નવરાત્રીના મેળા..
આ ફોટો સ્ટોરીમાં નાખ્યો અને કેનેડાથી એક જુના જીમ બડીનો મેસેજ આવ્યો ..
“ભાઈ , where is cleavage ?”
આપણે જવાબ આપવો પડ્યો કે “૯૨ કિલોથી ૮૨ કિલોએ આવ્યો છું ,એટલે માર પેહલો મસલ્સને જ આવે, હજી થોડું વધારે ઉતારીને પછી ફરી મેહનત કરવી પડશે ત્યારે આવશે પાછી..”
સામે વળતો જવાબ આવ્યો “make it faster buddy”
હવે આ જ વાત માટે ગઈકાલે ગરબા ગ્રાઉન્ડ ઉપર જુના મિત્રો સાથે ટપાટપી થઇ ગઈ..
એક મિત્ર ઉવાચ “એઈ શૈશાવ્યા ઝભ્ભાના બટન બંધ કર લૂખા જેવો લાગે છે..”
એટલે આપડી ખોપરી ગઈ “ત્યાં સ્ટેજ ઉપર અને ગરબામાં મારા કરતા વધારે ખુલ્લી છાતીએ નારીઓ ફરી રહી છે તો એ બધું કેવું રૂડું લાગે તને..? ચશ્માંમાંથી આંખો બાહર કાઢી કાઢીને જોવે છે..”
મિત્ર ઉવાચ “ આપણામાં અને એમનામાં ફેર ખરો કે નહિ ? વાતો કરે છે ..”
અમે જવાબ આપ્યો.. “અલા બહુ ગરમી લાગે છે અને મને આ સ્ટેન્ડ પટ્ટીવાળા ઝભ્ભા ફાવતા નથી , ડોક ટૂંકી છે એટલે વાગે છે એટલે બકા ..”
મિત્ર ઉવાચ “ એટલીસ્ટ બે બટન બંધ રાખ અને બે ખુલ્લા..”
ઠીક છે ,કરી અને અમે બે બટન બંધ કરી દીધા ઝભ્ભાના ..
સાલું શું જમાનો આવ્યો છે નહિ ..?????
આ નવરાત્રીમાં ગુર્જર પુરુષોમાં એકપણ પુરુષ છાતી કાઢીને ,એટલે કે બોડી બતાડીને ગરબા કરતો ના દેખાયો ,
અરે જીમના મોટા મોટા પેહલવાનો ,જેમના રોજ સવાર પડ્યે ઇન્સટા કે પછી સ્નેપ ખુલ્લા અપર બોડીએ મૂકતા હોય એ બધ્ધા ઝભ્ભામાં અને એ પણ બંધ બટને ..!
કેટલાયને અનફોલો કર્યા કે સાલા રોજ સવાર પડ્યે તમારા “ઉઘાડા બોડા” અમારે જોવાના..??
અને ગુર્જર ગાયિકાઓ અને નારીઓ …????????
અહાહાહાહાહાહા ..!
ગાવાનું ઓછુ અને નખરા વધારે ,
નાચ નહિ હોં ..
“નાચ” કોને કેહવાય એ વિષે ક્યારેક આખો બ્લોગ આવશે..”નાચ” શીખવા તો સાધના કરવી પડે ,તપ કરવું કરવું પડે ,શાસ્ત્ર શીખવું પડે ..
એ જે હતું એને નખરાં જ કેહવાય..!
શું થયું છે ગુજરાતી પુરુષોને મને તો એ જ સમજાતું નથી ,
એમના સ્વીમીગ પુલના ફોટા સોશિઅલ મીડિયામાં આવે તો એમાં પણ ટીશર્ટ પેહરીને ફોટા આવે ,અલ્યા સ્વીમીંગ પુલમાં આટલા બધા કપડા પેહરીને કેમ પડે છે ?
પિત્તળ …??
અરે ગુર્જર નર, તું પુરુષ છે પ્રકૃતિ છે ..
