બહુ ચાલ્યું છે .. લક્ષદ્વીપ એ હજી પાશેરાની પેહલી પૂણી છે , ભારત દેશ પાસે એવા ઘણા ટાપુઓ છે કે જેનો પ્રોપર પ્લાનિંગ સાથે વિકાસ કરો તો દુબઈ અને સિંગાપોર પણ જવાની જરૂર ના પડે..
સબ કોન્ટીનેટ કહે ભારત ભૂમિ ને ..
ઉપમહાદ્વીપ ..
એમનેમ ના કેહવાય ..
આટલા વર્ષોથી બધું દે ઠોક ચાલ્યું છે , થોડાક પ્લાનિંગ સાથે માઉન્ટ આબુ અને મસૂરી જેવા હિલ સ્ટેશન વિકસાવ્યા અંગ્રેજો એ , પણ પછી બધું રમખાણ થઈ ગયું
અત્યારે સિમલા જવું હોય અને રજાઓ હોય તો એક નહિ પણ દસ વખત વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે …
વિક એન્ડ કન્સેપ્ટ આવી ગયો છે ..
કોઈપણ હિલ સ્ટેશન જામ પેક મળે છે બારેય મહિના અને ત્રણસો પાંસઠ દિવસ ..
ડુંગરા દેશમાં અધધ છે , દરિયા પાર વિનાના, પણ કુદરતને સાથે રાખી અને સમજી ને ડેવલપ થાય એવું હજી પણ જનતા જનાર્દનને દિમાગમાં નથી આવતું ..
કદાચ રાજકારણીઓ અને બાબુઓએ પોતના રોકડા લક્ષદ્વીપ ઉપર સેટ થાય કે નહિ એની અત્યારથી તપાસ ચાલુ ના કરી દીધી હોય તો સારું ..
પ્રકૃતિનું દોહન શોષણ નહીં .. બોલવા લખવામાં આ વાત સારી લાગે છે પણ ટુરીસ્ટની સગવડ સાચવવા માટે બધું ભૂલી ને રમખાણ મચાવી દેવાય છે ..
લક્ષદ્વીપની એવી હાલત ના કરે તો સારું ..
ગોવા અત્યારે જબરજસ્ત રીતે વિકાસના રસ્તે ચડી ગયું છે એમાં પર્યાવરણની જે હાલત થઈ રહી છે એની ઉપર નજર મારવા જેવી છે મારા બાળપણમાં ગોવાના બીચ મે જોયા હતા લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પેહલા એમાં અને આજ ના દારૂડીયા ગોવા ના બીચમાં આસમાન જમીન નો ફર્ક છે ..
એ જ રીતે કન્યાકુમારી વિવેકાનંદ રોક પાસે ૧૯૮૨ માં ગયો ત્યારે ત્રણ દરિયાના ત્રણ મોજા ચોખ્ખા જુદા દેખાઈ આવતા ત્રણે દિશમાંથી..
વિવેકાનંદ રોક ઉપર ઊભા ઊભા દખ્ખણ તરફ મોઢું રાખો તો અફાટ હિંદ મહાસાગરના મોજા આવે એ જ રીતે ઉગમણે નજર માંડો તો બંગાળનો ઉપસાગર ઘૂઘવતો દેખાય અને આથમણે અરબ સાગર અને ત્રણેય દરિયા વિવેકાનંદ રોક ને પખાળે..
પણ આજે ? ને ગંદકી અને ચારેય બાજુ બાંધકામ.. નખ્ખોદ..!! દરિયા તો દેખાય પણ મુઆં ગંધાય ..
ઘર આંગણે ગિરનારની પરિક્રમા વખતે જે કચરાના ઢગલા કર્યા હતા ત્યારે મેં જે કકળાટ કર્યો એ કદાચ યાદ હશે ..
સેહજ કાંકરોલી થી આગળ રાજસમન્દ જાવ તો એક જમાનામાં મારબલ ના પહાડો ના પહાડો હતા અત્યારે ત્યાં પ્રેકટીક્લી ખીણો થઈ ગઈ છે ..અગરિયો મારબલ , ગ્રીન કોટા સ્ટોન , ગ્રેનાઈટ બધું કાઢી કાઢી ને ડુંગરની જગ્યાએ ખીણો કરી મૂકી છે ..
મહેલમાં બેઠેલો રામ જાણે કે આવતી પેઢીને શું આપીને જઈશું ..
મરુભૂમિ માં હજી એટલા સળીસંટા નથી થયા .. થાર નું રણ પેહલા હતું એવું જ છે પણ ટેકનોલોજી એ એની બિહામણી ભયાવહતા ઓછી કરી નાખી છે .. હવે થારમાં ઉતરી પડેલા કોઈ મોતને પામ્યા એવા સમાચાર આવ્યા નથી..
વાત કરું નદીઓની તો .. પટ સાંકડા થઈ રહ્યા છે , નદીઓના પટ પોહળાઈ છોડી રહ્યા છે અને સાંકડા થઈ રહ્યા છે કોઈપણ નદી લઈ લો ભારતની ..
દુઃખ થાય છે .. જેણે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પેહલા નું ભારત જોયું નથી એમને ઠીક છે ,જે જોવે તે નવું છે અને સરસ જ લાગે પણ અમારા જેવાને તો ત્રાસ ત્રાસ વર્તાય..
નર્યો ટ્રાફિક, ધૂળ ધુમાડા અને પ્લાસ્ટિકના કચરા..
નથી કરવા જેવા આ બહુ ટુરિઝમના ધખારા.. કુદરતના ભોગે નહિ …
યુરોપ હજી પોતાની કુદરત સાચવીને બેઠું છે ..
એટલું થાય કે ભારતની ધરતીમાંથી નીકળતા કુદરતી પત્થરોની નિકાસ ઉપર પ્રતિબંધ, લાકડા ઉપર પણ પ્રતિબંધ ,કદાચ એવું કરાય કે લાકડાની કારીગરી વેચવી હોય તો દસ વર્ષથી વધારે જૂનું ઝાડ કાપ્યું હોય તો એકસપોર્ટ પણ નહિ થવા દઈએ અને દેશમાં પણ નહિ વેચવા દઈએ ..
ટુંકમાં કહી દઉં તો સાબરમતી ને ગટરમતી બનાવી પછી હવે એમાં નર્મદાના પાણી નાખી અને ઉધરનાં સિંદુરે સોહાગણ બનાવી એવા ધંધા લક્ષદ્વીપમાં ના થાય ..
સાબુ નામે નહિ વાપરવા દેવાનો , તારા કપડાં તારે ઘેર જઈને ધોજે બાકી તો પ્રિવેડિંગ શૂટ ચાલુ થશે તો નર્યા કચરા સિવાય કશું નહિ વધે દસ જ વર્ષમાં …
દરિયા કાળા પડતા જાય છે કાંઠેથી ..
વિચારજો
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*