હાશ …અક્કલ આવી ખરી …મોડે મોડે આવી પણ આવી ખરી , વોડાફોન કેસ માં હવે સરકાર બોમ્બે હાઇકોર્ટ ના ચુકાદા ને સુપ્રીમ માં નહિ પડકારે …મારું માથું તો ત્યારે જ ફાટી ગયું હતું જયારે મોદી સરકારે શપથ લીધા અને જેટલી સાહેબે જૂની સરકાર ની નાગાઈ …(નાગાઈ આ શબ્દ સમજી વિચારી ને વાપરું છું…)ને કેસ ટુ કેસ સ્ટડી કરી અને આ ટેક્ષ કંટીન્યુ કરીશું એવું સ્ટેટમેન્ટ આપ્યું ….અલ્યા કૈક તો શરમ રાખવી હતી , રીટ્રોસ્પેકટીવ ઈફેક્ટ થી ટેક્ષ દુનિયામાં ક્યાય નથી…અને દરેક ફોરેન ઇન્વેસ્ટર જે જેન્યુઈન છે, એ બધા ને આ ટેક્ષ ની બહુ મોટી બીક હતી …હજી પણ થોડી સારી અપેક્ષા ખરી ..નાની મોટી મીટીંગોમાં જઈએ ,અને મને જયારે ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટર સાથે વાત કરવા નો મોકો મળે ત્યારે એક વિશ્વાસ ની કટોકટી ચોક્કસ દેખાય છે ..ફોરેન ઇન્વેસ્ટરોમાં .. ઓબામાએ આવી અને ઘણી બધી ચીમકી આપી લાગે છે .. એટલે ઈઝ ઓફ બીઝનેસ ની વાતમાં કઈક થશે ખરું બજેટ માં …
સોનું ચાંદી ધીમે ધીમે દબાય છે ,બેઝ મેટલ હજી મજબુત જાય છે રુબલ જોરદાર તુટ્યો છે … જોડે ઘણા બધાને ડુબાડી રહ્યો છે પણ સરપ્રાઈઝિંગલી રૂપિયો સારો મજબુત પકડાયો છે …સરકાર જીડીપી ને બે આંકડા માં લઇ જવા ની વાતો કરે છે .. પણ એના માટે હજી વ્યાજદર ઘટાડવા પડે ,અને ઉદ્યોગ માં એમએસએમઈ સેક્ટર ને કો લેટરલ અને બાય લેટરલ સિક્યુરીટી વિના જ લોનો આપવી પડે, તો જ ઉત્પાદન આ સેક્ટરમાં વધે , જ્યાં સુધી એમએસએમઈ ને ઉપર ધ્યાન ના અપાય ત્યાં સુધી બધું જ નકામું છે ..
દેશ નું લગભગ ૪૩ ટકા નું પ્રોડક્શન આ સેક્ટર માં થી આવે છે … જેમ ડાયરેક્ટ સબસીડી રાંધણ ગેસ માં આપાય છે ,તેવી કોઈ મીકેનીઝમ એમએસએમઈ સેક્ટર ગોઠવવી જરૂરી છે … ભૂતકાળ માં સૌથી વધારે ચીટીંગ પણ આ જ સેક્ટર માં થયા છે …મશીનો અને રો મટીરીયલ લેવા માટે આપવા માં આવેલા રૂપિયા ,અમનચમન કે શેર બજારમાં નાખી ગયેલા …
અને સરવાળે ભાગાકાર થયા,અને બેંકો ની એનપીએ માં બહુ મોટો વધારો થઇ ગયો હતો ..ફરી પાછુ આ સ્ટેજ ના આવે માટે કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સબસીડી અને લોન આપતી વખતે જે તે ફિલ્ડ ના એસોસીએશન ને ઇન્વોલ્વ કરી અને સબસીડી રૂપે અપાયેલા કે સિક્યુરિટી વિના આપાયેલી લોનો નું મોનીટર ટાઈમ ટુ ટાઈમ કરવા નું ગોઠવવું જોઈએ …જોકે સિબિલ થી હવે ઓનલાઈન ચેકિંગ થાય છે પણ સરકારી રૂપિયા નું બહુ આંધણ ના થાય અને યોગ્ય હાથો માં જાય એવું કઈ મીકેનીઝમ બહુ જ જરૂરી છે …
એક નાના ઉદ્યોગકાર તરીકે ઘણી બધી અપેક્ષા રાખું છું પણ અંતે તો મારે મારા બાવડા ના બળે જ તરવું પડે છે …અને એક લેવલ થી આગળ જવાતું નથી … સરકારો બદલાય અને પીપીએફ ની લીમીટ વધતી જાય છે … હવે દોઢ લાખ ની થઇ એટલે જખ મારી ને બીજા વધારાના પચાસ હજાર ફીટ કરવા ના, જોકે સરકાર ને જ બધો દોષ આપ્યા કરીએ અને પ્રજા ની સામું જ ના જોઈએ એવું ના થાય …
સરકાર ની જોડે પ્રજા પણ ક્યાં ઓછી છે ..? બધા ને પેહલા મફત માં જમીન જોઈએ છે પછી ડેવલોપ કરીશું …એમ કરી ને જમીનો પોતાને નામે કરવી છે…એક વાર જમીન હાથ માં આવે પછી જોયું જશે … એવી એક જોરદાર માનસિકતા લોકો ની છે ….
આજે આટલુજ …
શુભ રાત્રી
શૈશવ વોરા