નવરાત્રીમાં નવો ધંધો..તમે શું “ધંધો” કરો છે ?
“બ્રો તમારું લીસ્ટ વોટ્સ એપ કરો આજના પાસીસ ક્યાં ના કેટલાના છે અને હા હું રીસેલર છું એટલે એવી રીતે ભાવ આપજો”
“ અરે “ખુક માય શો” ઉપર ચારસો છે બ્લેક લગુનના અને તમે મને સાડા ત્રણસોમાં આપો તો મારે આગળ કેટલામાં કાપવા ? ત્રણસો રૂપિયા રાખો દસ પાસની ઈન્કવાયરી છે”
“ અરે ગમે તે મંડળી ગરબાના પાસ જોઈએ ,બોલો કેટલાના ? “ખુક માય શો” બાવીસ્સો બોલે છે પંદરસોમાં આપોતો સો પાસ કાપું અત્યારે”
છેલ્લા મહિના દિવસથી ગુર્જર દેશે એક જબરજસ્ત મોટું કૌભાંડ નવરાત્રીના પાસના નામે ચાલી રહ્યું છે અને તંત્રને કે બીજી કોઈ એજન્સીની કોઈ “થેક પણ નથી લેતું” (થેક ના લેવી એટલે કોઈ ગણકારતું નથી)
નાણા મંત્રાલય જીએસટીની માં પરણે છે પણ અહિયાં કરોડોના સોદા અને એ પણ શેર બજાર કરતા વધારે ખતરનાક રીતે નવરાત્રીના પાસીસના પડી રહ્યા છે..!
આખ્ખો આ ધંધો જબ્બર રીતે ગોઠવાયો છે અને નથી તંત્રી-મંત્રી-સંત્રી (અખબારી તંત્રી-સરકારી મંત્રી-બ્યુરોક્રેટ સંત્રી ) કોઈને જાણ,
બધા જ ગુલતાનમાં રાચે છે..!
હવે મોડ્સ ઓપરેન્ડી ..
નવરાત્રીના મહિના દોઢ મહિના પેહલા આયોજકોએ નવરાત્રીના પાસના પ્રિબુકિંગ ચાલુ કર્યા ફેઇઝ વનના નામે..કોઈક એક `મંડળીના` નામે શરૂઆતમાં આયોજકોએ અંદર અંદર પાંચસો રૂપિયામાં પાસીસ વેચ્યા , ઘણા બધા સ્ટોકીસ્ટ લોકો એ “પાસીસ” કવર કર્યા..
પછી રેડિયોના આરજે લોકો એ પ્રોપર ફિવર ઉભો કર્યો ..
પેહલા ફેઇઝના બુકિંગ ચાલુ થઇ ગયા છે તમે પાસીસ ખરીદ્યા કે નહિ ?પછી રહી જશો ..રહી જશો ..રહી જશો ..રહી જશો ..રહી જશો ..સતત મારો ચાલુ થયો ..
દસમાં ધોરણની સ્કૂલોથી લઈને પીએચડીના સ્ટુડન્ટ તમામ કોલેજોમાં એક જ વાત ક્યાં ગરબા કરવા જવાના અને પાસીસનો વહીવટ શું છે ? રહી જશોની ફીલિંગ યુથમાં જોર ઉભી કરવામાં આવી..
ધીમે ધીમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પાસીસની અવેલીબીલીટી ઉભી કરાવવામાં આવી પેહલો ફેઇઝ એક હજાર રૂપિયામાં..સ્ટોકીસ્ટના રૂપિયા એક રાતમાં ડબલ..!!!
જય હો ..!
સ્ટોકીસ્ટ આગળ વધે અને ઓપરેટર્સ ઉભા કરે ,કોલેજોમાં ભણતા અને હમણાં જ કોલેજ પૂરી કરી છે એવા તાજ્જ્જા તાજ્જા છોકરાને ઓપરેટર બનાવે , ઓનલાઈન ચેક કરો શું ભાવ છે અને હું નીચા ભાવે પાસ આપું , ઓપરેટર્સનો વિનીગ સેલિંગ માસ્ટર સ્ટ્રોક ,
ઓનલાઈન પેમેન્ટ થાય અને ઓનલાઈન કયુઆર કોડ મોકલી દેવાય..!
પણ ના..!!
ત્યારે સ્ટોકીસ્ટ માલ (પાસીસ)છોડે સાડા સાતસોમાં ઓપરેટર્સ માટે..
અને મૂળ સપ્લાયર આયોજક માલ (પાસીસ)બજારમાં રમતો ના મુકે.. શોર્ટેજ ઉભી થાય ફલાણી મંડળી ગરબાના પાસીસ પૂરા થઇ ગયા..!
એની માં ને …! યુથમાં પેનિક ..પાસીસ પૂરા ..આપણે રહી ગયા.. રહી ગયા..
નેક્સ્ટ ફેઇઝ ઓનલાઈન પ્લેટફોર્મ “ખુક માય શો “ જેવા ઉપર ભાવ વધે,
પંદરસો થાય અને એવા સમયે માલ રમતો મુકાય આયોજક દ્વારા બજારમાં થોડોક, બહુ મોટો માલ સ્ટોકીસ્ટને અપાય ..
