Page -1
અલય ભોજક … કોલેજ ના છેલ્લા વર્ષમાં ભણતો એક અત્યંત દેખાવડો પાંચ હાથ પૂરો અને ક્રિકેટ નો દીવાનો .રોજ વેહલી સવાર પડે કોલેજ ના ક્રિકેટ ગ્રાઉન્ડના ચક્કર મારતો અને નેટ પ્રેક્ટીસ કરતો અલય દેખાય …મધ્યમ વર્ગ માં જન્મેલો , માં સ્કુલમાં જીજ્ઞાબેન ટીચર અને બાપ રાજેશભાઈ અલયની જ કોલેજના સ્પોર્ટ્સ ટીચર , એટલે ક્રિકેટ રમવા ના સાધનો પાછળ વધારે ખર્ચો કરવો નહિ પડતો …. ઘર નો ભૂવો ધૂણતો અને નાળીયેર એના ઘર ના આંગણા માં જ પડતું , થોડી મેહનત અને લગન અલય માં પણ હતી અને પાછળથી બાપનું પુશિંગ ..એટલે કોલેજની ટીમમાંથી રણજી સુધી પોહચી ગયો હતો …સ્પોર્ટ્સ ટીચર બાપ રાજેશ પણ રણજી પ્લેયર હતો અને સ્પોર્ટ્સ કોટામાં જ આ સરકારી કોલેજની નોકરી મળી હતી …અલયને પણ બે ચાર રણજી ની મેચ રમવા મળી હતી એટલે સ્પોર્ટ્સ કોટા ની સરકારી નોકરી તો એકદમ પાકી થઇ ગઈ હતી ,ખાલી ધક્કો મારી ને ગ્રેજ્યુએટ જ કરવા નો હતો …સવારે ક્રિકેટ ,બપોરે થોડું ઘણું ભણવાનું કોલેજ માં અને ,સાંજ પડે દોસ્તો જોડે રખડપટ્ટી અને રાતે વેહલું સુવા નું કેમકે સવારે છ વાગે તો ગ્રાઉન્ડ ઉપર.. જીજ્ઞા અને રાજેશ નું એક માત્ર સંતાન હતું અલય , નવા વાડજ માં બે રૂમ રસોડા નું એવું પણ સજાવેલું ઘર ,ઘર ના ત્રણે સભ્યો ના જુદા જુદા વેહિકલ … અલય પોતે સ્વભાવ થી ખુબ જ અંતર્મુખી , કોઈ ની પણ સાથે સામે ચાલી ને વાત કરવા ક્યારેય ના જય અને આ સ્વભાવ ને લીધે દોસ્તો પણ ખુબ ઓછા બનતા …છેલ્લું વર્ષ ચાલુ થયું પણ મિત્રોના નામે ખાલી ત્રણ જ …પણ દોસ્તી એટલે જીગરજાન ચારે જણ ની રોજ સાંજે સીજી રોડ પરની બેઠક …અને સાડા પાંચે ઘરેથી નીકળવા નું અને આઠ વાગ્યા સુધી ચારે જણા જોડે જ હોય …નીલેશ શાહ ,જયેશ પટેલ અને આશિષ ઠાકર ચોથો અલય ઉર્ફે અલ્યો ..આખી ગેંગ પણ એકદમ સીધી લીટી ની ગેંગ , ચાથી આગળ વધીને વેજીટેબલ સેન્ડવીચ બસ . Page 2
No Comments