સૌથી પેહલા તો સૌને નવરાત્રીની શુભકામનાઓ ..
મા અંબા ભવાની સહુના ઓરતા પૂરા કરે , સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે..!
ચાલો હવે કકળાટ કરી લઈએ ..
હવે સરકારશ્રીને અનુરોધ વિનંતી..
ગરબાનો ફીવર ગજ્જબ વકર્યો છે ,ધંધો ગંદી રીતે થઇ રહ્યો છે , દરેક થીયેટરમાં જેટલી સીટ હોય એટલી ટીકીટ વેચાય છે લોકોને પગથીયે નથી બેસાડતા ,
એવી જ રીતે ગરબાના ગ્રાઉન્ડની કેપેસીટી નક્કી કરી અને એનાથી વધારે પાસનું વેચાણ ના થવા દો ,
કારણકે વધુ પાસ વેચાયા પછી ગરબા ગ્રાઉન્ડમાં અરાજકતા ફેલાય છે ,
જ્યાં એવું દેખાય ત્યાં ચારસો વીસી અને ધોખાધડીનો સરકાર ગુન્હો નોંધે અને એ જગ્યે ગરબાનું લાયસન્સ તાત્કાલિક કેન્સલ થવું જોઈએ અને આયોજકની ધરપકડ કરો જેથી સબક મળે..
અવાજના `ડીબી` નક્કી છે ,હવે તો મોબાઈલમાંથી ડીબી માપી શકાય છે સવારો સવાર રમાડો, પણ કાયદાનું પાલન કરી ને ..
દરેક ગરબા ગ્રાઉન્ડની બહાર કેટલી કેપેસીટી અને કેટલા પાસનું વેચાણના પાટીયા મરાવો ..એટલે લોકોને ખબર પડે કે અંદરનો સીન શું છે ,પાસના રૂપિયા ખર્ચી અને અંદર જાય પછી ખબર પડે કે અહિયાં તો ગરબા કરવા બાજુ ઉપર રહ્યા અહિયાં ચાલવાની જગ્યા નથી ..
ટ્રાફિક ટેરિફિક થવાનો ,અમદાવાદના સીમાડાઓમાં ગ્રામ્ય પોલીસની વાટ લાગી જાય છે ,એમને વધુ કુમકો આપો, અને શેહરી વિસ્તારમાં પણ સરખી માત્રામાં કુમકો ગોઠવો ..
જરૂર પડ્યે એસઆરપી નો નવ દિવસ ઉપયોગ કરી શકાય પણ ટ્રાફિક નિયંત્રણ અત્યંત જરૂરી છે..!
રહી વાત વસ્તીની, તો નાકા ખબર છે ,ત્યાં નાકાબંધી રોજ કરો એટલે વસ્તી “નેકળે” તો એને ત્યાંથી એના ઘેર પાછી રવાના કરાય , આ કંઈ ક્રિસમસ નથી કે દરેક જણ ઉજવે ..!
હવે વાત કરીએ ગલગોટાની ..
ગલગોટો મેં ચૂંટીને લીધો કે ઝુકીને લીધો ?
જેવી રીતે લીધો એવી રીતે,
પણ એનર્જી જબરી .. સલામ ..!
કેટલાયના ચોકઠાં મોઢામાંથી બાહર આવી ગયા ગલગોટે તો ,
આખ્ખી નવી પેઢી છે ગાનારા,વગાડનારા અને રમનારા ની ..
મજા મજા..!
ગઈસાલ સુધી સળંગ નવે નવ રાત બે કલાક સળંગ અને પછી અડધો કલાક આપણે ખેલી લીધું હતું , લડી લીધું હતું ..
જોઈએ હવે આ વર્ષે શરીર કેટલું સાથ આપે છે આમ તો આપવું તો જોઈએ ,
ડોહલાઓ એ એમની આદત પ્રમાણે ગરબા કલાસીસના વિરોધ કર્યા છે ,ત્યાં આમ ચાલે અને તેમ ચાલે ,ફલાણી જગ્યાએ આમ થાય અને ઢીંકણી જગ્યાએ તેમ થાય..
ઠીક છે કાકા તમે કકળાટ કર્યા કરો ઘરમાં પણ તમને કોઈ પૂછતું નથી તો પછી બાહર તમારા ઓપિનિયનની કિંમત કેટલી ?