મોરલો છે ફેલાવ તારી પાંખો અને કરને કળા ,તું હાવજ છે બતાડ તારી કેશવાળી , તું નર છે…તું નર છે .. તું નર છે …
ડોબાઓ તમારા કરતા ઓછા કપડામાં કદાચ ગુર્જર નારીઓ ગરબે ઘૂમી છે આ વખતે..!!
આ વર્ષે એક પણ પુરુષ મને ખુલ્લી છાતીએ ગરબા કરતો દેખાયો નહિ ..!!
ફટ રે ભૂંડા તારી જવાનીને .. ના બાય્સેપ, ના ટ્રાયસેપ ,ચેસ્ટની કરી બ્રેસ્ટ ,આગળ લટકે ડોઝું બેંતાલીસ ઇંચનું ,અને ટાંટિયા તો કહે વાત ના કરો ..! હરણીયા શરમાય એવા પતલા ..
ટૂંકમાં હાથ પગ દોરડીને પેટ ગાગરડી..!
પડીકા અને પેક થઈને આવતા હોટેલોના ખાઈ ખાઈને આ ગુર્જર પુરુષ પૌરુષત્વ પણ ગુમાવી રહ્યો છે કે શું ?
“ઇસ નર કો માદા કી તલાશ હૈ” વાળો વિડીયો બધા એ જોયો જ હશે અને ના જોયો હોય તો ગુગલ કરીને શોધીને જોઈ લ્યો..
નરો ..એ ગુર્જર નરો ..
શરીર સૌષ્ઠવ કેળવો નારીઓના અંગ પ્રદર્શન માટે તો બહુ કકળાટ થાય છે પણ તમારા માટે એવો કકળાટ નહિ થાય ..!!
આ “નવરાત્રીનો નવ દિવસનો મેળો” પત્યો ..
હા જી ,બિલકુલ એને ગરબા ના કેહવાય ,
આ વખતે હું સહમત થાઉં છું ,
જે રીતે ગરબા ગવડાવતી ગુર્જર નારીઓ સ્ટેજ ઉપર વસ્ત્ર પરિધાન કર્યા હતા અને “શકીરા” બનીને નાચીઓ છે એ જોતા નવરાત્રીના ગરબા શબ્દ કાઢી અને “નવરાત્રીનો મેળો” આવો શબ્દ વાપરવો યોગ્ય રેહશે..
મેળામાં આંખના ઉલાળા પણ હોય અને મેળામાં પાયલ ઝંકાર પણ હોય નો પ્રોબ્લેમ બડી ..
કાળજડે આંખ્યોના ભાર પણ હોય ..
મેળામાં ક્લીવેજ પણ દેખાય અને નેવલ પોઈન્ટ (ડુંટી)પણ દેખાય, અને એને હાઈલાઈટ કરવા ત્યાં નથ ( આ નાકમાં હોય એને નથ કે નથણી કેહવાય ,પણ ડુંટીમાં પેહરે એનું ગજરાતી ખરું કંઈ ?) પણ પેહરાય..!
મેળામાં બધું જ થાય …!
આ વખતે નગરી અમદાવાદે લગભગ બધ્ધે સેપ્ટની જેમ હલેસા મારી મારી અને લેવાતા દોઢીયા બધે એક સર્કલમાં લેવાયા ..!!
અમને તો આનંદ આનંદ થઇ ગયો છે કે આ અમારી પચ્ચીસ પચ્ચીસ કરતા વધારે વર્ષોની મેહનત ફળી ..!!
અમારી પેઢીએ અમદાવાદને એક ચકરડે રમતું તો કર્યું ..!!
બાકી તો પેલા મુસલમાન રાજાએ કોઈક હિંદુ રાજા ઉપર હુમલો કર્યો ,મુસલમાન રાજાનું લશ્કર નદીને આ પાર હતું અને હિંદુ રાજાનું લશ્કર નદીને પેલે પાર ..રાત્રે મુસલમાન રાજાએ જોયું તો અનેકો અનેક તાપણા નજર નાખો ત્યાં સુધી દેખાય , તરત જ જાસૂસને બોલાવ્યો કે આ શું ? આટલા બધા તાપણા ?
જાસૂસે કીધું જહાંપના આ તાપણા નથી જુદા જુદા ચુલા છે બધા જુદી જુદી નાત જાતના હિંદુઓ એમના જુદા જુદા ચૂલે રસોઈ કરે ..
મુસલમાન રાજા ખુશ થઇ ગયો .. હેંડો અલ્યા ઊંઘી જાવ બધા આ લોકો ગમ્મે તેટલા હોય પણ હારી જશે અને આપણે જીતી જઈશું ..! જે લોકો એક રસોડે જમે નહી એ એક થઇને લડે કેમના ????
બસ ગરબામાં પણ એવું જ હતું જે લોકો એક ચકરડે ગરબોના કરી શકે એ બધા જીવનમાં ભેગા થઇ ને બીજું શું ઉકાળવાના ?
મજા આવી આ વખતના “નવરાત્રીના મેળા”માં , નગરી અમદાવાદે ચારેય બાજુ મેળા લાગ્યા હતા ..
ઘણા બધા લોકોને ચિંતા પેઠી કે પેલા પારંપરિક રીતે ગવાતા ગરબા નું શું થશે ?
તો ગુર્જર નરનારીઓ તમે સમજો .. બધ્ધું એક માં ના થાય ..
એ પારંપરિક ગરબા જેમાં રાસ ,હુડો ,પોપટીયુ ,ઘોડો ખુંદવાનું , અને બીજા ઘણા પ્રકાર જીવાડવા હોય તો એને સ્ટેજ ઉપર લઇ જવા પડે ..
અરે ત્યાં સુધી કે નવો પેદા થયેલો ગલગોટો કે ટેંટુડો પણ દસ પંદર મિનીટ અને વધીને વીસ મિનીટ પછી તો ભલભલા એન્જીન હાંફી જાય, રેડીએટરમાં પાણી નાખવા પડે અને એકવાર પાણી પડ્યું પેટમાં કે પછી બધ્ધું બંધ પેટમાં પાણી વાગે ,ઉલળી ઉલળીને ગરબા ના થાય..!!
આ બધું “નવરાત્રીના મેળા”માં ના ગવાય અને એ પણ સળંગ બે ત્રણ કલાક ના જ ગઈ શકાય ..! માટે જ કહું છું કે સ્ટેજના ગરબા લાવો પાછા , વસ્ત્રાપુર ,રીવરફ્રન્ટના એમ્ફીથીયેટરમાં દર પૂર્ણિમાની રાત્રે ગરબાના જુદા જુદા પ્રકારો લઈને ગરબા કરવા મફત કે નોમિનલ ભાવે આપો અને પૂર્ણિમાની રાતો અજવાળો વ્હાલા..!
સ્ત્રીએ કે પુરુષોએ કેવા વસ્ત્રો પરિધાન કરવા જોઈએ એ તેમનો બહુ જ અંગત વિષય છે તેમ હું માનું છું અને એટલે જ જયારે આવતા વર્ષે “નવરાત્રીના મેળા” ઠેર ઠેર લાગે ત્યારે સ્ટેજ ઉપર ગંજી ,જાંગીયા ,ઉપર ઝબ્ભો લેંઘો અને એની ઉપ્પર પાછી કોટી કે મોટો ડગલો પેહરીને ઉતરતા ગુર્જર પુરુષ કલાકારો ,તમે પણ હવે કોમ્પિટિશન આપો ગુર્જર સ્ત્રી કલાકારોને, શરીર સૌષ્ઠવ તમે પણ ડેવલપ કરી અને બતાડો ..
પેહલા પણ લખું ચુક્યો છું માણસ જાત સિવાયની તમામ સૃષ્ટિ આ ધરતી ઉપર નાગી ફરે છે પણ નાગાઈ ફક્ત માણસજાતને આવડે છે..!!
જરાક નાગાઈ ઓછી થશે તો સારું લાગે.. બાકી અમારા કનકકાકાની કેહવત
“જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ”
દશેરાની શુભકામનાઓ ,
કોપી પેસ્ટ કરીને કરજો ફોરવર્ડ બીજા ગ્રુપ્સમાં આ બ્લોગ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*