ક્યાંક એક લીફ્ટમાં નાનકડું હેન્ડબીલ ચીપ્કાવેલું અને મારી નજર ત્યાં ચોંટી ગઈ..
“આજના માબાપો ને કુંડામાં ફૂલઝાડ ગોઠવતા અને ઉછેરતા આવડી ગયું પણ છોકરા ઉછેરતા ક્યારે આવડશે..?” – એક બાપજી (જેમણે સંસાર છોડેલો છે )
વાંચીને મારા મોઢામાંથી નીકળી ગયું નોટ યોર કપ ઓફ ટી બાપજી.. સંસાર છોડી ને ભાગ્યા છો કે મોક્ષની લાલચે નીકળ્યા છો કે બીજું જે કઈ હોય પણ ..
તો પછી ઉંધા ફરીને શું કામ જોવો છો ?
સંસારનું જે થવું હોય તે થાય ,તમે તમારું લક્ષ્ય સાધો ને યાર .. જાવ ને ભઈ કામે વળગો..
બહુ તકલીફ છે આજ ના જમાનાની આ બધા બાપજીઓ ની ..જોઈતી ના જોઈતી ટીકાટીપ્પણીઓ ચાલુ જ રાખે સંસાર માટે, અને પછી ક્યાંક કોઈક “ઢીલો” દેખાય કે ચડી બેસે,અને એની જિંદગીની માંપરણી ને મૂકી દે ..
જો કે આજકાલની નવી જનરેશન બાપ્જીઓ ને મૂકી ને મોટીવેશનલ સ્પીકરની બાજુ વળી છે..
થોડુક ,તીખું અને આખું વત્તા પ્રેક્ટીકલ લાઈફની વાત કરે, અને પાછો પોતે ક્યાંક વ્યવસ્થિત હાથ મારીને આવ્યો હોય ને પરફેક્ટ સેટ થઇ ચુક્યો હોય એટલે દોઢ બે કલાક ખેંચી પાડે..
પ્રવચન દરમ્યાન થોડા થોડા સમયે `સેક્સી` કે `નાગી` વાત નો તડકો મારે એટલે બધા નાના નાના સોળથી બત્રીસ વર્ષના બાળુડા ખખડે અને એમને મજા આવે..
જો કે કોઈને કૈક વાત શીરા ની જેમ ગળે ઉતારવી હોય તો એ સેક્સી ,નાગી કે ગંદી વાતનું ઉદાહરણ અપાવું એટલે આપણું કામ બહુ સેહ્લું થઇ જાય અને આવું ઉદાહરણ આપો એટલે એ જીવનભર યાદ રાખે..
ભૂતકાળમાં કેટલા મારાથી પણ ડોબા મિત્રો મારી પાસે ઓર્ગેનિક કેમેસ્ટ્રી શીખવા આવતા ત્યારે હું એનો સહારો લેતો..
અલ્યા ઓર્ગેનિક માં શું છે ..? કઈ નહિ કાર્બન છે, અને કાર્બન એટલે અસ્સ્લ્મ ..એને ચાર એલાઉડ અને પાછી ગમે તે નાતે જાતે હોય ,અસ્સ્લ્મ ગમે તેને પરણી શકે..ખાલી સગ્ગી બેહનને છોડી ને..
પણ કાર્બન તો એનાથી પણ જાય સગ્ગી બેહન જોડે પણ પરણે..
આટલું બોલીએ એટલે પેલાની ડાકલી ખુલ્લી રહી જાય હે એવું કેવું ..?
જો બકા કાર્બનની ચાર વેલેન્સી હોય બરાબર ..હવે એની સાથે કોઈપણ જોડાઈ શકે હાઈડ્રોજન ,નાઈટ્રોજન ,સોડીયમ ,હેલાઈડ બધું જોડાઈ શકે, અને પાછું એવું નહિ કે એ બધા સાથે જ જોડાય કાર્બન બીજા કાર્બન સાથે પણ જોડાઈ શકે ..
હવે આટલું કહું ને એટલે પેલો મારો બકલો જાય ઉન્ધો કેમેસ્ટ્રી શીખવાને બદલે ..પણ એમ નહિ તો કાર્બન કાર્બન જોડે જોડાય ત્યારે એમાં અસ્સ્લ્મ કયો અને એની બીબી કઈ ..?
એટલે પછી આપડી છટકે ,બંને અસ્સ્લ્મ એક પણ બીબી નહિ ,અને અફઘાનિસ્તાનમાં છે ને એ પણ બહુ ચાલ્યું સદીઓ સુધી, એને એ લોકો “બચ્ચાબાઝી” કેહતા ..તારા જેવી “મીઠી” આઈટમ હોય ને એને અસ્સ્લ્મ ઝાલી જાય અને દસબાર દિવસ પકડી રાખે અને પછી એકદમ `તૈયાર` કરી નાખે..
પરસેવો છૂટી જાય બક્લા ને..પાલડી માં બેઠો બેઠો હું એને અફઘાનિસ્તાન દેખાડી દઉં એટલે..
પછી પૂછું બોલ કાર્બનની વેલેન્સી કેટલી ?
ફટ કરતો બ્કલો બોલે ચાર .. કાર્બન કોની સાથે બોન્ડીંગ કરી શકે .. ગમે તેની સાથે ..
યાદ રહ્યું બેઝીક, તો હવે ચોપડી ખોલ તને આખી ઓર્ગેનિકમાં સાંધા મળવાના ચાલુ થઇ જશે..!!
