Page -12
આશિષ એ કીધું હેતલ આજે દુબઈ જાય છે અને આપણે બધાએ કાલે દુબઈ જવાનું છે ટીકીટ થઇ ગઈ છે …..અલય ને થોડું અજુગતું લાગતું હતું પણ પોતે આ બધા ને કારણે જ પબ્લિક ફિગર થયો હતો..અને આટલા વર્ષો સાથ આપ્યો તો આગળ સાથ આપવામાં એને વાંધો નોહતો ..ત્રીજે દિવસે ચારે ચોકડી અને એનો પંજો દુબઈ પોહચ્યા….. હેતલ ત્યાં આવી ગયો હતો ,જૂની યાદો તાજી કરવા કોમલ ને પોતાના રૂમ માં બોલાવી લીધી હતી.. રાત્રે મીટીંગ ચાલુ થઇ હેતલે ચાલુ કર્યું અજય અને નીલેશ તમારે એક એક્ષ્પોર્ટ કંપની શોધવાની છે જે વર્ષો થી એક્ષ્પોર્ટ કરતી હોય … એને ટેઈક ઓવર કરો…કામકાજ ચાલુ રાખો એ કંપની નું યાદ રાખો એ કંપની ફાઈવસ્ટાર રેટિંગ વાળું એક્ષ્પોર્ટ હાઉસ જોઈએ ,જેથી એના ડોક્યુમેન્ટ ક્યારેય ચેક ના થાય …કોમલ તું એ કંપનીની પીઆરઓ કમ લાયેઝન ઓફિસર આશિષ તારે હવે થી સિંગાપુર શિફ્ટ થવાનું છે અને નીલેશ તું અલય ની સાથે આઈપીએલ ના ગવરનીગ બોડી માં જઈશ…. એની વ્યવસ્થા થઇ છે..આવતા વર્ષે તમારી કંપની આઈપીએલ ની ટીમ ખરીદશે… પૈસા સિંગાપુર થી આવશે નીલેશ એ તારે મોકલવા ના છે…. આટલું કામ કરી ને ફરી ત્રણ મહીને સાયપ્રસ માં મળીશું …અત્યારે તમારા એકાઉન્ટ માં સો સો કરોડ નખાઈ ગયા છે અને તમારી દરેક ની નવસો કરોડ ની બાકી ની એમાઉન્ટ સ્ટેપ વાઈઝ તમારા એકાઉન્ટ માં આવશે …ચોકડી અને પંજો બધા ચુપ થઇ ગયા ..હેતલ રૂમ ની બહાર જતો રહ્યો …નીલેશ બોલ્યો એ આશિયા તું તો ટોટલ હજાર કરોડ કેહતો હતો અને આતો બધા ના હજાર હજાર કરોડ કહે છે …આશિષ બોલ્યો તો લઇ લે ને, આપે છે તો શું કામ રડે છે ગેલસપ્પા… પાંચે પાંચ ની આંખો ચાર થઇ ગઈ, કોઈ ના હૃદય ના ધબકારા નીચે બેસતા નોહતા હજાર કરોડ એક એક જણ ને .. કામ આગળ વધતું હતું એક ફાઈવ સ્ટાર એક્ષ્પોર્ટ હાઉસ લેવાઈ ગયું ….ચોકડી અને પંજો સાયપ્રસ ગયા… Page 13
No Comments