અમેરિકા ગઈકાલે અફઘાનિસ્તાનમાં એના ભાથામાં રહેલો સૌથી મોટામાં મોટો નોન-ન્યુક્લિયર બોમ્બ ફટકારી દીધો..!
નામ હતું એ બોમ્બનું “મધર ઓફ ઓલ બોમ્બ..!”(MOAB)
૨૨,૬૦૦ પાઉન્ડના વજનવાળો બોમ્બ અફઘાનિસ્તાનમાં ઠોકયો, છેક સવારે સાત વાગ્યે બોમ્બ ફેંક્યો હતો અને આપણે લગભગ ઉંઘવા માટે પથારીમાં ગયા ત્યારે ખબર પડી કે આવું કૈક થયુ હતુ..!
લગભગ દસ ટન વજનનો બોમ્બ, અંદર ક્યા ક્યા એક્સપ્લોઝીવ્સ અને પ્રોપેલન્ટ વાપર્યા છે એની ડીટેઇલ થોડી ઘણી હાથમાં આવી..ચારભાગ ટીએનટી અને એક ભાગ એલ્યુમીનીયમ વપરાયું છે, એલ્યુમીનીયમ એકલુ લખ્યું છે પણ એલ્યુમીનીયમ નાઈટ્રેટ જ હોય અને MOABની અસર વધારવા(ફેલાવવા) એરોસોલ પણ અંદર નાખવામાં આવ્યું હતુ..
જેવું બ્રિટીશ અખબાર “ધ ટેલીગ્રાફ” એ MOABના સમાચાર નાખ્યા નેટ પર,એવું તરત જ બ્રિટીશ જનતા મેદાનમાં આવી ગઈ કે આના કરતા મોટો બોમ્બ RAF એ WW-2 માં વાપર્યો હતો અને એનું નામ ગ્રાન્ડસ્લેમ(GS) હતુ..GSની કેપેસીટી પણ MOAB જેટલી જ હતી..!
તરત જ અમેરીકન સામે આવી ગયા અશક્ય છે, MOAB જમીનથી છ ફૂટ પેહલા જ બ્લાસ્ટ થઇ જાય છે, એટલે MOAB ૧૫૦ મીટરની ત્રિજીયામાં તો એક ઝાડ પણ બાકી ના રાખે અને ૩૦૦મીટરની ત્રિજ્યામાં બધું જ લગભગ સાફ કરી નાખે.. ફિલ્મી ભાષામાં કહીએ ચીથડે ચિથડા ઉડાડી નાખે..
અને બ્લાસ્ટ થયા પછી જમીનની અંદર પણ ૩૦૦ મીટર સુધીનું બધ્ધે બધ્ધું સાફ કરી નાખે..!
સામસામે આર્ગ્યુમેન્ટ આવી ગયા TALLBOY નામના બોમ્બને પણ યાદ કરી લીધો..
MOAB ના પૂર્વજ બ્રિટીશ બોમ્બ GS ગ્રાંડસ્લેમ પણ ૨૨૦૦૦ પાઉન્ડનો હતો અને GSને બ્રિટીશ RAF (રોયલ એર ફોર્સ)એ WW-2માં જર્મની ઉપર વાપર્યો હતો.. GSને ધરતીકંપ લાવનારો બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવતો..
આવા મોટા પ્રકારના બોમ્બ મોટેભાગે ત્રણ રીતે અસર કરતા હોય છે, જેવું બ્લાસ્ટિંગ થાય છે એટલે તરત જ બ્લાસ્ટિંગ પોઈન્ટ ઉપર જબરજસ્ત વેક્યુમ ક્રિયેટ થાય અને એકસ્પલોઝનને લીધે એક જબરજસ્ત કેલરી કલાઉડ જનરેટ થાય(આગનો ગોળો), સાથે સાથે એક બહુ જ મોટું સાઉન્ડ વેવ(ધડાકો) જનરેટ થાય છે..
બોમ્બિંગથી અચાનક ઉભા થયેલા વેક્યુમને ભરવા માટે આજુબાજુની હવા ધસી જાય અને હવા એટલી બધી સ્પીડમાં ધસી જાય કે માણસના ફેફસામાંથી પણ હવા બહાર ખેચાઇ જાય અને એ હવા ફેફસાના ચીંથડા ઉડાવી છે, છુટેલી ગરમી આજુબાજુના તમામ હાઈડ્રોકાર્બન(માણસના શરીર અને ઝાડપાન બધું જ આવી જાય) ને સળગાવી નાખે..મેટલ ઓગાળીને ભસ્મ કરી નાખે, અને સાઉન્ડ વેવ ધરતી અને ધરતી પર ઉભા કરેલા તમામ મકાનો પુલો સહીત બધું જ ઉડાડી દે..!
WW-2 હતુ ત્યારે પણ “એ” લોકો એટલા તો હોશિયાર હતા કે યુરોપની ધરતી ઉપર અણુબોમ્બ વાપર્યો નોહતો..અત્યારે પૂરે પૂરી શક્યતા છે કે ઉત્તર કોરિયા ઉપર એકદો નવા પ્રકારના અણુબોમ્બનો ઉપયોગ અમેરિકા કરી શકે..!
