એક ગજબનું કૌતુક જોયું..
ગાંધીનગરથી પાછા વળતા પ્રહલાદનગર રોડ ઉપર વળ્યા પછી તરત જ એક અમારી ગાડીની આગળ એક લાલ કલરની ખુલ્લી જીપ જેવું કૈક વાહન , જેમાં ટાયર ટ્રેક્ટરના અને એમાં દસ બાર જાનડીઓ , ફુલ્લ અવાજે મ્યુઝીક વાગે ,અને બધી ખચાખચ ભરેલી જાનડીઓ નાચે અંદર બેઠી બેઠી નાચે…
આપણી આંખો ચાર , કે આવું કેવું ..??
બધુય ઉભું થઇ થઇને ઠુમકા મારે, અને નાચે , આપણે સારથીને હુકમ કર્યો હે મધુસુદન રથ એમની નજીક લઈ જાવ… આ અજબ ગજબની સૃષ્ટિના મારે દર્શન કરવા છે..!
અમારા સારથી મરક મરક પણ મારકણું હસ્યા ,
એમને એમ થયું કે એમના શેઠ લપસ્યા..
પણ સાચ્ચે અમારે જોવું હતું કે આ શું છે .. ખુલ્લી જીપમાં ઉલળી ઉલળીને નાચતી શણગાર સજીધજી આ સુંદરીઓ છે કોણ ..?????
રથ નજીક ગયો ..
ઓહો હો હો હો હો હો …
શું સુંદર એક એક ચેહરા ગ્લો મારે, અને કપડાની ચમક, વત્તા ઘરેણાથી લથબથ વચ્ચે દુલ્હન , આજુબાજુ એની સખીઓ અને બધું નાચે ..
અમે અમારા સારથીને પૂછ્યું અલ્યા રણછોડયા આ છે શું ..??
અમારા સારથી ખડખડાટ હસ્યા ,અને બોલ્યા આ તો બધી (xxx) છે પેલું હોલીવુડ છે ને ત્યાનું છે ,હમણાં કાલથી ફરી પાછી ચાર રસ્તે ભીખ માંગવા આવશે આ બધી..
અમારી આંખો ફાટી ગઈ ડોળા બહાર ,જીભડી લટકી ગઈ ડાકલી ખુલ્લી …
હેં … પણ આવું કેવી રીતે ? એમના મોઢા તો જો બકા …
મેકઅપ કર્યો છે સાહેબ એટલે ,આ તો બધી ભિખારણ છે …
ઓહ હ હ હ …
હવે …?
સવાલ કે આવો જોરદાર મેકઅપના રૂપિયા કેટલા થાય ? અને બ્રાઈડલ મેકઅપના તો લાખ્ખો રૂપિયા નગરી અમદાવાદે લોકો ખર્ચે છે તો શું આ લોકો એ એટલા બધા રૂપિયા નાખ્યા હશે ???????
પત્નીજી કો પૂછા જાય .. સીધા અમે રસોડામાં ,આખી ઘટના જણાવી તરત જ જવાબ આવ્યો જોઈએ તેટલા રૂપિયામાં જોઈએ એવો મેકઅપ થાય છે , ઘણી બધી છોકરીઓ ઘરકામ ,કચરા ,વાસણ ,પોતું કરવાને બદલે મેકઅપ આર્ટીસ્ટના કોર્સ કરે છે અને પછી આવી રીતે મેક અપ કરવા જાય , બાકી કપડા ઘરેણા બધું નકલી ,અને ભાડે જોઈએ તેટલું મળે છે ..
અમારા મગજમાંથી ગ્લો મારતા ચેહરા ખસતા નોહતા
મૂછો ચાવતા ચાવતા અમે જીમમાં ગયા, અને ત્યાં પણ દાવ , એક ટેણીયુ દોડતું આવ્યું એ કાકા પેલી બાજુ એરોબીક્સમાં એક ફોરેનર આઈ છે ..
અમે દોડ્યા હેં ….????
અમદાવાદ હવે ઇન્ટરનેશનલ થઇ ગયું બેંગ્લોરની જેમ ??? મલાનીયા ટ્રમ્પ ફરી અમદાવાદમાં કે શું ..?
એક નજરે તો લાગ્યું કે , ઉઝબેકિસ્તાન , કઝાકિસ્તાન ,જ્યોર્જિયા ટૂંકમાં ખૈબરઘાટની પેલે પારથી કોઈ માનુની આવ્યા હશે ,અમે જરાક અમારા ટ્રેઈનરને કીધું ક્યાં ના લાગે છે આ સુંદરી..??
હવે ટ્રેઈનર પાછા ફ્રી લાન્સવાળા ,એટલે અમદાવાદના પોશ જીમે જીમે જાય …
ક્યા ભાઈ આપ ભી ધોખા ખા જાતે હો ?
એકદમ દેસી છે , એના હાથ અને કોણી જુવો તમારાથી પણ કાળી છે આ તો વાળ બ્લીચ કર્યા છે અને મેકઅપ કર્યો છે , આજકાલ આવો રોગ ચાલે છે ,દરેક જગ્યાએ આવા ફોરેનર બની અને બેચાર તો ફરતા જોવા મળશે જ ..
