હતો..!! હવે બીજી વખત શૈશવ એની બે નાની નાની દીકરીઓ અને પત્નીજી ને લઈને ગયો હતો, અને ત્યારે પણ નાં કરવાના કામ કરેલા .. રાષ્ટ્રવાદનો ચસ્કો ખરો એટલે લાલચોક તો જવું જ પડે , દિલ્લી સલ્તનત ઉપર એ સમયે ભગવો નોહ્તો લેહરાયો હજી, ત્યારે પણ કંડકટરી ટૂર લીધી હતી પણ આ વખતે હવાઈ યાત્રા હતી , શ્રીનગર પોહ્ચ્યા એક ગુજરાતી છોકરો જ ટુર મેનેજર હતો , એની ભાષા ઉપરથી મેં પકડ્યો ,અલ્યા કઈ પોળ નો ? સર પાડા પોળ .. કઈ સ્કુલ ? સર ન્યુ હાઈ સ્કુલ .. અલ્યા ભઈ એ તો મારી જ સ્કુલ , તો તો પથ્થરમારો કરતા તને બરાબર આવડતો હશે..!! ટુર મેનેજર હસ્યો ..ભાઈબંધી થઇ ગઈ , મેં એને કીધું અલ્યા લાલચોક ઘરવાળી અને છોકરા ને બતાડવો છે, સામે જવાબ આવ્યો ..બે યાર સુ તમે પણ ક્યાં લઠ્ઠા લેવા છે તમારે અહિયાં ?આટલી સરસ ડાલલેક ને કિનારે હોટેલ છે એન્જોય કરો ને ,હું શિકારા નો વહીવટ કરી આપું છું ,બહુ એવું હોય તો શંકરાચાર્ય જાવ .. મેં કીધું ...ના અલ્યા ગાડી આપને જતા આઇએ ..! મેનેજર છોકરો બોલ્યો ...સારૂ ભ
ઈ પણ સાંભળો સાચવીને ,અને કઈ પણ થાય તો ત્યાં ગુરુદ્વારા છે ,એમાં મીલીટરી હશે અને એની એકઝેટ સામેની ગલીમાં એક જૈન વાણીયાની ડ્રાયફ્રૂટની દુકાન છે ત્યાં જતા રેહજો અને મોબાઈલ ચાલુ રાખજો ,ભાભીનો પણ ..! ભાર દઈને એણે કીધું ..!
એટલી સુચના એણે આપી અને જાણીતો ડ્રાઈવર અને ગાડી મોકલી ..
બરાબર લાલચોકમાં અમને ઉતારી અને ડ્રાઈવર બોલ્યો ..સર આપ ફ્રી હો જાય તો કોલ કરના મૈ આ કે લે જાઉંગા..
અહી સુધી બધ્ધું બરાબર ,
પણ લાલચોકમાં અમે પોહ્ચ્યા એના અઠવાડિયા પેહલા જ મુઠભેડ થઇ હતી અને સેનાએ એક આખું ઘર જ ઉડાવી દીધું હતું અને મને ત્યાં “કુબુદ્ધિ” સુઝી..
મેં એ ઉડાવી દીધેલા ઘર તરફ આંગળી કરી અને પત્નીજીને બતાડ્યું અને મેં કેમેરો કાઢી અને ક્લિક ચાલુ કરી , મારી પાછળ મારી મોટી દીકરીએ પણ એ જ કર્યું ,લગભગ બાર તેર વર્ષની હશે એ ત્યારે અને ત્યાં …….પાછળથી… અચાનક… મારા ખભે હાથ આવ્યો .. કૌન હો ? કહાં સે આયે હો ? અમે ઘેરાઈ ચુક્યા હતા ..
સોરી સોરી ..ટુરિસ્ટ હૈ જાને દીજીએ ગલતી હો ગઈ ..આટલું બોલીને અમે ચારેય એ લગભગ દોડવાનું ચાલુ કર્યું ગુરુદ્વારા તરફ અને ત્યાં ગુરુદ્વારાનો ઝાંપો બંધ દેખાયો એટલે તરત જ દોડતા દોડતા સામે ગલીમાં વળી ગયા ,રસ્તામાં ડ્રાઈવરને ફોન કરીને કીધું ઝટ પોહચ ગુરુદ્વારા ,અમે એ જૈન વાણીયાની દુકાનમાં ઘુસી ગયા બાહર ત્રણ ચાર જણ અમારી રાહ જોતા દેખાયા ..
એટલામાં ડ્રાઈવરની રીંગ રણકી બાહર આઇએ .. અમે ચારેય ફરી એકવાર રીતસર દોડ્યા, ભરી બજારે અમને દોડતા જોઇને જવાનો અમારી તરફ ધસ્યા કોર્ડન અપાયું અને સીધા ગાડીમાં ધકેલી દીધા ..