આ જમાનો ટીંડર અને બ્મ્બેલનો છે (પછાત લોકોને ખબર ના હોય તો આ બધી ડેટિંગ એપ્સ છે જ્યાંથી તમને વિજાતીય કે સજાતીય પાત્ર પીરસવામાં આવે અને અક્કલ ,હોશિયારી ના રાખો સલવાઈ જવાય એના ચાન્સીસ પૂરા હોય એટલે કોઈ ડોહા ડગરાએ ક્યુરીયોસીટીથી ડાઉનલોડ કરી અને સલવાઈ ના જતા ..),
ઓન લાઈન ડેટિંગનો છે એમાં વળી શું ગરબા કલાસીસ અને શું ગરબાને દોષ દેવો ?
કાગડા-કાગડીને ચરકવું હોય તો ખભો મળી જ રહે એવી પરિસ્થતિ છે..!
હોટેલો પણ કલાક બે કલાક માટે સજાવેલી ધજાવેલી તૈયાર મળે છે ,સાથે બીજી “સગવડ” પણ ઘણી બધી એટલે તેહવારોમાં ગાળો કાઢી અને મૂંગા રયો તો ઠીક બાકી આ વર્ષે ગલગોટો એનું કામ કરવાનો જ છે..
ગરબા ગાવા જતી વખતે અને જીવનમાં પણ કચકચ ઓછી રાખો તો તમારા સંતાનો પણ તમને સાથે લઇ જ જાય..
મારા જીવનમાં પેહલી રાત્રી હતી ભાદરવા વદ અમાસની , એ તિથીની સમી સાંજે મારું આ ધરતી ઉપર અવતરણ ..
સોળે શ્રાદ્ધ પૂરા જમીને શૈશવ અવતર્યો ધરતી ઉપર એટલે જીવનની બીજી રાત્રી એટલે નવરાત્રી ..!
મમ્મી કહે છે હોસ્પિટલના પેહલા માળે આપણે બંને હતા અને નીચે જ ગરબી હતી, ઢોલ વાગ્યો ત્યારે મને બીક લાગી પણ તું નવે નવ રાત શાંતિથી ઊંઘતો રહ્યો અને ગરબા બિલકુલ નીચે ફક્ત દસ ફૂટ દૂર ચાલતા રહ્યા અને હું પણ જોતી રહી..!
જે દિવસથી પગ ચાલ્યા એની પછીની નવરાત્રીથી મમ્મીના પાલવ પકડી અને ગરબે ઘૂમ્યો છું , આજે દિકરીઓએ કહી દીધું છે કે અમે નક્કી કરીશું આપણે ક્યાં જવાનું અને તમારે અમારી સાથે જ આવવાનું છે નવે નવ રાત..!!
શું કરવા કકળાટ કરતા હશે લોકો ? મને એમ થાય એના કરતા જાવને તેહવારનો ઉજવણીનો ભાગ બનો ને ..
આપણે હિંદુ સંસ્કૃતિમાં તેહવાર એટલે ઉજવણી બીજા ધર્મોની જેમ માતમ નથી મનાવવાનો તો શા માટે ખોટું ખોટું લખી અને માતમ માહોલ ઉભો કરવાનો ?
હું કહું એમ જ તેહવાર થાય ,કે ફલાણી રીત અને રીવાજ પ્રમાણે થવું જોઈએ એવી જડતા પણ ખોટી , તાલેબાની વિચારધારાનું મૂળ જ આ છે ..
બીજા ઉપર આપણી વિચારધારા , વિચારો થોપવા..
ના માને તો મારી ને મુxxx ન બનાવો ભલે પછી કાંદા ખાય ..
નફરત નહિ પ્રેમ ,અને એ આપણા પોતાના લોકો માટે ..
ઘેર કાકી કીધું શાક ના બનાવે ..છે તે ખાઈ લ્યો ના છણકા નથી આવતા ?
ખોટા કકળાટ વોટ્સ એપ અને બીજા સોશિઅલ મીડિયા ઉપર કરવાથી કોઈ ફર્ક પડવાનો નથી , ઉત્તરોઉતર વધતું જવાનું , ગરબા કલાકારોના પ્રાઈવેટ જેટમાંથી ઉતરતા ફોટા જોઇને હૈયું ગદ્ગદ થાય છે ,
માળું પરદેસમાં ગુજરાતીઓ એ જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા ગુજરાત સાર્થક કર્યું છે..!
ઠેર ઠેર ગરબાના આયોજન છે ..!
જય હો ,જય હો ..!
ધરમ ધજા ફરફરતી રહે અને સૌ આનંદ કરતા રહો કરાવતા રહો..!
હે….એ ..એ .. અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્
શુભ નવરાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*