Page -11
પણ રસ્તામાં ગવર્મેન્ટ ના એક પણ ખાતા એને આંતરે નહિ એટલું જોવાનું કામ આપણે કરવા નું છે..ફરી પાછો અજય બોલ્યો જો આશિયા અત્યાર સુધી ના જે કોઈ ફંદફૂન્દી કર્યા છે એ જુદા હતા , આ થોરિયમ કોઈ ટેરરીસ્ટ ના હાથ માં જય , તો એન્ટીનેશનલ ટેરરિસ્ટ એકટીવીટી કેહવાય અને એમાં જો ભરાયા તો મરવું જ પડે બીજો કોઈ રસ્તો બચવાનો બાકી ના રહે….આશિષ બોલ્યો ..એમ આને ટેરરીસ્ટ એકટીવીટી કેહવાય એવું એમ..? તને કેવી રીતે ખબર પડી..? આજ સુધી કયા ટેરરીસ્ટ એ થોરિયમ વાપર્યું છે..? દોસ્ત આ તો પ્રોનેશનલ એકટીવીટી છે.. હિન્દુસ્તાન નું નકામું થોરિયમ કોરિયાવાળા ને રોકડા માં વેચી મારવા નું છે …છેક દિલ્હી થી સીઓલ સુધી ના બધાજ આમાં ઇન્વોલ છે તું અને હું તો આ આખા ઓપરેશન માં કીડી ની ટાંગ બરાબર છે .. ચુપચાપ રૂપિયા ગણ અને મસ્ત લાઈફજો…આવનારી…..કોમલ બોલી મને તો મંજુર છે… અલય બોલ્યો કેમ તને એવું શું સારું લાગ્યું સાલી કે મંજુર છે ..? કોમલે થોડો તીખો જવાબ વાળ્યો એ તને તો એવું પૂછવાનો રાઈટ જ નથી એ દિવસે હોસ્ટેલ ના રૂમ ના બારણા ની આંકડી તે જ જાણી કરી ને ખુલ્લી રાખી હતી અને મારે વર્ષો સુધી તારી એક ની બદલે ચાર ચારને સહન કરવા ના આવ્યા …અજય તરત જ ઉછાળ્યો એ કોમલી તારા બાપ નો શેઠ તો તારો કાકો હતો નહિ, અમારી જોડે ના આવી હોત ને તો તારો બાપો તને મુંબઈ માં જઈ ને વેચી આવ્યો હોત… અને કોણે કોણે સહન કર્યા છે એ બધી વાત જવાદે અત્યારે ..તરત જ શાંત રહેલો નીલેશ બોલ્યો એ જુના ચિઠ્ઠાના ખોલીશ કોમલી , તે કેટલી અને કેવી મજા લીધી છે ને એની બધાને ખબર છે ,તું કઈ બાપડી બિચારી બળાત્કાર નો ભોગ બનેલી ઓરત નથી ,તે તો દરેક વસ્તુ ભયંકર એન્જોય કરી છે , અમરાઈવાડી ના છાપરે થી શિલજ ના પેન્ટહાઉસમાં પોહચી છે તું … ચલ હવે પોઈન્ટ પર આવ રિસ્ક ફેકટર અને ગેઈમ પ્લાન શું છે..? હેતલ ને બોલવ.. Page 12
No Comments