હવે અફઘાનિસ્તાનમાં નંગરહારમાં (લગભગ પાકિસ્તાન જ કેહવાય)ફેકેલો MOAB બોમ્બ જેની કિમત ૧૬ મિલિયન USDનો છે, હવે વિચાર આવે કે આટલા બધા ડોલર ખર્ચીને આવડો મોટો ખેલ કર્યો પણ ફાયદો શું..?
તો જવાબ આવ્યો કે ૩૬ આતંકવાદી માર્યા ગયા..અલ્યા કીડી મારવા કટક ઉતાર્યું..? ૩૬ને મારવા માટે આટલો બધો ખર્ચો ? આનાથી અડધા રૂપિયા નવાઝ શરીફને આપ્યા હોત તો ૭૨ મારી ને લેતા આવતે..!
બીજો જવાબ આવ્યો કે જમીનની નીચે બંકરો અને આખું શેહર બનાવેલુ હતું એનો નાશ કરવો જરૂરી હતો..?
અલ્યા તારી સાસુ કાંદા ખાય, જમીનની નીચે બંકરમાં આખું શેહર બકરી ચરાવતો અફઘાન બનાવે ?છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી એકે નિશાળ તો ખુલી નથી કાબુલની બહાર,તો જમીનની નીચે બંકરોમાં શેહર બનવવા એન્જીનીયર અફઘાનો ક્યાંથી લાવ્યા અને બંકર શેહર બનવવા તો મશીનરી પણ કેટલી બધી જોઈએ ? એ બધું ક્યાંથી આવ્યું..?
અવાજ ના આવે કેમ? બકરી બરફ ખાઈ જાય ..
રશિયાને હંફાવવા અમે અમેરિકાનો એ જ બાંધી આલ્યા તા..! અને બહુ મજબુત બનાવ્યા હતા, એટલે આવડો મોટો બોમ્બ ફેંકીને ખર્ચો કરવો જ પડે એવું હતુ.. બાકી તૂટે એમ જ નોહતુ..!
તો બરાબર,
બાકી મને તો એમ કે અમેરિકન માલેતુજારોને તો મોટા મોટા હથીયારો અને રૂપાળા બૈરા અને બીજી બીજી અહી ના લખાય એવી ઐયાશી કરવી ગમે, આપડે ઇન્સ્ટાગ્રામ પર પેલા “બેન ડીલઝારીઓન” ને ફોલો કરીએ છીએ, અને અંકલ સામ પણ બાકી છે તો એના કરતા વધારે રૂપિયાવાળા છે એટલે શોખ એમના મળતા આવે, એવું બને અને મન થાય કે હેંડો સોળ મિલિયન ડોલરની “ધુમાડી” કરીએ.. લાઈવ જોઈશું બેસીને મજા આવશે..!
ઓન સીરીયસ નોટ..
હવે ઉતાવળ કરાવી પડે તેમ છે, ત્રાસ વધતો જાય છે લંડન,સ્ટોકહોમ,પેરીસ ધીમે ધીમે દર મહીને એક એક યુરોપના શેહારોમાં લગભગ રસ્તે જતા લોકો પર ગાડીઓ ફેરવી દેવાના હુમલા વધતા જાય છે, યુરોપ ભારત નથી કે ક્ષમા વીરસ્ય ભૂષણમ કરે, સ્વીડન જેવો દેશ તો જબરજસ્ત ખુમારીમાં જીવે છે કે અમે ક્યારેય કોઈની ગુલામી જોઈ નથી કે સ્વીકારી નથી..
સ્કેન્ડેવિયન દેશો હમેશા પશ્ચિમ અને દક્ષીણ પૂર્વી યુરોપના લોકો કરતા પોતાની જાતને મુઠ્ઠી ઊંચેરા માનતા આવ્યા છે, અને નાટોમાં એમના પ્રભુત્વ વધારે છે, ઈનફેક્ટ સ્વીડન તો અડધી દુનિયાને હથિયાર વેચે છે..
ઘણા બધા યુરોપિયન દેશોમાં હજી રાણી રાજા છે અને એમનું એમના દેશમાં ચલે પણ ખરું, વત્તા બધા રજવાડા અંદર અંદર સગા થાય છે અને એ બધાની ઉપર ચર્ચનું જોર-પ્રભાવ પણ ખરો..
આ રોજની ઝંઝટથી હવે યુરોપ અમેરિકા થાક્યા છે, એક ઝાટકે કદાચ બધું પતાવવાના મૂડમાં બધા આવી ગયા હોય તેમ લાગે છે..!
આપડા “ચાવાળા સાહેબ”ના ચણા પણ આવે એમ નથી લાગતુ..
રમત મોટી મંડાઈ ગઈ છે..
દિલ્લીથી ફક્ત બારસો કિલોમીટર દુર જ આ ધમાકો થયો છે જાગવાનો સમય છે આખા ભારતને..
અને એક શબ્દ બજારમાં રમતો થઇ ગયો છે..!
WW-3
આરંભ થઇ ગયું છે..?
ખબર નથી..
પેહલા લખી ચુક્યો છું એમ “ઈતિહાસની સૌથી મોટી કમબખ્તી એ જ છે કે ઈતિહાસ રચાઈ રહ્યો હોય ત્યારે તે સમયના લોકો ને એનુ ભાન જ નથી હોતુ..”
શુભ રાત્રી
શૈશવ વોરા