સાત આઠ કિલોમીટર ગાડી આગળ આવી ,જરાક હાશ થઇ પણ હજી પૂરું નોહ્તું થયું ,
ડ્રાઈવર એ કીધું ..સર ગાડી રોક કે દેખ લેતે હૈ પીછે તો નહિ આ રહા હૈ કોઈ ? હોટેલ તક નહિ લે જાના હૈ ઇનકો ઝ્યાદા કુછ નહિ કરેંગે આપ કો શાયદ વોર્નિગ દેકે છોડ દેંગે..!
અને થયું પણ એવું જ જેવી ગાડી ઉભી રાખી અને હું ઉતર્યો પાછળથી બે બાઈક ઉપર છ છોકરા આવ્યા અને મારો કાંઠલો ઝાલ્યો કૌન હો ? હું વાકપટુતા વાપરવા ગયો ..ભાઈ હું આપકા ..!
જર્નાલીસ્ટ હો ? કહાં સે આયે હો ? મારો ધર્મ પૂછવામાં આવ્યો ..
ગુજરાતી સાંભળ્યું એટલે ચેહરાના હાવભાવ બદલાઈ ગયા એક ચીમકી આપવામાં આવી …ટુરિસ્ટ હો ટુરિસ્ટ બનકે રહો ..છોડી દીધો મને અને ગાડીમેં હું બેઠો,પત્નીજીએ રામ નામ લેવાનું ચાલુ કરી દીધું હતું અમને બંને ને રોજા પિક્ચર યાદ આવી ગયું હતું ..
ડલ લેક આવ્યું.. ધડાધડ ગાડીમાંથી ઉતરી અને હોટેલમાં ,પેલા ગુજરાતી ટુર મેનેજરને બોલાવ્યો મેં મારી રીતે ઘટના કીધી અને ડ્રાઈવરએ એની રીતે ..
પેહલા તો બે ગાળ પડી મને ..તમને કીધું હતું કે ચુપચાપ જઈને પાછા આવજો ફોટા પડવાની ક્યાં જરૂર હતી ?
મેં કીધું હવે ?
એ બોલ્યો ..કરું કૈક ..!! લોકલ માણસો જોડે વાત થઇ ..સામે પક્ષે એકલા સોરીથી રાજી નોહતા ,
ટુર મેનેજરે કીધું ચાલો બાહર લેકની પાળીએ .. મેં કીધું કેમ ??
એ લોકોને તમને મારવા છે, બે ત્રણ ઝાપટ તમે ખાજો પછી હું છોડાવી લઈશ તમને.. અને સામે ઠોકવી હોય તો પણ એકવાર આલી દેજો ..અને મારામારી જોશે એટલે મીલીટરી આવી જશે ખઈ હકશો ને ?
મારી પાસે ઓપ્શન નોહતું ..મેં કીધું હેંડો ત્યારે બહુ વર્ષે બબાલ આવી , જે થાય તે પછી તો હર હર મહાદેવ બીજું શું ?
અમે બંને ડલ લેકની પાળે વીસએક મિનીટ ઉભા… કોઈ જ દેખાય નહિ ..
ધીરજ ખૂટી એટલે મેં કીધું ચલો અંદર પાછા ..
અમે રોડ ક્રોસ કરીને અંદર જતા હતા ત્યારે એક ભિખારી જેવો ફેરિયો આવ્યો અને એટલું બોલીને જતો રહ્યો ..બોહ્ત શોખ હૈ ફોટો નિકલને કા કયું ?
અમારા બને ની ફાટી પડી, પણ કોઈ દેખાયું નહિ ,છેવટે સેનાને ઇન્ફોર્મ કરી દેવાયું,બીજા દિવસે વેહલી પરોઢે અંધારે અમને ચારેયને તાતા સુમોમાં જેમાં મને પાછલી સીટ નીચે ઘુસાડ્યો અને પત્નીજીને લગભગ હિજાબ પેહરાવીને બાહર કાઢી લેવાયા હોટેલમાંથી..!
શ્રીનગર એરપોર્ટની અંદર પોહ્ચ્યા પછી જીવમાં જીવ આવ્યો .. લાલચોકમાં જવાનું સાહસ અને બે ચાર ફોટા લેવાનું દુ:સાહસ અમારી જિંદગીના અઢાર કલાક ના કલ્પેલી પરિસ્થિતિ આપી ગયું ..!!
કશ્મીર ફાઈલ્સ જોઈ નથી પણ જીવનમાં બે વાર કાશ્મીર ગયો છું અને બન્ને વખત કડવા અનુભવ લઇને આવ્યો છું ..
બે ફોટા મુકું છું જેમાં એક પેહલીવાર ગયા ત્યાર નો છે અને બીજો બીજીવારનો અને હા પેલા ઉડાવેલા ઘરના ફોટા નથી મુકતો કેમકે ફેસબુક ને વાંકુ પડે છે આમ પણ મારું પેઈજ ઉપર ઓલરેડી વોર્નિગના ઢગલા છે ફેસબુક તરફથી..!!
જલ્દી જોઇશ મુવી એ નક્કી છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)