કુંભનો મેળો ..
શું છે ?
એકપણ વાર નથી ગયો , સાચ્ચું અને શબ્દો ચોર્યા વિના કહું તો મને આટલી ખતરનાક ભીડના સમાચારો જોઇને જવાની ઈચ્છા પણ નથી જાગતી ,
તિથી તેહવાર હોય ત્યારે દેવસ્થાનોએ જવાનું ચોક્કસ ટાળું છું ,
ત્યાં સુધી કે લગભગ રોજ મહાદેવ જાઉં છું ,પણ મહાશિવરાત્રીએ તો નહિ જ …
રાત્રે બાર વગ્યા પછી જો જાગતો હોઉં તો જાઉં ,બાકી બીજા દિવસે..! એ રીતે જન્માષ્ટમી , બે દિવસ રહીને જવું .. મારો કાળીયો ઠાકર બેઠો જ હોય ..
તિથી અને તેહવારો , ઓચ્છવ ,ઉત્સવો , ટોળું ,ભીડનો બનેલો આ દેશ જીપ્સી , હિપ્પી થતો દેખાઈ રહ્યો છે ..!
એક મોટો વર્ગ એવો પેદા થઇ ગયો છે જેને કોઈને કોઈ તેહવાર અને તિથીમાં ઘરની બાહર કોઈ પણ તીર્થ સ્થાન ઉપર જવું જ હોય છે , ફક્ત તીર્થ નહિ પણ પહાડો ,દરિયા જ્યાં જે દેખાય ત્યાં પોહચી જવું ..
કુંભ નાહિ આવ્યા , નાથદ્વારા પૂનમે ગયા ,મહુડી કાળી ચૌદસે ગયા ,ભાદરવી પૂનમે અંબાજી ગયા , ફાગણી પૂનમે ડાકોર , લાલબાગના રાજા ના દર્શને જઈ આવ્યા , દ્વાદશ જ્યોતિર્લીંગ મારે તો થઇ ગયા , ચારેય ધામ થઇ ગયા, તીરુપત્તી ,બધી શારદા પીઠ , ચોર્યાસી બેઠક કેટ કેટલું હેં …!! ??
અલ્યા એ ઈ ભગવાનીયા ક્યાં છે તું ????
પેલા નરસિંહ મેહતા એ આમાંથી કેટલા દેવસ્થાન જોયા હતા ?
તે તું જ એનો શામળો ગિરધારી બની અને આવ્યો હતો હેં ને ..????
અને મને જરાક એમ તો કહે તું કે મેહતાજીનો રાગ કેદાર ગીરવે લેનારો કોણ હતો… ????
એ કયો યુગ હતો અને કયો સમય કે કેદાર રાગ ગીરવે મુકનારો પણ હતો અને ગીરવે લેનારો પણ હતો , કેદાર રાગની સામે રૂપિયાનું ધિરાણ થતું હતું ?..!!
કળજગીયા મુઆ કોન્સર્ટીયા , નખ્ખોદીયા તને ભાન જ નથી કે કેદારો શું હતો ..
વેચવામાં રસ છે ,ખાલી ગીતો બનાવ્યા અને વેચી ખાધા ..
બાઈ મીરાં કઈ તિથી અને તેહવાર જોઇને દોડી હતી દ્વારિકા ??
છાતી ખોલીને ઉભો હતો મારો દ્વારકાવાળો ,આવી એ ભેગી હ્રદયમાં સમાવી લીધી..!!
તીરથ જીવનમાં એકવાર થતા , વિક એન્ડ કન્સેપ્ટ નોહ્તો ,આબુ જઈએ દારુ પીવા તો દર્શન કરતા જઈએ ,
તીર્થ સ્થાને જતા તો જીવનમાંથી કશુક અપલખ્ખણ મૂકીને આવતા અને કશુંક લક્ષણ લઈને આવતા પણ અત્યારે કાશી ગયા તો શું શીખ્યા ?
અત્યારે નરી ફાંકા ફોજદારી મને તો છેક અંદરથી વીઆઈપી દર્શ કરવા મળ્યા ..
ફટ ભૂંડા ત્યાં જ ગંગાજીમાં સમાઈ જા ,તને હળગાવવા લાકડા બગાડવા મટ્યા ત્યારે શું..
આખું સંગીતનું જાજરમાન બનારસ ઘરાનું છે , કઈ કલા ને હસ્તગત કરી ?
બમ્બેશ ..??
એક કલા છે …???
ચોસઠ છે અને પાંસઠમી ઉમેરવી હોય તો કોઈ ના નથી કેહતું પણ સર્જન કરો, ગંગાજીમાં વિસર્જન તો સદીઓથી થાય છે પણ સર્જન …????
બે દસકાથી દેશમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને મેનેજરોની એક બહુ મોટ્ટી કમ્યુનીટી ઉભી થઇ છે જેને ખતરનાક રીતે પાળીપોષીને ધનકુબેરો ,રાજકીય શક્તિઓએ રાક્ષસ બનાવી છે..
આ રાક્ષસો જે કઈ ઇવેન્ટ દરમ્યાન માયા-આભા ઉભી કરે છે એ રાત્રે અગિયાર વાગે એટલે એમની માયા સંકેલાઈ જાય છે , જાણે કશ્શું જ હતું નહિ એ જગ્યાએ …!!!
બિલકુલ રાક્ષસોની જેમ જ ..
બાપદાદાઓ એ આ ધંધા કર્યા હતા ???????
