ભારતના જન જન ના હૈયે ધધકતો લાવા બાહર આવી રહ્યો છે ,
એકપણ વોટ્સ એપ ગ્રુપમાં લગભગ કોઈ `જોક` કે `મજાક` વાળો મેસેજ છેલ્લા ચોવીસ કલાકમાં આવ્યો નથી ,
એક જ વાત છે ચારે તરફ ,શહીદ ,શહીદ અને બદલો લ્યો..!!
મીડિયા પણ સેહજ પણ ભૂલવા તૈયાર નથી,
અને સોશિઅલ મીડિયા તો ધરાર નહિ..!!
જબરજસ્ત પ્રેશર ઉભું થઇ રહ્યું છે કેન્દ્ર સરકાર ઉપર ..!
બે રાતથી દેશના ખૂણે ખૂણે કેન્ડલ માર્ચ નીકળી રહી છે , જનસાધારણ સ્વયંભૂ રીતે બાહર આવી રહ્યો છે,
અને આ બધું જોતા એમ લાગે છે કે ક્યાંક દુંદુભી વાગી રહી છે, બસ પ્હો ફાટવાની જ વાર છે ને હમણા ઘડી બે ઘડીમાં પંચજન્ય અને દેવદત્ત ફૂંકાશે અને રણભેરીઓ ગાજી ઉઠશે..
દેશ નો જનસાધારણ યુદ્ધ માટે આકુળવ્યાકુળ થઇ ગયો છે અને સામે પક્ષે બિલકુલ સન્નાટો છવાઈ ગયો છે , પ્રધાનમંત્રી ઇમરાનખાનના મોઢામાંથી અવાજ નથી ..!!
આધિકારિક રીતે કોઈ બયાન આવે તે પેહલા વ્હાઈટ હાઉસ એ કહું દીધું કે જે પગલા લેવા હોય તે લઇ લ્યો આતંકની લડાઈમાં અમે કેહ્શો ત્યાં આવી મળશું ..!!
જગત જમાદારે તો લીલી ઝંડી આપી દીધી છે, ઈઝરાઈલથી સીધું કેહણ આવ્યું..અવાજ કરજો મિત્ર બસ બાકીનું અમે સંભાળી લઈશું..!!
અનેક દેશોના દિલ્લીમાં બેઠેલા રાજદ્વારીઓ સાઉથ બ્લોકમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંટો મારી ગયા છે , આ બધું જોતા એટલી એંધાણી તો જરૂર વર્તાય કે ઇસ્લામાબાદની બરબાદી હવે ઢુંકડી છે..!!
કેટલા મોરચે જંગ ખેલવાનો છે ?
તમામ મોરચે .. આર્થિક ,રાજનૈતિક , રણમેદાન અને સામાજિક .. કઈ બાકી રહી જતું હોય તો ઉમેરી શકો.. એક જગ્યા હજી રહી ગઈ આસ્તીનમાં છુપાયેલા સાંપ..
કદાચ ભારતવર્ષના ઈતિહાસમાં પેહલી વાર કોઈપણ સરકાર ઉપર યુદ્ધ ખેલી લેવાનું આટલું મોટું પ્રેશર ઉભું થઇ રહ્યું છે..
સર્વ પક્ષીય બેઠકમાં ફારુક અબ્દુલાહ બોલ્યા કે કાશ્મીરમાં હજી ઘણા લોકો છે કે જે હિન્દુસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવવા ઈચ્છે છે અને એમને પ્રોટેક્ટ કરવા રહ્યા..
ખરેખર એવું લાગે છે ? કોઈ બચ્યું છે ત્યાં એવું એમ ? અહો આશ્ચર્યમ ..!!
મેજર જનરલ જીડી બક્ષીનો આક્રોશ સાંભળ્યો ?
બીજી તરફ ક્યાંક એવી કલીપો ફરી રહી છે કે નરેન્દ્ર મોદીને સલાહ, આપણે એટલે કે પ્રજા એ ના આપવી જોઈએ, જનતાએ નરેન્દ્ર મોદી ઉપર યુદ્ધ માટે પ્રેશર ઉભું ના કરવું જોઈએ ..!!
ક્યાંક કેટલાક લોકો સીધી જનતાને ટાર્ગેટ કરીને એમ પૂછે છે કે સરહદ પણ જવા કેટલા તૈયાર..? ખાલી ખાલી વોટસ ઉપર જ ફાંકા ફોજદારી દેખાડો છો ..
તો પછી હવે આવી કલીપો ફેરવનારા “અબુધો” અને પેલા અર્બન નક્સલમાં શું ફેર ?
એ નાલાયક અર્બન નક્સલ “કુતરા-કુતરી”ઓ અત્યારે શહીદ થયેલા જવાનો ક્યા ક્લાસમાંથી આવે છે અને `ઓઆરઓપી` અને એવી બધી વાતો ની કલીપો અત્યારે ફેરવે છે..
અહિયાં “કુતરા-કુતરી” શબ્દ એટલે વાપરું છું કારણકે કુતરા-કુતરી માં કદાચ ઘણા ગુણ હશે, પણ ભાદરવો ચડે ને પછી ચારિત્રના મામલામાં કુતરા-કુતરી ને ભાન રેહતું નથી, નથી જોતા માં કે નથી જોતા બાપ ..
