છોરો ગાંડો થઇ ગયો ..
ના ,ના .. જોડે જોડે ડોહો પણ ગાંડો થઇ ગયો ..!
એક પછી એક વર્લ્ડના લીડરોને બોલાવી બોલાવીને “ તઈડકાવે “ છે મસ્ક અને ટ્રમ્પની જોડી ,પણ ઝેલેન્સકી જરાક જુદી માટીનો નીકળ્યો ,
આપણા મહામાત્ય કોથળે પાનશેરી રાખી અને ચુપચાપ નીકળી આવ્યા ,જાહેરમાં ફજેતો કરવાને બદલે ફૂલ ચાડાવી આવ્યા એટલે જગતનું બહુ ધ્યાન ના આવ્યું ,પણ ટ્રમ્પ ડોહા એ બ્રિટીશ વઝીરે આઝમને પણ “ ટફ નેગોશિયેટર “ કીધા એટલે એટલી ખબર પડી કે દાળ ગળી નથી ..
આગળ વધતા પેહલા ઉપરના ફકરામાં વાપરેલા શબ્દોની નવા વાચકો માટે સમજણ આપી દઉં ..
મહામાત્ય એટલે નરેન્દ્ર મોદી અને હું છેલ્લા પચ્ચીસ વર્ષથી ક.મા. મુનશીની ગુજરાત નો નાથ , નવલકથાનો નાયક મહામ્ત્ય મુંજાલને નરેન્દ્ર મોદીમાં જોતો આવ્યો છું ,
અર્વાચીન ભારતની રાજનીતિના ઘડવૈયા ક.મા. મુનશી હતા પણ કોરાણે મુકાઈ ગયા, પરંતુ જેમ જેમ દિવસો અને વર્ષો જતા જાય છે તેમ તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીની રાજનીતિનો મુખ્ય આધાર ક.મા. મુનશી છે..
આ મારું અંગત મંતવ્ય છે જેની બીજી ચર્ચા ફરી ક્યારેક..
બીજો શબ્દ સલ્તનતે બર્તાનીયા ના હાકેમ માટે વઝીરે આઝમ શબ્દ એટલે વાપર્યો છે ભવિષ્ય સ્પષ્ટ છે કે લંડનનું નામ લંડનીસ્તાન થવામાં છે ..
હવે આગળ ..
ડોહા અને એમના આસિસ્ટન્ટ ઉપપ્રમુખે જે રીતે મીડિયાની સામે ઝેલેન્સકીને ધમકાવ્યા એ જોતા એમ લાગે છે ઓવલ ઓફીસ હવે કાયી કાયી થઇ છે .
દેશી ભાષામાં કાયો કાયો થયો છે એવું જ કેહવાય..
ડોહાએ ચારેયબાજુ કકળાટ આદર્યા છે ,
એક બહુ સીધી વાત છે કે સામ્રાજ્યવાદના પતન પછી આર્થિક સામ્રાજયવાદએ જગતનો ભરડો લીધો છે અને યુરોપ અમેરિકાના આ ભરડાને હવે બ્રિકસ તોડી રહ્યું હોય એવી ભીતી લાગી રહી એટલે બધું આઘુપાછું થયું છે ..
અહિયાં એક વાત સમજવા જેવી છે , યુરોપ અને અમેરિકા હંગવા જઈને એમના પુંછડા સાફ કરવા જેટલા કાગળિયાં વાપરે છે એ જો બંધ કરે ને તો આફ્રિકાના ઘણા દેશો ના જંગલો બચી જાય ,પણ ઐયાશ બની ગયેલી મહારાણી વિક્ટોરિયા ના વારસદારોની આખી પેઢીને એમની ઐયાશી ટકાવવા આર્થિક સામ્રાજ્યવાદને પકડી જ રાખવો પડે ..
સાલ ઓગણીસો પચાસ પેહલાના હજ્જારો વર્ષોમાં દુનિયાના ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપના લોકોએ ખાણો ખોદી અને સોનું ચાંદી ખોદી કાઢેલા એ બધા વિક્ટોરિયાના વારસદારો લુંટી ગયા અને એમને એ સમયે ખબર હતી કે હજી ધરતી ઉર્ફે રત્નગર્ભા વસુંધરાના પેટાળમાં ઘણો “ માલ “ દબલેયો પડ્યો છે ,
કાળું સોનું અરબાઓ નું કાઢી અને આરબ શેખ બનાવ્યા ,ઊંટ ઉપરથી સીધા સોનાના જાજરૂમાં હંગતા કરી મુક્યા પણ હવે ત્યાં ખજાનો ખાલી થાય એમ છે એટલે ઈઝરાઈલને ભવિષ્યમાં ખુલ્લો દોર આપી અને કેહવામાં આવે કે પૂરું કરો તો નવાઈ નહિ..