આ સ્ટોકીસ્ટ જ પછી ઓપરેટર્સ દ્વારા નવા સેલર્સ (સ્કુલ કોલેજના છોકરા )ઉભા થાય રીસેલર્સ ઉભા થાય અને બધાય ભેગા થઇને સટ્ટો છેક છેલ્લી રાતે જબ્બર ચડાવે..!
ઓરીજીનલ પાંચસોનો આયોજક દ્વારા રમતો મુકાયેલો પાસ છેલ્લી રાતે પચ્ચીસોથી લઈને પાન્ત્રીસ્સો સુધી વેચાય ,
વચ્ચે સ્ટોકીસ્ટ , ઓપરેટર્સ ,સેલર્સ ,રીસેલર્સ છેક છેલ્લે સાવ લબરમુછીયા કોઈકે દસ પાસ લીધા હોય પણ ના આવ્યા હોય બે જણા તો બે પાસ વેચી અને ઉભ ઉભા કમાઈ લ્યે અને બીજા વર્ષનો સેલર કે રીસેલર એ લબરમૂછિયો તૈયાર..!!!
તો તમે શું ધંધો કરો છો ? શેરબજારનું કરો છો …????
આવતા વર્ષે નવરાત્રીના પાસીસમાં ઇન્વેસ્ટ કરાય ?
હવે શૈશવને આવી બધી કેવી રીતે ખબર ? તો કહું ..
કોઈકે પાસીસનું પ્રાઈઝ કાર્ડ શૈશવને વોટ્સ એપ કર્યું કે આટલી જગ્યાઓના આ તારીખ ના આ ભાવ ,અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ચેક કરી લ્યો તેનાથી સસ્તા છે,
એટલે શૈશવે એના પાળેલા નાના બાળકોને પૂછ્યું આ શું ?
તો એમાંથી એક બાળક બોલ્યું ..બ્રો આપણે રીસેલર છીએ અને તમે કેહશો તેના પાસીસ હું લાવી આપીશ ..!!
આખું પ્રાઈઝ કાર્ડ બજારમાં ફોન નંબર સાથે ફરે છે,જગ્યા તારીખ અને સ્થળ ..!
હવે મારી વાત ..
પ્રીબુકિંગના નામે એક જગ્યાના અમારા મિત્રોએ એક હજાર રૂપિયાના પાસીસ લઇ લીધેલા , મારો એક પાસ લઈને મારો મિત્ર અંદર જતો રહ્યો હતો એટલે મેં બાકી બધાએ કીધું કે તમે તમારે અંદર જાવ હું એન્ટ્રી આગળ ઉભો છું પેલો આવશે હમણાં એટલે હું આવું..
મને ખબર કે મારો પાસ લઈને આવતો મારો મિત્ર ગજરાજની જેમ શાંતિથી ઝૂલતો ઝૂલતો આવશે એટલે આપણે આજુબાજુની ફિલ લેવાની ચાલુ કરી..
ત્યાં બહાર પાસીસ માટે જબ્બર લોકો એકબીજાને પૂછે .. સિક્યુરીટીવાળો બહુ અડીને આઈ રહેલાને કોઈક એક ચોક્કસ છોકરા પાસે મોકલે મારા દેખતા હજારના પાસનો ભાવ સાડા ત્રણ હજાર સુધી થઇ ગયો , અને પછી તો અંદરથી સપ્લાય આવવા માંડ્યો ..!!!
હજારના પાંત્રીસો .. મને મારો પાસ વેચી અને ગાડીમાં જઈને એસી ચાલુ કરીને ઊંઘી જવાની ઈચ્છા થઇ ગઈ..!
હવે આંકડા માંડીએ .. મોટાભાગના ગરબા ગ્રાઉન્ડમાં ત્રણથી પાંચ હજારની ભીડ હોય જ છે નગરી અમદાવાદે સો ગ્રાઉન્ડ ઓછામાં ઓછા..
એવરેજ હજાર રૂપિયાના પાસીસ ,પાંચ હજાર પાસીસ વેચે , પચાસ લાખનો ધંધો રોજનો ,એટલે દસ દિવસનો પાંચ કરોડ અને ઓછામાં ઓછા સો જગ્યાઓ એટલે પાંચસો કરોડનો વેપલો ..
રોકડામાં પેલી આખી ચેઈન વેચનારની ફેરવે આખો ધંધો હજાર કરોડે જાય..!!!
કેટલાય ડોક્ટર્સ ,બિલ્ડર્સ ,કારખાનેદાર બધાય હવે આયોજકોને શોધતા થઇ ગયા છે , નવરાત્રીમાં આપણે ઇન્વેસ્ટ કરવું છે કેમ કે ઓફીશીયલ પાંચ કરોડના ખર્ચની સામે કરોડનો પણ ખર્ચો નથી , સીધા એકના ચાર..!!
આ થઇ ઓફીશીયલ ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાવાની અને જો પેલી પાસીસ વેચવાની ચેઈનમાં ઘૂસો તો માર્જીન્સ અલગથી ..
કરજો આ બ્લોગ કોપી પેસ્ટ કરીને ફોરવર્ડ તમારા સીએ બંધુઓ ,શેરબજારિયાઓ અને બીજા ધંધાદારી મિત્રોને એટલે એમને પણ ખબર કરે કે ગુજરાતી માણસ ક્યાં ક્યાંથી અને કેવા કેવા ધંધા શોધી અને રૂપિયા રળી લ્યે છે..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*