હજ્જારો વર્ષોથી ઉભેલા મંદિરો શું ઇવેન્ટ મેનેજરો બાંધેલા ???
અજંતા ઈલોરા શુ???
વસ્તુપાળ તેજપાળ કોણ હતા ..??
અરે એને છોડો કાશીના ઘાટ ઇવેન્ટ મેનેજર બનાવતા ?????
દેશ પરમેનેન્ટ સ્ટ્રક્ચર બનાવવાના મૂકી અને “રાક્ષસી માયામાં” સપડાઈ ગયો છે ,
રીવર ફ્રન્ટ કે ભયંકર ગંધાતો પંડિત દીનદયાળ હોલને મૂકી અને માયા ઉભી થાય છે ત્યાં લોક ખેંચાઈને જાય છે ..
નુકસાન છે ?????
હા છે ,
દેશના કુદરતી સંસાધનો વપરાઈ રહ્યા છે ,રીસાયકલ અને સદીઓ સુધી બનેલી વસ્તુ પેઢીઓની પેઢી વાપરે એવા આ દેશના કન્સેપ્ટનો નખ્ખોદ કાઢી નાખ્યો છે ..
અત્યારે ગંગાજી કે જમનાજીની વોટર ક્વોલીટી વિષે વાત કરવા કે સાંભળવા કોઈ તૈયાર નથી , રહી વાત સાધુ સંતોની …
ફરી એકવાર બાબર નહિ એની તોપો જીતી હતી , રાજપૂત હાર્યો નોહતો , ઈશ્વરમાં રહેલી આસ્થા જીવાવાનું બળ આપે અને મરવાની હિંમત ,
એક વિડીયો આવ્યો હતો એરક્રાફ્ટ તૂટી પડવાનું હતું એમાં ખુબ જ આસ્થા અને શ્રધ્ધાથી ઈશ્વર નું નામ લેવાતું હતું ..
પણ એરક્રાફ્ટ તૂટ્યું અને બધા હોમાઈ ગયા ..
હકીકત ..
ધાર્મિક સ્થાનોથી મનુષ્ય કૈક શીખીને જાય , બાવા સાધુઓ એમની વિદ્યા જે માનવજીવનને સરળ બનાવે અથવા યુદ્ધ કલા શીખવાડતા , મોટાભાગના આયુધો મોટા મોટા ઋષિમુનીઓ દ્વાપર ,ત્રેતા કે સતયુગમાં રાજા મહારાજાઓની યોગ્યતા જોઇને તેમને આપતા ..
આજે શું ????
ભારત રણભૂમિ બન્યું તો ..?? કોણ આયુધો આપશે ?
ડોશીમાં કાલે જીએસટીના આંકડા ગણાવશે પણ ઉત્પાદનના આંકડા નું શું ?
ભારતની ચાલીસ ટકા વસ્તી ગંગા જમનાના મેદાની ઇલાકામાં વસી છે, સૌથી વધારે માઈગ્રેશન ત્યાંથી જ આવે છે ,
પેલી યોજના ખરેખર સુંદર છે દરેક જીલ્લાની પોતાની આગવી પ્રોડક્ટને દુનિયાભરમાં પ્રમોટ કરવી ..
મેળા પ્રમોશન માટે હોય , મર્યા પછી મોક્ષ જેને મળ્યો એણે ચિઠ્ઠી નથી મોકલી, પણ જીવતા બે રૂપિયા કામ્યા અને જિંદગી બેહતર થઇ , સાહિત્ય કલા સ્પોર્ટ્સનો વિકાસ થયો તો ભયો ભયો..
સંશોધન , એનર્જીના ફોર્મ અને ફોર્મેટ , ઇઝરાયેલ , યુક્રેન વોરએ યુદ્ધના પરિમાણ બદલી નાખ્યા છે ..
ફરી એકવાર નવા પ્રકારની “તોપો” થી ભારતની ઉપર કોઈ જીત મેળવે એ પોસાય તેમ નથી ,
શ્રધ્ધા જીવવાનું બળ આપે, ઉન્માદ કંઈ પણ કરાવે ..
ભારતભરના તીર્થસ્થાનો પૂર્ણત: આસ્થા સાથે ફર્યો છુ વિજ્ઞાન અને ધર્મને સાથે રાખીને જીવું છું અને જીવવું છે ,
એક આશા અપેક્ષા ખરી ઇવેન્ટ મેનેજમેન્ટની રાક્ષસી માયામાંથી ઝટ દેશ બાહર આવે, અને બે હજાર વર્ષ સુધી ,આવનારી પેઢીઓની પેઢીઓ સુધી ટકે એવા મોન્યુમેન્ટ દેશમાં બને ..
કોઈની લાગણીને આહત નથી કરવી પણ જે થઇ રહ્યું છે તે સમજણ બહારનું છે ..
બાકી ભકિત કરતા ભ્રષ્ટ …
*એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે*
*જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું રે હવે થયું છે હરિરસ-માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે*
*એવા રે અમો એવા રે…*
*કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે સઘળા પદારથ જે થકી પામ્યો તે મારા પ્રભુજીની તોલે ના’વે રે*
*એવા રે અમો એવા રે…*
*સઘળા સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે તમારે મન માને તે કહેજો નેહ લાગ્યો છે મને ઊંડો રે*
*એવા રે અમો એવા રે…*
*હળવા કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે*
*એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે*
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*