બીજી તરફ દુનિયાને અત્યારે સતાવતો સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ છે ઇલેક્ટ્રિકસીટી સ્ટોરેજનો ..
વીજળી બને એ ભેગી વાપરવી પડે નહિતર વેરણ થાય ,
ડોહાનો સંગાથી જુવાનીયો મસ્ક એમના જેવા ઘણી બધી સ્ત્રીઓને બોગવવાવાળા નવા-જુના વાળો છે , આપણે કહીએને ગુણ મળે લગ્ન થાય અને અવગુણ મળે તો દોસ્તી ..
અહિયાં તો બધાય અવગુણ મળ્યા , કોઈપણ ભોગે અનહદ ખજાનો ભેગો કરવો ,દુનિયા ઉપર રાજ કરવું અને બીજી બધ્ધી જ લાલસાઓ આ બધા અવગુણ એક સાથે બે માં મળ્યા પછી દોસ્તી પાક્કી થાય અને એમાં પણ એક ડોસો અને બીજો જુવાન કશ્હું જ બાકી ના રહે..
ઇલેક્ટ્રિકસીટીનું સ્ટોરેજ મળે અને એ પણ પ્રોપર તો પછી દુનિયા આખી એની ઉપર ભમતી થઇ જાય ,આરબો રખડી પડે અને આ સ્ટોરેજ માટે રેર અર્થ જોઈએ , રસાયણશાસ્ત્ર ભણ્યા હોઉં તો સમજી જશો નહી તો ગુગલ કરી લો ..
ઇલેક્ટ્રોનિકસના ઘણા બધા એક્ઝીબીશનમાં જાઉં છું જેના ફક્ત નામ જ સાંભળ્યા હતા એવા એવા રેર અર્થના સોલ્ટ દુનિયાના બજાર વેચાવા આવી ગયા છે , અહિયાં હજી સેમી કંડકટરના ગાણા ગવાય છે , ચુસાઈ ગયેલી કેરી છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં જ ફાટી પડશે ,પછી કેટલું આગળ જવાય એ હજી નક્કી નથી ,
પણ રેર અર્થ છોડાય એમ નથી , એઆઈમાં તો ગાડી ચુકી ગયા એવો ઘાટ થયો , નવો પેદા થવો દેવો નહિ મારા પછી પાછળ બીજો નંબર તો છોડો વીસમાં નંબરે પણ કોઈ ના હોવો જોઈએ એવી ભારતીય માનસિકતાએ ઈન્ફોસીસ અને બીજી કંપનીઓ પછી કોઈ એઆઈ જાયન્ટ ભારતને નાં મળવા દીધો..
રાજકીય રીતે ઝેલેન્સકીની પાછળ મભ્ભમમાં યુરોપને ધમકી અપાઈ કે અમે હવે તમને વધારે પોશીશું નહિ , રશિયા રશિયા કરીને અમારો તમે લાભ લીધો અને હવે અમે કંગાળ છીએ એટલે ઝેલેન્સકીની ધરતી ખોદી અને અમારે એનો ખજાનો ખાલી કરવો છે જો તમે નહિ કરવા દો તો પુતિન ખોદી જશે .ત્યારે તમારું જે થાય તે..
આપણે શું કરવાનું ?????
ધ્રુતરાષ્ટ્ર ઉવાચ “ હે સંજય મારા અને પાંડુના પુત્રો યુધ્દ્ક્ષેત્રે શું કરી રહ્યા છે તે બતાવ ..”
મારા અને પાંડુના પુત્રો થતા હોય તો આપણે બાઝાણું “ હળગાવાય “ ..!
છેલ્લે ઓમ શાંતિ ઓમ ..શાંતિ, શાંતિ ઓમ .. કરીને કલ્લી કાઢી લેવાય..!
મુઆ બાખડતાં ..
મહામાત્ય .. રેર અર્થ ….રેર અર્થ ઝાલો .. એકલા લીથીયમએ ભૂખ નહિ ભાંગે..!!
ડૂબકી મારીને મોટી નીકળે તો કામનું હોં ..
મર્યા પછીની દુનિયા ત્યારે જ વેચાય જયારે જીવતા હોઉં ..!!
થોડામાં ઝાઝું સમજજો ચતુર , બાકી ના મેળ પડે તો ખોટી ખોટી કોમેન્ટો ઠોકી અને અક્કલનું પ્રદર્શનના કરતા..!
જય હો
રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*