નિર્ભયાનો હત્યારો અને બળાત્કારીને દિલ્લી હાઈકોર્ટે છોડી મુક્યો.. એને જેલમાંથી બહાર આવવાનો રસ્તો ખુલ્લો થઇ ગયો ..!
કાયદાને ગધેડો કીધો છે, પણ કાયદાના પાલન કરનારા,કરવાનારા અને બનાવનારા પણ ગધેડા છે ?
સાલું અક્કલમાં આવે એવી વાત નથી ,
આટલો મોટો વિરોધ દેશભરમાંથી થયો એક જોરદાર આંદોલન ઉભું થયું, લોકસભા,રાજ્યસભા અને છેક રાષ્ટ્પતિ સુધી બધા હાલી ગયા એવો આ નિર્ભયા કેસ છે ,અને આજે ત્રણ વર્ષે એનો આરોપી સજા પૂરી કરીને બાઈજજત બરી થઇ રહ્યો છે..!
ઘોર કલિયુગ છે,જયારે આવા ચુકાદા સંભાળીએ ત્યારે એમ થાય કે સાઉદી અરબસ્તાનમાં રેહતા હોત તો સારું એવું થાય ,
એક ટેકનીકલ પોઈન્ટ પર આ આરોપી જેલમાંથી છૂટવા જઈ રહ્યો છે, ગુન્હો કર્યો ત્યારે આરોપી નાબાલિક હતો,ગુજરાતી એને બાળગુન્હેગાર અને અંગ્રેજીમાં એવુ કહીએ કે એડલ્ટ નોહતો એટલે કે જુવેનાઈલ કેસ છે ..
જુવેનાઈલ કાયદા પ્રમાણે કોઈપણ નાબાલિકને ત્રણ વર્ષથી વધારે બાળ સરક્ષણ ગૃહમાં રાખી ના શકાય..દરેક “બાળક” ને સુધારવાની તક આપવી જ જોઈએ..! અહો આશ્ચર્યમ ..!
બળાત્કારનો આરોપી બાળગુન્હેગાર ..!! હે ભગવાન કોઈ સાંભળનાર છે..?
કે પછી સાંભળે છે બધા અને સમજનાર નથી મળતા ,કે પછી સાંભળનાર અને સમજનાર પણ બધા જ છે અને એક બળાત્કારીની સામે આખો સમાજ નપુંસક થઇ ગયો છે..?
આવા કેસમાં રાજકીય પક્ષો તો એમ જ માનતા હોય છે કે પ્રજાની યાદદાસ્ત ઓછી છે અને પ્રજા તો આવું બધું સહન કરવા ટેવાયેલી જ છે, પણ ત્યાં જ એ લોકો પાછા પડે છે પ્રજા જયારે ટોળા રૂપે હોય છે ત્યારે એને મગજ નથી હોતું પણ દિલ ચોક્કસ હોય છે,
અને આવી બધી ઘટનાઓએ પ્રજા દિમાગમાં નહિ દિલના ખૂણામાં ઉતારી દેતી હોય છે અને એનો જવાબ સમય આવ્યે ચોક્કસ પ્રજા આપે છે…
ગુજરાતના તાજેતરના ચૂંટણીના પરિણામો કઈક આવી દિશામાં વિચારવા મજબુર કરે છે ..ટોળાએ દિલમાં ઉતાર્યું કઈક .!
નિર્ભયા કેસમાં અત્યારે પ્રજાના ઘા ઉપર મીઠું ભભરાવે છે અરવિંદ કેજરીવાલ, એ હત્યારાને એક સિલાઈ મશીન અને દસ હજાર રૂપિયા રોકડા આપશે…!
મારા થોડા સવાલો
બળાત્કારનો આરોપી બાળ ગુન્હેગાર કેવી રીતે હોઈ શકે..? શું કોઈ બાળક બળાત્કાર કરી શકે..?
એક સાદી બુદ્ધિનો સવાલ છે કોઈ મોટું રોકેટ સાયંસ નથી,પણ આટલી વાતમાં તો જુવેનાઈલ બોર્ડ, દિલ્લી મહીલા આયોગ, લોકસભા રાજ્યસભા બધા ભેગા થઈને લડે છે તો પણ હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ એને છુટ્ટો મુકે છે..
સમાજમાં સંદેશો શું જશે..? ક્યાં સુધી આવા ગધેડાવેડા થતા રેહશે ? કોઈ ઈલાજ કે ઉપાય નહિ ?
સોળ વર્ષે તમે લાયસન્સ આપો છો, સોળ વર્ષે લારીમાં મળતી સીડી લઈને કે મોબાઈલમાં કલીપો નાખી અને જોઈ શકો છો , પણ ત્યારે તમારી ઉમર કાચી નથી..!
