“મુંબઈ તુલા પાવસા વર ભરોસા નહિ કા..”
એની માં ને આર.જે. મલીષ્કા એ જે ફીરકી લીધી છે BMCની, જોર જોર ફીરકી લીધી છે, યુટ્યુબ ઉપર ૨.૪M વ્યુ દેખાડે છે..ખાલી ૨.૪M વ્યુ..! ગજબ..! ગજબ ..!
બીજો કોઈ શબ્દ જ ના મળે,આમ પણ મલીષ્કા છે મારા જેવી “મોંફટ” અને આજે એના હાથમાં BMC ચડી ગઈ એમાં સેના ભડકી છે,BMC એના ઘરમાં ઘુસી ગઈ અને નોટીસ ફટકારી કે તારા ઘરમાં ડેન્ગ્યું ના મચ્છરો છે.. લો..બોલો..!
એક એક શબ્દ આખી પેરોડી નો તદ્દન સાચો છે,એમાં સેહજ પણ અતિશયોક્તિ નથી,
પણ સત્તા કોને કીધી હેં, હવે એની ઉપર ૫૦૦ કરોડ નો બદનક્ષીનો દાવો ઠોકવાની વાત છે..!
અલ્યા કીડી મારવા કટક..? બહુ ગંદુ યાર ..!
રાહુલ ગાંધીની તો ફીરકી લીધા જ કરો,લીધા જ કરો મનમોહનસિંહને તો ક્યાંયના “ના” રાખ્યા..
આર.જે. મલીષ્કા એમ બોલે કે મુંબઈચા રસ્તા મઝે ઝોલ ઝોલ..મુંબઈ ટ્રાફિક લાંબ લાંબ..તે બો`ન મારી અહી અમદાવાદમાં પણ એ જ હાલ છે આવ જીવરાજ મેટ્રો એ એટલે ખબર પડે..
રસ્તાયાંચે ખડે ગોલ ગોલ..અરે બો`ન મારે ત્યાં અમદાવાદમાં તો ભુવા પડે અને એ પણ આકાર એના ગોળ ગોળ નહિ બેબી યુ નેઈમ ઈટ એવો આકાર..
પણ એક વાત હજી સુધી ખબરના પડી યાર કે આ ગાંધીનગરના રસ્તામાં ખાડા કેમ નથી પડતા..? અને અમદાવાદના રોડમાં જ ખાડા પડી જાય છે? ટેક્ષ ભરે અમદાવાદ અને રસ્તા ચકાચક ગાંધીનગરના એવું કેમનું થાય છે અલ્યા..? જમવામાં જગલો અને કૂટવામાં ભગલો..? ઝોલ ઝોલ..!
ત્રાસ ત્રાસ થયો છે જ્યારથી આ ચોમાસું બેઠું છે ત્યારથી..અને કોઈક જરાક સાચું બોલે તો એને આવી રીતે હેરાન કરવાના?તારા ઘરમાં ડેન્ગ્યુંના મચ્છર છે..!
આવી લોકશાહી કરતા તો પેલી નામની તો નામની પણ રાજાશાહી સારી હતી, કમ સે કમ ચારણો ને દેવીપુત્ર ગણી અને અભયવચન તો મળતા અને ચારણો પણ જે સાચું લાગે એ બેધડક બોલતા..
ધરતી પર ટકેલી એક રાજાશાહીમાં બનેલી એક તાજી ઘટના, હમણાં મહારાણી એલિઝાબેથને કેનેડાના ગવર્નર જનરલ સેહજ “અડી” ગયા..! અને બબાલ થઇ ગઈ..!
વાત જાણે એમ હતી કે કેનેડાના દોઢસો “વરહ” થયા, એટલે કૈક ઉજવણું હતું, અને મહારાણી આજે પણ કેનેડાના બંધારણીય પ્રમુખ છે, એટલે મોટીબા અને મોટા
બાપા બને જણા ત્યાં ઉજવણે પોહ્ચ્યા..(ઘેર છોકરાના છોકરા અને એના છોકરા રમે છે હેઈ મજાની લીલી વાડી છે..) મોટી`બાને થ્યા “બાણું” અને બાપા થ્યા “પંચાણું”ના..પણ હજી છે બંને કડેધડે એટલે બધે ય મ્હાલવા જાય અને બને ત્યાં સુધી ભેગાને ભેગા જ હોય..!
રાણીમાં જ્યાં જાય ત્યાં લાલ જાજમ તો હો જ,અને ત્યાં ઊજવણે પણ કારપેટ પાથરેલી, એ રેડ કાર્પેટ થોડી ભીની હતી અને પગથીયું સેહજ ઊંચું હતું, વિડીઓમાં ચોખ્ખું દેખાય છે કે મહારાણી પગથીયું જોઈને સેહજ અટકી ગયા હતા કે ઉતરતા તકલીફ પડે એમ હતું..તમે ગમે તે હોવ પણ ઉંમર ઉંમર નું કામ તો કરે જ ..હવે મહારાણી અટક્યા તે કેનેડાના ગવર્નર જનરલે સેહજ મોટી
બાને કોણીએથી ટેકો કરીને ઊંચું પગથીયું ઉતારી દીધા..અને બ્રિટીશ મીડિયા તો..બાપા રે..!! તૂટી પડ્યું પેલા ગવર્નર જનરલ ઉપર તમે મહારાણીને “અડ્યા” જ કેમ? પ્રોટોકોલ નો ભંગ કર્યો તમે..