તમે જ કહો કે આવા ભાદરવાની ભેખડે ભરાઈ જતા “કુતરા-કુતરી” શિયળની રક્ષા કાજે ભડ ભડ બળતી ચિતામાં ઉતરી જતી આપણી સતી માતાઓ ને શું સમજી શકવાની છે..?
દેશ ને કાજે કેસરિયા કરીને એક નરબંકો સો ને મારતો અને મરતો એની ભાવનાને કેવી રીતે સમજી શકે..?
એના માટે તો હિન્દુસ્તાની બાપ અને માં ને પેટે અવતરવું પડે..!! પાળિયા ને પૂજવા પડે..! ગોખલે બેઠા સૂરધન સામે માથા ટેકીને આશીર્વાદ લેવા પડે..
રહી વાત નરેન્દ્ર મોદી ઉપર પ્રેશર ના મુકવાની..
અરે ભાઈ શું તમે નરેન્દ્ર મોદીને એટલા નબળા મનના માનો છો ? કેમ વકીલાત કરવી પડે છે ? જોઈ હતી નરેન્દ્ર મોદીની બોડી લેન્ગવેજ ?
ભયાનક મુખમુદ્રા ધારણ કરી હતી પ્રધાનમંત્રી એ .. પ્રેશર તો એમણે જાત્તે લઇ જ લીધું છે, અને એ કામે લાગી ચુક્યા છે, અને હા આ સોશિઅલ મીડિયાનું પ્રેશર જેટલું વધારે રેહશે ને એટલા જ પેલા બીજા બધા વિપક્ષો એક રેહશે નહિ તો આપણી આસ્તીનમાં પણ સાંપ ઓછા નથી ..
આ સોશિઅલ મીડિયાના પ્રેશરને લીધે તો સેહજ પણ આડીઅવળી કોમેન્ટો કરેલા કર્મચારીઓને પણ ઘરભેગા કરવામાં આવી રહ્યા છે તો વિચારો, કે કોઈ રાજકીય પક્ષ અત્યારે સેહજ પણ ઢીલું બોલે તો એની શું વલે થાય ..?
અને રહી વાત સલાહ આપવાની તો એ તો ચોથા ધોરણથી શીખવાડવામાં આવે છે ..જો હું ભારત નો પ્રધાનમંત્રી હોઉં તો … લખો છોકરાઓ નિબંધ .. અને એમાં કશું ખોટું પણ નથી લોકતંત્રમાં દરેક ને પોતાનો વિચાર હોય અને એ વિચારને વ્યક્ત કરવાની છૂટ છે ..
મહત્વની વાત એ છે કે દેશ નો એક એક જન જન આજે કોઈ એક સમસ્યા પર વિચારતો થયો અને આખો દેશ આજે આ મુદ્દા ઉપર એક થઇ ને ઉભો રહ્યો છે , ખરેખર આનંદ ની વાત છે ત્યાં લોકોને માનસ ને તોડી પાડી અને વિચાર કરતા જ અટકાવી કેમ દેવાય ?
અને છેલ્લે સરહદ ઉપર જવાની વાત..
તો `વડીલ` દ્વાપર યુગમાં જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું ને ત્યાર પછી એક પણ માં ભારતવર્ષમાં એવી નોહતી બચી સિવાય કે અભિમન્યુની પત્ની ઉત્તરા કે જેની કુખ ઉજડી ના હોય..!!
અને આજે પણ ખાલી એક જાહેરાત નાખો કે સૈન્યનો ભરતીમેળો છે..અને પછી જુવો કેટલા કરોડ નવલોહિયા બાહર આવે છે ..વિશ્વાસ રાખો `વડીલ` તમારા જણેલા નપાણીયા કદાચ હશે, બાકી તો રણશિંગુ ફૂંકાય એટલી જ વાર..!!
અત્યારે ભારતના પબજી રમી ખાતા સાયબર સેલે તરખાટ મચાવી દીધો છે એવું પાકિસ્તાની મીડિયા કહી રહ્યું છે ઇમરાનખાનની પણ સાઈટ હેક થઇ છે..
યુદ્ધ એટલે દરેકે પોતપોતાના કાર્યક્ષેત્રમાં રહી ને દુશ્મન ને મ્હાત આપવી નહિ કે સવાસો કરોડ લોકોએ બંધુક ઝાલીને સરહદે પોહચી જવાનું ..
હવે આટલું બધું પ્રેશર ઉભું થયું છે તો ઝટ એક બંને ગૃહોની એકદિવસીય બેઠક બોલાવીને ૩૭૦ કલમ ની ઘો મારી નાખો , *તાત્કાલિક* એકેય વિપક્ષ આડો ફાટે તો લોકો જ એને પૂરો કરી નખાશે..!!
સલાહ તો આપવાના,
અમે ભારતભૂમિ ના ગર્વાન્વિત સંતાન છીએ અને સમય આવ્યે બલીદાન પણ..!!
વંદે માતરમ્
શૈશવ વોરા