Page -14
ભાભા માં થી નીકળેલું કન્ટેનર કોઈ પણ સંજોગોમાં ખુલવું ના જોઈએ,અને જો એલ્યુમીનીયમના ફોઈલ માં સેહજ પણ કાણું પડ્યું તો તમારી અને મારી જિંદગી માં કાણું પડી જશે….ડબલ પ્રોટેક્શન માટે ચાલીસે ચાલીસ કન્ટેનર ને બહાર થી પણ એલ્યુમીનીયમ રેપીંગ કરવા પડશે…..
બધું જ પ્લાન પ્રમાણે થતું જતું હતું …તારાપુર થી એક કન્ટેનર પોરબંદર ના રસ્તે ફંટાયું અને બીજું એક નકલી કન્ટેનર કાફલા માં વચ્ચે ઘુસી ગયું , પોરબંદર થી નાના જહાજ માં કન્ટેનર મધરાતે ચડ્યું ,અને રામજી ટંડેલએ કન્ટેનરની ડીલીવરી મધદરિયે કોરિયન જહાજ ને સોપી …
પણ તકદીર નું પત્તું ફર્ય હતું ….એક અમેરિકન સેટેલાઈટની હાઈફ્રિકવન્સી ઇન્ફ્રારેડ ઈમેજમાં અરબી સમુદ્રમાં ફરતી રેડિયો એક્ટીવનેસ પકડાઈ અને અમેરિકન નેવી હરકત મા આવ્યું ..અરબી સમુદ્રમાં આગળ વધતુંએ કોરિયન જહાજને અમેરિકન નેવીએ આંતર્યું અને ભાંડો ફૂટ્યો …પેહલો આતંકી અણુબોમ્બ બનાવા માટે નું થોરિયમ ઈરાન ના રસ્તે અફઘાનિસ્તાન જતું હતું ……
વોશિંગ્ટનથી દિલ્હી તમામે તમામ ખાતા હરકતમાં આવ્યા બહુ મોટો કેસ હતો ….ઓવલ ઓફીસમાંથી સાઉથ બ્લોક ને ફોન ગયો હતો , વડાપ્રધાને કોઈ પણ ચમરબંધી ને પણ નહિ છોડવા ની સુચના આપી …..
પાપ અને લાલચ ના ઘડા ને ફૂટતા વાર લાગી પણ અંત આવી ગયો …
ચોકડી અને પંજો બધાને અંદાજ આવી ગયો કે હવે આખી જીંદગી જેલ અને રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગશે અને ફાંસી મળશે..બધા સમજી ગયા એક જ રસ્તો બચ્યો છે…..ફરી પાછા એક સાંજે કોઈની બાઈક માંથી સાત લીટર પેટ્રોલ ચોરાયું અને હોસ્ટેલની રૂમમાં એક એકદમ મોટી આગ લાગી અને પાંચ લાશો મળી …
સંપૂર્ણ
No Comments