નેટ ન્યુટ્રીયાલીટી …
બહુ ચર્ચા ચાલી છે …કેટલા બધા ઉદાહરણો બધાએ પોત પોતાની રીતે મુક્યા…!!! ઘણા બધા દેશો એ નેટ ન્યુટ્રીયાલીટી ની તરફેણ કરી છે , અને એ તરફ પોતાની નીતિ બનાવી છે ..હું પોતે પણ નેટ ન્યુટ્રીયાલીટી ની તરફેણ માં છું ..પણ મારા કારણો જુદા છે …
એક ધંધાદારી વ્યક્તિ તરીકે મને પેહલા દુનિયા માં ચારેબાજુ ધંધો પેહલા દેખાય …મને તકલીફ એ છે કે જો નેટ ન્યુટ્રીયાલીટી નહિ રહે તો નવા એન્ટરપ્રીનર પેદા નહિ થાય .. .. સૌથી વધુ તકલીફ નવા પેદા થનારી ધંધાદારી પ્રજા ને થશે .. હું એવા છોકરાઓ ની વાત કરું છું .. જેનું અસ્તિત્વ આ ધરતી પર છે , પણ ધંધાની દુનિયા માં અત્યારે એ લોકો ક્યાય નથી ,પણ એમની આંખમાં સપના છે …જો નેટ ન્યુટ્રીયાલીટી ના રહી તો એ સપના મરી જશે ..
આજે ઈન્ટરનેટથી આઈટી ના ધંધા પુષ્કળ વિકસ્યા છે ..નાના નાના છોકરા ખુબ સારું કમાય છે આજે એ લોકો એસઈઓ થી લઇ ને ઈગવર્મેન્ટ ના સોફ્ટવેર બનાવવા માં આગળ છે , થોડી વાર ફ્લીપકાર્ટ અને સ્નેપડીલ ને બાજુ પર મુકીએ તો આ એરટેલ ઝીરો વાળી પ્રજા ખાલી એમ કહી દે કે તે જે ઈ મેઈલ મોકલ્યો મારા સર્વર થકી , અને એમાં જે કમાયો એમાં મારો ભાગ.. બોલો શું કરશો ..??
જવાબ ના આપી શકો તમે … એક વાર એમ એરટેલ ઝીરો એમ કહી દે કે તમારા નેટ થકી થતા બેન્કિંગમાં .૦૦૦૧% અમારા ..અબજોપતિ થઇ જાય … એરટેલ ઝીરો …
આ કાંડ ઉભો થવામાં ધંધા નો એક સામાન્ય નિયમ લાગુ પડે છે , પેહલા પેટમાં ઘુસી જાવ અને પછી પગ પોહળા કરો .. બસ આજ વસ્તુ થઇ રહી છે …
પણ આ બધું ઉગ્યું ક્યાંથી ..? એક મારી ધંધાકીય મગજ એમ કહે છે કે કોઈપણ પ્રોડક્ટ વેચવામાં જયારે માર્કેટમાં ગ્રોથ બંધ થઇ જાય .. સેચ્યુરેશન આવી જાય ,બીજા શબ્દોમાં કહું તો હવે ભવિષ્યમાં બીજા બહુ નેટ યુઝર વધવાના નથી ,અથવા તો જે વધશે એ બધા નેટ યુઝર કોઈપણ ઓપરેટરો ને વધારાનો નફો આપવાના નથી ..બેલેન્સશીટ પર પ્રેશર આવશે એ નક્કી છે … નવા ઘરાક મળવાના બંધ થઇ ગયા છે …દરેક નેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીના નફા હવે વધવાના નથી ..માટે હવે જે ધંધો છે એમાં માર્જિન વધારો .. એ માટેનો આ એક સારો તરીકો શોધી કાઢ્યો….એરટેલ ઝીરો એ … અત્યારે તો સરકાર બેકફૂટ પર જતી દેખાય છે , સંસદ માં બયાન આપ્યું છે કે સરકાર નેટ ન્યુટ્રલીટી ની તરફેણ કરશે …..
પણ હજી પણ ક્યાંક શંકા થાય છે કે પાછલા બારણે કૈક બીજું ઘાલી ના દે તો સારું …પેલું કલાપી નું ગીત યાદ આવે છે … દયાહીન થયો છે નૃપ રસહીન થઇ છે ધરા ….
આજે ક્યાંક વાંચ્યું ૩જી એ ૧.૫જી છે … વાત સાચી છે .. એકપણ સર્વિસ પ્રોવાઇડર પૂરેપૂરી ઈમાનદારી થી નેટની સ્પીડ આપતો નથી ..દરેક એ દરેક સર્વર આખા દેશમાં ઓવરલોડ છે ..કોઇપણ સર્વિસ પ્રોવાઇડર ને લીમીટ નથી બધી આપી કે તમારી પાસે આટલી જ બેન્ડવિથ છે તો આનાથી વધુ કસ્ટમર તમે ના લઇ શકો …સાદી ભાષા માં સો સ્કેવર ફૂટ જગ્યા માં વીસ ઘેટા બકરા ભરાય એની બદલે બસ્સો ઘેટા બકરા સો સ્ક્વેરફૂટ માં ભરે છે આ નેટ પ્રોવાઇડર કંપનીઓ …… સ્પીડના અને ડેટા ના મામલા માં દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક ચોરી ચાલે છે .. આપણને તો ખબર જ નથી પડતી કે હકીકત માં મને કઈ સ્પીડ મળે છે …બસ બધું લોલ એ લોલ ચાલે છે …
મારા પોતાના ઘરમાં બ્રોડબેન્ડ ની ૬૦ જીબીની સ્કીમ છે છતાં પણ ડેટા પ્લાન એમ કહે છે કે તમે હજુ વધારો … ૨૫ જીબી હતો ત્યારે પણ એ જ મેસેજ આવતો …કઈ સમજાતું નથી .. નેટ ના મામલા … કોઈ મીટર જેવું હોવું જોઈએ કમસે કમ ખબર પડે કે કઈ એપ્લીકેશન કેટલો ડેટા ખાય છે .. અરે કમ સે કમ કયું સાધન કેટલો ડેટા ખાય છે એ તો ખબર પડવી જોઈએ ..આઈ પેડ કેટલું ખાય ..?? અને નોટ-૪ કેટલું ખાય ..??લેપટોપ કેટલું ખાય ..?? બધું આંધળું બેહરું કુટાય છે … ક્યારેક એવું લાગે છે કે ગાયો ને દોહી ને કુતરી પીવડાવીએ છીએ આ ઈન્ટરનેટ ના બીલ ભરવામાં ….
મમ્મી મારા હમેશા કહે છે જેટલા રૂપિયા આ ગેઝેટ માં અને એના બીલો ભરવા માં છેલ્લા દસ વર્ષમાં નાખ્યા એના અડધા પણ બચાવ્યા હોય તો બે ડાયમંડ ના સેટ થઇ ગયા હોત …. વાત સાચી લાગે છે અને ટોટલ મારતા બીક લાગે છે …આ બીલો નું ….,ટેબ્લેટ , આઈ પેડ ,લેપટોપ ,મોબાઇલ……બ્રોડબેન્ડ , ૩જી …
જીવન ધોરણ બહુ જ ઊંચું આવતું જાય છે , દિવસે દિવસે દરેક વસ્તુ દરેક ને મળતી જાય છે .. ખુબ ખતરનાક પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે …
TRAI ને બહુ હાઈ મોરલ રાખવું પડશે … નહિ તો બધી ટેલીકોમ કંપની ટાંપી ને બેઠી છે…..જનતા ને લુંટવા …
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા