આજે એક વિડીયો જોયો ટાઈટલ જ કઈ વિચિત્ર હતું …. My Husband made me a Prostitute .
આખો વિડીઓ જોયો મગજ સૂન થઇ ગયું …તમે પણ જુઓ …લીંક આપું છું … http://www.youtube.com/watch?v=1w8RcfL__IE
સાથે કોઈ ગુજરાતી ચેનલ પર એવું આવ્યું કે કોઈ ગુજરાતી ફિલ્મ ની હિરોઈને પોતાનું શરીર વેચવા કાઢ્યું …
શા માટે આવું કરવું પડતું હશે સ્ત્રીઓ ને ..? પેલો વિડીયો તો એક સામાજિક જાહેરાત નો ભાગ છે , અને એનો મેસેજ થોડો વધારે પાવરફુલ રીતે સમાજ માં જાય એટલે થોડી અતિશયોક્તિ કરી લે ..તે ચાલે …
પણ છાશવારે આવા આર્ટીકલ આપણે ન્યુઝ પેપર માં વાંચવા મળે કે હાઈ પ્રોફાઈલ ઢીંકણું અને ફલાણું આ ગોરખ ધંધામાં પકડાયું …
કઈ મજબૂરી કે લાલચ સ્ત્રીઓ ને આ બધા કામ તરફ ખેચી જાય..? પાને પાના ભરી ને દુનિયા એ આની ઉપર લખ્યું છે .. પણ આ ધંધા નો અંત પણ પકડતો નથી ,અને શરૂઆત પણ પકડાતી નથી ….
થોડાક વખત પેહલા બે મોટી ઉંમર ના સફાઈ કામદાર બેહનો ની વાત મેં છાનીમાની સાંભળી હતી …
એક સફાઈ કામદાર બહેન બીજા બેહન ને કેહતા હતા … બોન આપણે કઈ ભણેલા ગણેલા તો છીએ નહિ ,એટલે આપણ ને કોઈ સરકારી નોકરી તો નો મળે ,ભલે હલકું કામ કરીએ પણ મેનત મજુરી કરી ને પેટ ભરીયે છીએ અને મરતા સુધી આ બે જોડ કપડા માં આપડી ઈજ્જત આબરૂ સચવાય જાય સે એટલી ભગવાન ની મોટી મેરબાની …હેં બોન તે બીજું તો આપણે બૈરા માણહ ને શું જોઈએ … રામ રાખે એમ રહીએ ….કેટલી સુંદર વાત એ અભણ બેહનો એ કીધી..!! હાથ પગ ચલાવી મેહનત મજુરી કરી અને પાછું એમાં પણ રામ રાખે એમ રહીએ..!
ગુજરાતી કે હિન્દી ફિલમ ની હિરોઈન વિષે આવું ઘસાતું સમાજ માં મોટે ભાગે બોલાતું જ હોય છે..
પણ આ ગુજરાતી પિક્ચર ના હિરોઈન બેને તો પોતાની જાત ની હરાજી ગોઠવી ..?
શું પોતાની જાત પર કોઈ સ્ત્રી ને એટલો પણ વિશ્વાસ ના હોય કે હું નાનું મોટું કામ કરીને મારું ઘર ચલાવી લઈશ અને સંભાળી લઈશ … કે પછી ટૂંકા સમય માં અને ઓછી મેહનત કરી ને વધારે પૈસા કમાવાના ..?
એવું કહે છે લોકો કે દીકરી ને કે દીકરા ને ધન આપવું વારસા માં કે ભણતર ..?
ધન ખલાસ થશે તો આવી જ કઈ પરીસ્થિતિ ઉભી થશે અને ભણતર ખલાસ થાય ત્યારે ..? ના થાય ભણતર ક્યારેય ખલાસ ના થાય … માટે ડાહ્યા માણસો ભણતર ને વારસા માં આપે છે …
આ જમાનો હવે સ્ત્રી ને ફક્ત પુરુષ ના એક ઉપભોગ ની ચીજ કે વસ્તુ તરીકે જોવાની કે કુદ્રષ્ટિ નો નથી … પુરુષો પણ ઘણી સહૃદયતા થી મહિલા પ્રત્યે વર્તન કરતા દેખાય છે …લગભગ બધી ગ્રેજુએટ મહિલાઓ ગમે તેવી કપરી પરીસ્થિતિ માંથી માર્ગ કાઢવા ને સક્ષમ હોય છે ….અને આજુ બાજુ ના પુરુષો પણ એમને સાચા માર્ગ પર દોરી પણ જાય છે અને ત્યાં સેટ થવા માં મદદ કરતા દેખાય છે …
એટલે આ જાહેરાત માં છે એવું અંતિમ પગલું કે પેલા ગુજરાતી ફિલમ ના હિરોઈન જેવું તો કરવા ની નોબત ના જ આવે …
કદાચ એકાદ ટકા સ્ત્રીઓ ને નસીબ માં આવા ખોટા કામ કરવા ના આવતા હશે , બાકી તો હું નથી માનતો કે એકલી હાડોહાડ મજબૂરી આવું ઘૃણાસ્પદ કામ કરવા માટે કોઈ ને પ્રેરે …..
આજે થોડુક પણ ભણેલી મહિલાઓ માટે અગણિત ફિલ્ડ ખુલી ગયા છે અને વધું ફિલ્ડ ખુલતા જાય છે …
મક્કમતા થી અને દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો આવું ખરાબ કામ કરવા નો વિચાર સુધ્ધા નજીક ના ફરકે …
એવું કેહવાય છે કે જીવનમાં જે કામ કરવાનો વિચાર પણ તમે ક્યારેક પણ મન માં મમળાવતા હો ને … તો કુદરત તમને ધીમે ધીમે એ તરફ જ સરકાવશે … માટે मूलो नास्ति कुतो शाखा : મૂળ જ ના રહે તો શાખા નો કે ડાળી નો તો સવાલ જ નથી ….
મન માં આવતા ખરાબ વિચાર ને જ દાટી દો , તો આગળ વધવા નો સવાલ જ પેદા નહિ થાય ..
શુભ રાત્રી