પછી તો મગજ ચલાવ્યું .. હા વાત તો સાચી ,જબરજસ્ત મેકઅપ કરેલી પબ્લિક આજકાલ બિઝનેસ મીટીંગો કોર્પોરેટ અને બીજી ઘણી બધી જગ્યાએ દેખાય છે ..
રોગ નહિ રોગચાળો ફાટી નીકળ્યો છે , કમ્પ્લીટ મેઇક ઓવર નો ..!!
કાળુ ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલશ , સંભળાવે નહિ ..
મોર આઘે મોભારે ટહુકે તે મારે ઘેર આવે નહિ ..
આવું કશું ના થાય ..
કમ્પ્લીટ મેઇક ઓવર કરાવે ,એ ભેગું કાળું ભમ્મર આકાશ ચોખ્ખું ,
પછી તો મોર ,કાગડા , કબુતરા ,ચકલા ,સમડા ,ગીધડા બધાય ઘરની આજુબાજુ આંટા મારતા થઇ જાય ..!!
જો કે પુરુષો પણ બાકાત નથી અમારા એક મિત્ર સેલોમાં જાય તો પાંચ આંકડામાં બીલ કરીને બાહર નીકળે છે ..
જીવતર દહાડે દહાડે અઘરું થતું જાય છે , મુઆ દાઢી સેટ કરાવવાના પાંચસો અને કલર મારવાના સાતસો આવા બધા ભાવ લોકો લ્યે છે અને લોકો આપે પણ છે..!
છતાંય અંદર કીડો સળવળતો હતો .. ટ્રેઈનર કો પૂછા અલ્યા પણ રોજ નો આવો મેક અપ મોંઘો ના પડે ..?
એક ટેણીયુ બોલ્યું એંહ કાકા શું તમે બી , બધું નકલી મેકઅપ જોઈ એટલો મળે છે હેંડો સીટીમાં લઇ જાઉં , આ ડીઓ જુવો, સુંઘો ,
એમ કરીને એણે એની બગલ મારા નાક ઉપર ધરી મેં એક જોરદાર ચૂંટીયો ભર્યો એને અને કીધું તારી બગલ સુંઘવાની છે મારે ..
અરે એવું નહી કાકા, બધું નકલી ભયંકર સસ્તું મળે છે, અને હવે તો પેલી સસ્તી કપડાની બ્રાંડ છે ને એણે મેકઅપના સમાન નો શોરૂમ ખોલ્યો છે, ત્યાંથી પણ બધું જોઈએ તેટલું સસ્તું મળે અને જાત્તે પંદર દિવસનો કોર્સ કરી લેવાનો મેકઅપ કરતા શીખી જવાનું ,જુવો મેં મારી અને આ આત્મનયાની આઈ બ્રો જાત્તે સેટ કરી છે કોઈ ને ખબર પડે ..??
મેં કીધું ચલ દૂર હટ ..
અરે એવું નહિ કાકા .. અમારા બંનેની ગર્લ ફ્રેન્ડ છે , આ તો તમને કહું છું કે હવે બધું બહુ સસ્તું અને સારું મળે છે ,અને મેકઅપ કરતા બધા જાત્તે શીખી ગયા છે એટલે તમને આવું બધું બહુ જોવા મળશે ..
પછી ધીમેકથી બોલ્યો તમારી ઘરડી આંખોને હજી ઘણું જોવાનું બાકી છે કાકા ..
મારી છટકી .. બુઢ્ઢા હોગા તેરા બાપ ..
મારો બાપો તો છે જ બુઢ્ઢો , તમે દાઢી કાળી કરી અને સજોધજો છો તો કેવી બધી આંટીઓ તમને જોવે છે ,મારો બાપો ટકલો થઇ ગયો છે, વાળ દાઢી બધું ધોળું રાખે છે ને તો મારી મમ્મી પણ હવે તો નથી જોતી એમને, એકલી એકલી ફોટા પડાવે છે ..
તમે બી વાળ દાઢી કાળી કરો છો ને એને મેકઅપ જ કેહવાય હોં કાકા..!!
આવી સીધ્ધી મારી ઉપર ..
અમે ઉવાચ ..હા હવે (ગાળ ,ગાળ ,ગાળ ) ચલ છાનીમાની સેટ માર, હવે હજી તારા કાકાનો બાય્સેપ સોળનો છે (ગાળ )..
હા હવે બહુ દૂર નથી હું ,પંદર એ તો પોહચ્યો જ છું .. કમિંગ સૂન બેબી ..
આટલું કરી ને ટેણીયુ નીકળી ગયું ..
અજબગજબની છે દુનિયા , મેકઅપની દુનિયા પણ મસ્ત છે જેને જે જે રીતે સજાવું ધજવું હોય અને આવડત હોય તો ખરેખર સુંદર લાગે પણ જો આવડત ના હોય અને છતાં પણ કરે તો ઉંદર /ઊંદરી લાગે ..
આપનો દિન શુભ રહે
કરી લેવો થોડો મેકઅપ હોં , હું બ્લોગમાં કોઈનું નામ લખતો નથી એટલે મારાથી ડરવું નહિ કે શૈશવભાઈ મારી ઉપર બ્લોગ લખી નાખશે..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*