આટલું કરીએ પછી એ ધંધે લાગે, અને આપણી મેથી મારવા માટે બ્કલા નું દિમાગ દોડતું થઇ જાય અને પછી નવું નવું શોધી લાવે બકલો જાતે જ..
એ શૈશાવ્યા તને ખબર છે ગ્રેફાઈટ અને ડાયમંડ છે ને એ સ્ટેબલ `ગે` છે ,
પછી આપણી છટકે એ હવે પ્રોપર ટર્મિનોલોજી વાપર નહી તો એક્ઝામમાં ઝીરો આવશે ટોપા..!!
પણ મોટીવેશનલ ભાષણોમાં ચાલે આવું બધું છેક ત્રેતાયુગથી લઈને કલિયુગ બધું ય દે દે જવા દેવાય..
અને એમાં ય જો સતયુગ સુધી પોહ્ચ્યા તો તો પછી તમે બહુ આગળ પડતા, અને એનાથી આગળ જવું હોય તો બધા પશ્ચિમ ના અને પૂર્વના દેશોમાં થઇ ગયેલા તત્વચિંતકો ,સાધકો, સ્પિરિચ્યુઅલ લોકો ના નામ અને ઉદાહરણ આપો અને પછી ભાષણમાં બેચાર લીટી ઠોકારો એટલે તમે મહાન ..
એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે મોટીવેશનલ એ એના કપડા ક્યાં જવાનું છે બોલવા અને કેવું ઓડીયન્સ છે એનો પેહલા અંદાજ લઇ લ્યે પછી એ પ્રમાણે કપડા ઠઠાડે..
દશા શ્રીમાળી કે વિશા માંડલિયા નાતનું સંમેલન હોય તો પાછો તમારો દેખાવ ગમે તેવો હોય પણ પોહળા ગળાનું બ્લાઉઝ અને સાડી પેહરવી પડે અને ભાઈ હોય તો ઝભ્ભો લેંઘો સારા પડે ..
બાકી કોલેજ ક્રાઉડ હોય તો પછી જીન્સ ટીશર્ટ આગળ પડે ..!!
ભલે ને પછી હેલ્થ વિષે છ કલાકના મોટીવેશનલ આપતો હોય અને ક્મ્મ્મર નો કમરો થયો હોય , બરાબર “વચ્ચે” બેલ્ટ બાંધી ને સરહદ પાડવી પડે કે અહિયાં કમ્મર પૂરી અને ફાંદ ચાલુ અને પાછળની બાજુએ કમ્મર પૂરી અને ધગડા ચાલુ ..!!
હા ભાઈ ભારતના એશી ટકા પુરુષો અને સ્ત્રીઓ બેલ્ટનો ઉપયોગ `સરહદ` તરીકે જ કરે છે..!!
અને ખરેખર અમુક “સરહદો” ઉપર તો એલઓસી કરતા વધારે ટેન્શન હોય..
બેક ટુ મોટીવેશનલ ..
મને તો સ્ટેન્ડ અપ કોમેડી અને જુના બાપ્જીઓ નું કોમ્બીનેશન લાગે છે આજકાલના મોટીવેશનલ..
બાકી તો ગમે તેટલા મોટીવેટ થવા માટે મોટીવેશનલ ને સાંભળો પણ ચાદર હોય એટલા જ પગ કઢાય ,સેહજ પણ વધારે પડતી હોશિયારી ,સ્માર્ટનેસ કે ગટ્સ વપરાવા ગયા એટલે સામેવાળો ચડ્ડી ખેંચી જ લ્યે..
અને છતાંય ક્યારેક મોટીવેશન ની જરૂર પડે તો પેલા બે હતા ને, સવા કરોડ લોકો ને સામસામે લડવા માટે ઉભા કરી ને રણમધ્યે સવાલ જવાબ કરવા ઉભા રહી ગયા હતા એ ..યાદ છે..?
બસ એ જ ખોલી નાખવાની ..જવાબ મળી જ જાય..!!
અને હા આપણે એનો રટ્ટો જરાય નથી મારતા કેમકે મોટીવેશનની જરૂર એકાદ ક્ષણ પુરતી જ હોય છે અને જેનાથી મોટીવેટ થતા હોઈએ એને જીવનભર યાદ રાખીએ તો બીજીવાર જ્યારે મોટીવેશનની જરૂર પડે એ બિલકુલ કામ ના લાગે ..
ફરી નવું શોધવા જવું પડે..
એટલે હવે બોટમલાઈન
મોટીવેશન જરૂર જેટલું લઈને ભૂલી જવું ઝાલી ના રાખવું
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
અરે હા, પેલો ડોબા જેવો “રસોડાના રાજા સલાવાણા” એવો મેસેજ કોણે કોણે ફોરવર્ડ કર્યો હતો ? ગધેડીના, જિંદગીમાં ચા જાતે બનાવી છે કે રાંધણછ્ઠ ના ધાન રાંધવા ના હતા..? ચક્રમ ,મંદબુદ્ધિ , થોડીક તો બુદ્ધિ વાપરીને મેસેજ ફોરવર્ડ કર ,આ તારા જેવાના વાંકે વોટ્સ એપ હવે પાંચ થી વધારે ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ નથી કરવા દેતું .. ડોબા,અક્કરમી ..(આવડે એટલી જોડતા જાવ અને પેલા રસોડાના રાજા ને મોકલતા જાવ )