કોઈપણ રોયલને તમે “ટચ” ના કરી શકો,અને એમાં પણ મહારાણીને તો ફક્ત હાથ જ મિલાવી શકો પણ તમારાથી એમને “અડાય” તો બિલકુલ જ નહિ..!
ભયંકર કકળાટ મચાવી દીધો મીડિયાએ એટલે છેવટે પેલા ગવર્નર જનરલે માફી માંગવી પડી અને ખુલાસો કરવો પડ્યો કે મારી ભૂલ થઇ ગઈ અને પગથીયું સેહજ ઊંચું હતું અને કાર્પેટ લપસણી હતી એટલે મેં મહારાણીને ટેકો કર્યો હતો..!
બસ હજી આવા “ગુણ” આપણે ત્યાંથી જતા નથી, સત્તા આવી તો અમને તમારાથી “અડાય” નહિ..! કેમ ભાઈ તમે ગાંધીનગર દિલ્લી કે મુંબઈ (MH-01) માં આવી ગયા એટલે બ્લ્યુ બ્લડ થઇ ગયા..?
માથેથી લાલબત્તી ગઈ પણ હજી મગજમાંથી જતી નથી..!
ખોટી વાત છે આ કલાકાર અને પત્રકારમાં ફર્ક છે, પેરોડી કરી તે કરી અને સાચી છે, નગરસેવક બનવાના અભરખા તમને થયા છે અમે તમને “મઉં” કરીને ઘેર આવીને આજીજી નોહતી કરી કે અમારી સેવા કરવા આવો, તમને ચુંટણી લડવાના “શોખડા” થયા હતા અને પછી કામ બરાબરના થાય તો “લો
ક” તો કાન ખેંચે..!
અને ફેક્ટ તો એ છે કે પત્રકાર કે કલાકાર એમને ખરીદ્યા કોણે ? રાજકારણીઓ એ ..શરૂઆત તમારાથી થઇ છે તો અંત પણ તમારે જ લાવવો રહ્યો અને તમે જો આ નેક્સસનો અંત નહિ લાવો તો કુદરત બેઠી છે ક્યારેક તો એ એનું કામ કરશે..
હરખપદુડું ગુજરાતી મીડિયા આજે બાપુ બાપુ કરી રહ્યું છે વાત કરવાને મુદ્દો નથી એટલે ચુસાયેલી કેરીના છોંતરા ને ધોઈને ફજેતા કરી કરીને પી રહ્યું છે..
એક પણ જગ્યાએથી પ્રોપર ફોલોઅપ લઈને રોડ રસ્તા કેમ તૂટ્યા એની પાછળ પડી અને ભ્રષ્ટાચારીઓ ને પકડાવી દેવાની વૃત્તિ દેખાતી નથી, ભલું થાજો સોશિઅલ મીડિયાનું કે પ્રજા ને તો જાગતી રાખી છે બાકી તો બે દિવસ કૈક છાપે અને ત્રીજા દિવસે અચાનક ગાયબ..!
સવાલ ત્યાં નો ત્યાં જ ઉભો છે કે ફક્ત રોજના ત્રણ ચાર ઇંચના વરસાદમાં રસ્તા તૂટી કેમ ગયા ?અને અમદાવાદના તૂટ્યા તો ગાંધીનગરના “ઘ” અને “ચ” રોડ કેમ એવાને એવા છે ?
હવે નગરસેવકો એમ ન બોલતા કે અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કર્યું છે એટલે રોડ પરથી હવે ડામર કાઢી અને ગાર માટીના રોડ જ કરાવાના છે,બધું હેરીટેજ જ હોવું જોઈએ અમદાવાદમાં એટલે રોડ પણ..!
કાલે મારી ગાડીમાં એક ટપકાવાળું મચ્છર ભરાઈ ગયું હતું,સાલું મેઈલ હતું કે ફીમેઇલ એ ખબરના પડી,પણ મને ડર લાગી રહ્યો છે કે મારો ડ્રાઈવર બિચારો દસ હજારનો દંડ કેમનો ભરશે..? આર.જે. મલીષ્કાને તો દસ હજારમાં બહુ નહિ અડે પણ મારો “મુકો” તો..ટ્રાફિકવાળો ઝાલે અને એનો વાંક ના હોય તો પણ પરસેવે રેબઝેબ થઇ જાય છે..! અને આ ડેન્ગ્યુંનું મચ્છર ગાડીમાંથી..!
આર.જે. મલીષ્કા બોન તું તારે તારું કામ કરતી રે
જે અમારા અમદાવાદમાં એક ઉક્તિ વપરાય છે “સગા દીઠામેં શાહે આલમ ના ભીખ માંગતા શેરીએ શેરીએ”
શૈશવ તને AMC પર ભરોસો નથી કે..(નથી કે, નથી કે)
અમદાવાદ ચ્યાં ટ્રાફિક લાંબ લાંબ..!
અમદાવાદ ચ્યાં ભુવે મોટે મોટે..!
જોઈ લેજો યુટ્યુબ ઉપર મજા આવશે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા