PAGE-9
વીસે વીસ છોકરા પોતાની ઉમર પ્રમાણે ધમાલ મસ્તી કરતા,ક્યારેક દાળવડાની પાર્ટી થાય તો ક્યારેક દાબેલીની…ખુબ ઝડપથી સમય જતો હતો બધા છોકરાઓ આંટી આંટી કહીને બોલાવતા,તિલોત્તમા બેનને વાત ના કરવી હોય તો પણ મોઢામાં આંગળા નાખીને વાત કરાવે,જીંદગી આખીની શાંતિ એક જ વર્ષની નોકરીમાં ખર્ચાઈ ગઈ એવું લાગતું ..
પણ મજા આવતી એમને એસ.એન સીક્યુરીટીઝની નોકરીમાં…
વેન્ટીલેટર મુક્યાને એક અઠવાડિયું નીકળી ગયું પણ ના તો તિલોત્તમાબેન હોશમાં આવે કે ના તો તબિયતમાં બગાડ થાય…!!
બસ દિવસ રાત ચાલ્યા જ કરતુ વેન્ટીલેટર…
ડોકટરો અને સગા વહાલા પણ થાક્યા અને ધીમે ધીમેં વાતો થવા માંડી કે કોઈ જીવ છોડવો પાંજરાપોળે થી તો જીવ છૂટે હવે…કોઈ ઈચ્છા બાકી રહી ગઈ લાગે છે…કોઈ ને મળવું લાગે છે…
અર્ધ બેભાન તિલોત્તમાબેનને ખરેખર મળવું હતું આતિશને…
માફી માંગવી હતી.. આતિશની…મેં ક્યાંક માથે રહીને તો આતિશની જીંદગી નથી બગાડીને..??
અભયને તો સુખ આપીને ધરતી પરથી વિદાય કર્યા પણ આતિશ..?
એક હીનભાવના તિલોત્તમાબેન ના મનમાં ઘર ગઈ હતી…
અર્ધ બેભાન અને વેન્ટીલેટર ઉપર રહેલા તિલોત્તમાબેન પોતના મન સાથે મનોમંથન કરતા,
અભય અને આતિશ બને સાથેના સબંધોમાં વાંક કોનો …
તિલોત્તમા:તમે જ સો એ સો ટકા ગુનેગાર છો .. બનેની સાથે તમે જ બારણું આડું કર્યું હતું..તમે સ્ત્રી થઈને મર્યાદા ચુક્યા …
મર્યાદા શું સ્ત્રીઓ નું જ ઘરેણું છે એવું સામું તીલું પૂછતી..
તિલોત્તમા:મર્યાદા નોહતી રાખવી તો કઈ નહિ ,અરે ઉમર તો જોવી હતી..
તીલું :અભય અને આતિશે પણ ક્યાં ઉમર જોઈ તીલું..
તિલોત્તમા : એ લોકો એ નાં જોઈ તો તું શું કરતી હતી ?
તીલું : મારે પણ શરીર છે એની જરૂરીયાત છે..
તિલોત્તમા : જુઠ્ઠું શું બોલે છે જરૂરિયાતને તો ક્યારનીય મારી નાખી હતી..પણ પછી પાછળથી તે મોજશોખ માટે ..
તીલું : જુઠ્ઠું હું નહિ તું બોલે છે , મોજ શોખ કરવા હોત તો બે નહિ બાવીસ પુરુષ મળતા હતા મને..
તિલોત્તમા: સો વાતની એક વાત તે તારા શરીર ને અભડાયું …
તીલું :નાં મેં ફક્ત મારા શરીર ની ભૂખ ને જ મેં પૂરી કરી..
શીંગ નું પડીકું/PAGE-9/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-10/” target=”blank” size=”4″]Continue to Page – 10[/su_button]
No Comments