પણ કોર્ટની નજરમાં તમે હજી બાળક છો કેમકે તમે અઢાર વર્ષના નથી..!
કોર્ટ એમ કહે છે કે અમારે તો કાયદામાં જે લખેલું હોય તે જ સાચું,અને કાયદા બદલવા માટે લોકસભા અને રાજ્યસભાનું કામ છે, અને એને માટે લોકસભા અને રાજ્યસભાએ કામ કરવું પડે,
હવે એ સરકાર કે વિપક્ષ કોઈને થવા દેવું નથી,રોજ બંને ગૃહોને કોઈ ને કોઈ કારણથી ખોરવી નાખવામાં આવે છે, સતાપક્ષ કે વિપક્ષને કોઈને પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સ્વીકારવી નથી ..!
મને અરવિંદ કેજરીવાલનો દરેક ધારાસભ્યોના ભાડા ભથ્થા વધારવાનો નિર્ણય ગમ્યો,પણ એની સાથે એવો કઈક નિયમ પણ મુકવો જોઈતો હતો કે એક સત્રમાં જે કોઈ બીલ સરકાર મુકે એની ઉપર ચર્ચા થવી જ જોઈએ અને એને પાસ કે રીજેક્ટ કરવું કમ્પલસરી નહિ તો પગાર નહિ મળે ..
કામ કરો અને રૂપિયા લઇ જાવ..અહિયાં આટલા વર્ષમાં તો ત્રણ ત્રણ વખત જુવેનાઈલ બીલને પ્રેકટીકલી રખડાવ્યુ અને પરિણામ શું આવ્યું પેલો ગુન્હેગાર હવસનો ભેડીયો પાછો સમાજમાં આવી ગયો ..
સમયની સાથે ના બદલાવું એ ભારત વર્ષની બહુ મોટી કમ્બખતી છે,હજુ તો સારું છે કે એકાદો આરોપી મુસલમાન છે કે નહિ એની કોઈને ખબર નથી, નહી તો એને પણ કોમવાદી રંગ અપાઈ જાત,અને અમીરયાં કે સારુખીયા એની ફેવરમાં આવી જાત..
આપણા દેશમાં તો એવું પણ બોલનારા છે કે શાંતિથી બળાત્કાર કરી લેવા દીધો હોત તો એ બિચારી જીવથી તો ના ગઈ હોતને..! વિરોધ કર્યો એટલે એને બળાત્કારીઓએ મારી નાખી ..!
કલિયુગની પરાકાષ્ટા તરફ આપણે જઈ રહ્યા છીએ,કદાચ પ્રલય એ જ એક રસ્તો બચ્યો છે આ બધા વિષચક્રોમાંથી બહાર નીકળવાનો,પ્રલયની ડેફીનેશન શ્રીમદ્ ભાગવદ માં બહુ સાદી આપી છે..
આકાશ અનરાધાર વરસે અને નીચે પાતાળે શેષનાગ ડોલે અને ધરણી ધ્રુજે, જળ ત્યાં સ્થળ થાય અને સ્થળ ત્યાં જળ થાય બસ એનું નામ પ્રલય..
દરેક વર્ષે ભારત વર્ષમાં આવું કયાંક ક્યાંક તો થાય છે ,ક્યાંક આકાશ ફાટે છે અને ક્યાંક ધરતી ડોલે છે બસ બંને સાથે થાય એટલી વાર છે..કુદરત સંકેત મોકલે છે પણ દેખાય તો ને ..
બધું ય પાછુ રત્નગર્ભાના ગર્ભમાં સમાઈ જશે..
બાકી તો કાળીયો યદા યદા હી ધર્મસ્ય કહી ને ભાગી ગયો છે,અને રહી વાત નરેન્દ્ર મોદી કે સોનિયા કે કેજરીવાલની
તો આ બધા તો રાજકારણી..
એમને એમના રાજ કરવા માટે કારણો ઉભા કરવા છે,પ્રજા ભલે મીણબત્તીઓ લઈને જંતરમંતર પર બેસતી..! અને પીડાતી
હસ્તિનાપુરની જમીનમાં જ કૈક એવું છે..જે ત્યાં જાય એ પેહલા તો એનું હૃદય કાઢીને ક્યાંક મૂકી દે છે..!
હજી કહું છું કાળિયા આવી જા વ્હાલા જ્યાં હોય ત્યાંથી,વધારે મોડું કરીશ તો અમે દરેક વસ્તુ ને એટલી ચૂંથી નાખીશું કે તું એને નહિ સુધારી શકે..!
શુભ રાત્રી
શૈશવ વોરા ( ફીલિંગ ડિપ્રેસડ )