બહુ વખત થી ફરમાઇશ છે મારા જીમના એકદમ બાંકા જુવાન ..નાના મિત્રો ની …બધા ની ઉંમર ૧૮ થી ૨૨ ની છે…યાર યે પ્રેમ પે કુછ લિખો ના…ભૈયા યે લવ શવ પે થોડા લિખો ના…
એ તમે યાર આવુ બધુ શું લખો છો ..કંઇ સારુ સારુ લખો ને ….
કયાં થી શરુ કરવુ વિશ્વામિત્ર મેનકા થી કે રોમિયો જુલિયટ થી..?? કે પછી એની એક પેઢી આગળ થી દુષ્યંત શકુંતલા થી …કે પછી છેક પાછળ આદમ ને ઇવ થી કે ભગવાન મનુ થી….?
એવુ એક સર્વે માં આવ્યુ છે કે કોઇ સુંદર સ્ત્રી કે છોકરી બાજુ માંથી પસાર થાય તો પુરૂષો નું એડ્રીનાલિન લેવલ હાઇ થઇ જાય છે….મને લાગે છે પ્રેમ ની શરૂઆત ત્યાંથી થઇ ગઇ….આંખ થી આંખ મળે તો એડ્રીનાલિન પછી કોનો વારો..?? બિટા બ્લોકર ખાવાનો …. હ્રદય ના ધબકારા વધે તો એને કંટ્રોલ તો કરવા પડે…ને … ચલો ભાઇ બહુ થયુ હવે આ મેડીકલ ટર્મીનોલોજી નહિ વાપરુ….
મિત્ર દેવમ્ એ પુછ્યું એક વાઇસ મેન ને Love or to be loved ..?? આપણ ને કોઇ પ્રેમ કરે તે વધારે સારુ કે આપણે કોઇ ને પ્રેમ માં ડુબી જવુ જોઇએ….
યાર ખોટી જગ્યા એ પુછ્યું… ડાહ્યો માણસ કોઇ દિવસ પ્રેમ જ ના કરે…અને પ્રેમ કરે તો ડાહ્યો ના કેહવાય.. પ્રેમ માં ગાંડપણ જ હોય અને એ બંને માં થી કોઇ પણ તરફ થી હોય…અથવા બંને તરફ થી હોય…..શરૂઆત કયારેક એક તરફી હોય પણ ધીમે ધીમે બંને બાજુ થી પ્રેમ થઇ જાય.. હું માનુ છુ આઇ કોન્ટેક્ટ સૌથી મોટી વાત છે….. સાચુ કે ખોટું તરત જ આંખ માં આંખ મળે…ને થાય …..આઇરીશ ગમે તેવુ હોય પણ પ્યુપીલ તો ખોટુ ના બોલે…
સોરી…સોરી …. આંખ નો કલર ગમે તે હોય પણ… પ્યુપીલ નુ ગુજરાતી નથી આવડતુ યાર…..
પછી વાત આવે સ્પર્શ ની…પણ એ પેહલા સુગંધ… મેરે સાંસો કો મેહકા રહી.. પહેલે પ્યાર કી ખુશ્બુ…
મન તરબતર થાય…
સહેજ પણ આમ હવા ની લેહરખી જાય ને…. કાન માં સંતૂર વાગે… પહાડી ના સ્વર ગુંજે…
દિલ ના ધબકારે તબલા ના બોલ વાગે ..ધીં.. તિરકિટ ધીં ..ના ..તૂં ..ના.. કતા..
વિલંબિત મા આડા ચૌતાલ વાગે… અને નજીક આવે એટલે મધ્ય લય પકડાય….
બસ તું અને હું દુનિયા માં કોઇ નહી….આખુ જગત ઉજજડ ભાસે…
ફેસબુક નુ સ્ટેટસ બદલાય ઇન રિલેશનશિપ… વોટસ એપ નુ ડીપી મસ્તીખોર સેલ્ફી માં આવે. …
પ્રેમ માં ચાલ ને ચકચૂર થઇ ચાલ્યા કરીએ….કે પછી.
પેલુ અગર તુમ મિલ જાઓ ઝમાના છોડ દેંગે હમ… કે
હમ તેરે બિન રેહ નહિ સકતે…
તેરે બિના કયા વજૂદ મેરા….
મમ્મી લોહી પીતી લાગે.. શું છે મમ્મી તારે ?? આખો દિવસ ફોન કરી ને એક જ વાત પુછે છે.. કયાં છે બેટા તું??
પપ્પા તો કંજૂસ નંબર વન છે યાર…..
કાલે તો બે હજાર રૂપિયા આપ્યા હતા…
ઓ પપ્પા કાલે નહી પરમ દિવસે આપ્યા હતા…
અને આ ગાડી નુ પેટ્રોલ બે દિવસ માં ટાંકી ખાલી….!!
એ પપ્પા શું તમે બી મગજ ની નસો ખેંચો છો… ફ્રેન્ડસ જોડે ડ્રાઈવ પર ગયો હતા.. બેટા આ વાત તો તું મને અઠવાડીયા માં બે વાર કહે છે…
અને પગ પછાડી ને ઘર ની બાહર નીકળી જવાનુ..મોબાઇલ ના બીલ ની વાત આવે તે પેહલા…
જાણે બાપા તો કોલેજ ગયા જ નથી….
અને ત્યાં જ પાછો જાનુ નો ફોન આવે… હાઇ માય બેબી…તુ સું કલે છે… લવ
યુ નો …..છટકેલી અને કડકી જવાબ અપાવે હું તને થોડી વાર પછી કોલ બેક કરુ છુ…. સીધા ફ્રેન્ડસ જોડે… એ એક કોફી પીવડાવ…
કેમ ?
કડકી છે…
કેમ તારો બાપો મંદી માં છે..??
કોફી પિવડાય ને યાર… તુ બી (ગાળ ,ગાળ,ગાળ..)…આ વેલેન્ટાઇન ડે છે કાલે. ..અને બાપો પૈસા નથી આપતો…
અને પછી પાછા ફ્રેન્ડસ ખેંચે…..
અલ્ટીમેટલી બધા થી દૂર સાઈડ મા જઇ ફોન લગાડવા નો… લવ યુ જાનુ…
પછી …પછી… આગળ શું ?
બ્રેકઅપ કે મેરેજ ….
બ્રેકઅપ થયુ તો થોડા સમય દુઃખ. .. અને નવી ની શોધખોળ ચાલુ અને ખર્ચા નો હિસાબ લગાવા નો… સાલી બહુ લુંટી ગઇ…
મેરેજ …તો પછી…..આખી જીંદગી લુંટાવા નુ….
સોરી નો ટોપિક ડાયવરઝન…
મોટે ભાગે પુરુષ જીવન માં ચાર સ્ત્રી ને દિલ થી અપનાવે છે… માં, બહેન, પત્ની, અને દિકરી..
મેરેજ ની વાત ત્યારે જ આવે કે જયારે માઇન્ડસેટ કોઇ ને પત્ની તરીકે એક્સેપ્ટ કરવા તૈયાર હોય..તો પછી પેલો પ્રોબ્લેમ આવે જ નહી….લવ ઓર ટુ બી લવડ …
પછી શું થાય તેની વાત દુનિયા નો કોઇપણ પરણેલો પુરુષ કહી શકે છે…. કેમ કે તે લગભગ એક જ હોય છે….
બાકી પ્રેમ તો રાધા કૃષ્ણ નો ક્યારેય પરણ્યા નહી અને ક્યારેય એક બીજા થી છુટ્યા નહી… Nothing was define between …..but perfect definition. … Love …love n love…
Good night guys. .
– શૈશવ વોરા